Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં 3000 તો સોનામાં 1300થી વધુનો ઉછાળો, રોકાણકારો ખુશ

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
MCX બજારમાં આજે સોના-ચાંદીમાં ફરી તેજી જોવા મળી છે. વૈશ્વિક આર્થિક ડેટા અને નીચા બોન્ડ યીલ્ડ વચ્ચે વાયદા બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો. સોનું ₹1,50,894 અને ચાંદી ₹2,24,269 પર પહોંચી છે. સોનામાં ₹1389 અને ચાંદીમાં ₹3071 નો ઉછાળો નોંધાતા રોકાણકારોમાં ખુશી જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં 3000 તો સોનામાં 1300થી વધુનો ઉછાળો, રોકાણકારો ખુશ

Gold and Silver Price : છેલ્લા કેટલાક દિવસોથી એમસીએક્સ બજારમાં ઉથલપાથલની સ્થિતિ વચ્ચે આજે ચાંદી અને સોનામાં ફરી એકવાર તેજી જોવા મળી છે. જેમાં ચાંદી ફરી એકવાર 225000 ની નજીક પહોંચી ગઈ છે, તો સોનું પણ દોઢ લાખને ક્રોસ કરી ગયું છે. વાયદા બજારમાં આજે કિંમતી ધાતુઓમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. વૈશ્વિક આર્થિક ડેટા અને નીચા બોન્ડ યીલ્ડના માહોલ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.

સોનામાં 1300 રૂપિયાથી વધુનો ઉછાળો

સોનાના વાયદાના બજારમાં ગઈકાલનો જૂનો બંધ ભાવ (Prev. Close) Rs. 149610 હતો, જે આજે વધીને નવા ઓપન ભાવ (Open) Rs. 150851 પર ખૂલ્યો હતો. આમ સોનામાં કુલ Rs. 1389 નો ઉછાળો જોવા મળ્યો છે. માર્કેટમાં વધારા સાથે સોનું હાલમાં Rs. 150894 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીમાં આકર્ષક તેજી

બીજી બાજુ ચાંદીમાં પણ તેજીનો તદ્દન મજબૂત પ્રવાહ જોવા મળ્યો છે. ચાંદીનો જૂનો બંધ ભાવ (Prev. Close) Rs. 221233 હતો, જે વધીને આજે નવા ઓપન ભાવ (Open) Rs. 224096 પર ઓપન થઈને રેકોર્ડ તરફ આગળ વધ્યો હતો. ચાંદીમાં કુલ Rs. 3071 નો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. હાલ ચાંદી રૂ. 224269 ના સ્તરે પહોંચી ગઈ છે.