વાયદા બજારમાં તેજી, ચાંદીમાં નીચલા મથાળેથી 5100 રૂપિયાની છલાંગ, સોનું પણ 140957 ની સપાટીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver Price : બુલિયન માર્કેટમાં આજે કીમતી ધાતુઓમાં ભારે અસ્થિરતા વચ્ચે નીચલા સ્તરેથી ધમાકેદાર રિકવરી જોવા મળી છે. પ્રારંભિક કારોબારમાં કડાકો બોલાયા બાદ સોના અને ચાંદી બંનેમાં અચાનક મોટી લેવાલી નીકળતા ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો. દિવસ દરમિયાન ચાંદીમાં નીચલા સ્તરેથી 5100 રૂપિયા સુધીની તીવ્ર તેજી જોવા મળી હતી, જ્યારે સોનાના ભાવમાં પણ નીચલા મથાળેથી 1780 રૂપિયાનો મજબૂત સુધારો નોંધાયો હતો.
ચાંદીમાં નીચલા મથાળેથી 5100 રૂપિયાની છલાંગ
એમસીએક્સ (MCX) ખાતે ચાંદીના વાયદા બજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. 179698 ના અગાઉના બંધ સામે આજે ચાંદી 179888 ની સપાટીએ ખુલી હતી. જોકે, શરૂઆતી વેચવાલીના દબાણમાં તે ઘટીને 177600 ના તળિયે પહોંચી ગઈ હતી તળિયાની સપાટીથી માર્કેટમાં અચાનક શાનદાર ખરીદી આવતા ચાંદી 177600 ના લો પોઈન્ટથી સીધી 5100 રૂપિયા ઉછળીને 182700 ની સર્વોચ્ચ ટોચે પહોંચી ગઈ હતી.
સોનામાં પણ તળિયેથી 1780 રૂપિયાનો બાઉન્સ બેક
સોનાના ભાવમાં પણ આજે શરૂઆતી નરમ વલણ બાદ નીચલા મથાળેથી સંગીન રિકવરી નોંધાઈ હતી. 139452 ના જૂના ક્લોઝિંગ સામે સોનું આજે 139408 ની સપાટીએ ખુલ્યા બાદ તૂટીને 139177 ના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. નીચલા ભાવેથી તીવ્ર સપોર્ટ મળતા સોનામાં 1780 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને ભાવ વધીને 140957 ની દિવસની ઉચ્ચતમ સપાટીએ સ્પર્શ્યા હતા. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને જિયોપોલિટિકલ હલચલ વચ્ચે રોકાણકારો માટે સુરક્ષિત માનવામાં આવતી કીમતી ધાતુઓમાં નીચલા મથાળે ખરીદીનો નવો દોર શરૂ થયો છે.




