Business

સોના- ચાંદીમાં ઘટાડો: ક્રૂડના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા: પ્લેટીનમમાં પીછેહટ

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરીબજારમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. વૈશ્વિક બજારમાં સોનું $4300થી નીચે ગયું, છતાં રૂપિયા સામે ડોલર મજબૂત થતા સ્થાનિક બજારમાં ભાવ ઘટાડો મર્યાદિત રહ્યો. અમદાવાદમાં ચાંદી ₹3000 ઘટી ₹232000 થઈ, જ્યારે સોનાના ભાવ 995ના ₹156200 અને 999ના ₹156500 રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના- ચાંદીમાં ઘટાડો: ક્રૂડના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા: પ્લેટીનમમાં પીછેહટ

વૈશ્વિક સોનું નીચામાં ૪૩૦૦ ડોલરની અંદર: જોકે ઘરઆંગણે રૂપિયો ઘટતાં ઝવેરીબજારમાં ભાવ ઘટાડો મર્યાદિત રહ્યો
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટી નીચામાં ઔંસના ૪૩૦૦ ડોલરની અંદર ઉતર્યાના સમાચાર હતો. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધતાં ઝવેરીબજારમાં ભાવ ઘટાડો સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હોવાના નિર્દેશો મળ્યા હતા.
વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં આજે બેતરફી વધઘટ દેખાઈ હતી. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક આશરે ૧૮ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરીકન પેટ્રોલીયન ઈન્સ્ટીટયુટના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૪૩૨૬થી ૪૩૨૭ ડોલરવાળા નીચામાં ભાવ ૪૨૯૪ થઈ ૪૩૦૭થી ૪૩૦૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૧૪૦૭ તથા ૯૯૯ના રૂ.૧૫૨૦૧૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૦૦ ઘટી રૂ.૨૩૨૭૬૬ રહ્યા હતા. મુંબઈ પ્લેટીમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦થી ૩૦૦૦ ઘટી રૂ.૬૦૬૩૬ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંસદીઠ ૬૫.૬૭ વાળા નીચામાં ભાવ ૬૪.૮૦ થઈ ૬૫.૦૬થી ૬૫.૦૭ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૩૦૦૦ ઘટી રૂ.૨૩૨૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૬૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૬૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના નીચામાં ૯૭.૯૧ ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ ૧૦૦.૫૪ થઈ ૧૦૦.૩૩ ડોલર રહ્યાહતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં રૂ.૮૮.૭૧ થયા પછી ઉંચામાં ભાવ ૯૦.૯૦ થઈ ૯૦.૮૫ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૭૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસદીઠ ૧૨૭૩ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ આજે ૦.૫૦ ટકા માઈનસમાં રહ્યા હતા.