Get The App

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઇલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઇલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ 1 - image


Gold-Silver And Oil Price: ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. 10મી માર્ચે સોના અને ચાંદીના ભાવમાં આસમાની ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને ક્રૂડ ઓઇલના ભાવમાં મોટું ગાબડું પાડ્યું છે.

સોના-ચાંદીમાં તેજીનો કરંટ

રોકાણકારો માટે સુરક્ષિત ગણાતા સોના અને ચાંદીમાં 10મી માર્ચે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 8,000 રૂપિયાનો જંગી વધારો થતાં તે 2.75 લાખ રૂપિયા પર પહોંચી છે. MCX ફ્યુચર્સ માર્કેટમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેનાથી 10 ગ્રામ સોનાનો ભાવ 1.62 લાખ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગેસ, પેટ્રોલ-ડિઝલની સંગ્રહખોરી રોકવા ભારતમાં ESMA લાગુ

ક્રૂડ ઓઇલના ભાવમાં 9 ટકા સુધીનો ઘટાડો

યુદ્ધના ભય વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ જે આસમાને પહોંચ્યા હતા, તેમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. 10મી માર્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 89 ડૉલર થયા છે. એશિયન ટ્રેડિંગની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 8.5 ટકા ઘટીને  92.50 ટકા પ્રતિ બેરલ થયા. જે નવમી માર્ચે તે 115 ડૉલર પર પહોંચી ગયા હતા. જ્યારે અમેરિકાના ક્રૂડ ઓઇલ (WTI) પણ લગભગ 9 ટકા ઘટીને 88.60 ડૉલર પ્રતિ બેરલ થયું છે. 

ટ્રમ્પનું નિવેદન બન્યું 'ગેમ ચેન્જર'!

ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાડા પાછળ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન જવાબદાર માનવામાં આવે છે. સોમવારે (નવમી માર્ચ) ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'વર્તમાન યુદ્ધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થશે.' તેમના આ નિવેદનથી વૈશ્વિક સપ્લાય ચેઇનને લઈને રહેલી અનિશ્ચિતતા ઓછી થઈ છે અને રોકાણકારોમાં વિશ્વાસ પાછો ફર્યો છે.

ઉલ્લેખનીય કે, બજારમાં આજે રાહત જોવા મળી હોવા છતાં, નિષ્ણાતો માને છે કે સ્થિતિ હજુ સંપૂર્ણ થાળે પડી નથી. વર્તમાન ક્રૂડના ભાવ યુદ્ધ શરૂ થયા પહેલાની સરખામણીએ હજુ પણ 30 ટકા વધારે છે. જો યુદ્ધવિરામ બાબતે કોઈ નક્કર નિર્ણય નહીં લેવાઈ, તો બજારમાં ફરીથી વોલેટાલિટી જોવા મળી શકે છે.