Business

બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ, મેટલ શેરોમાં તેજી, સેન્સેક્સ 172 પોઈન્ટ ઘટયો

By GS Team
25 Aug 20264 mins read
TukuTouch Logo
હોર્મુઝમાં જહાજો જપ્ત કરવાની ઈરાનની ધમકી અને અમેરિકાની આર્થિક પ્રતિબંધોની ચેતવણીથી વૈશ્વિક વેપાર પર અસરની ભીતિ વચ્ચે ભારતીય શેરબજારમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી 33 પોઈન્ટ ઘટીને 24219 પર બંધ થયો હતો. ક્રૂડના ભાવ ઘટતાં રિફાઈનરી શેરોમાં મજબૂતી રહી હતી. FPIs/FIIs અને DIIsની શેરોમાં ચોખ્ખી ખરીદી નોંધાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ, મેટલ શેરોમાં તેજી, સેન્સેક્સ 172 પોઈન્ટ ઘટયો
  • હોર્મુઝમાં જહાજો જપ્ત કરવાની ઈરાનની, અમેરિકાની આર્થિક પ્રતિબંધોની ચેતવણી…
  • નિફટી સ્પોટ૩૩ પોઈન્ટ ઘટીને ૨૪૨૧૯ : ક્રુડના ભાવ ઘટતાં રિફાઈનરી શેરોમાં મજબૂતી : FPIs/FIIની કેશમાં રૂ.૧૧૮૨ કરોડ, DIIની રૂ.૨૪૯૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડીના અંતે બજાર નરમાઈ તરફી રહ્યું હતું. ઈરાન-અમેરિકા વચ્ચે હોર્મુઝ પર કબજા મામલે આક્રમક વલણ વધતું જઈ હવે ઈરાને હોર્મુઝ માર્ગે આવતાં જહાજો જપ્ત કરવાની ચીમકી આપતાં અને અમેરિકાએ ઈરાન પર આર્થિક મરણતોલ પ્રતિબંધો લાદવાની ચેતવણી આપતાં વૈશ્વિક વેપાર પર અસરની ભીતિએ સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહ્યું હતું. આ સાથે અલ-નીનોની અસરે ચોમાસાની પ્રગતિ ધીમી પડતાં અને કૃષિ ક્ષેત્રે ચિંતા વધતી જઈ અન્ન ફુગાવો વધવા લાગતાં ફંડો નવી મોટી તેજી કરવાથી દૂર રહ્યા હતા.જો કે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે દોઢથી બે ટકા ઘટી આવ્યા હતા. વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં ફરી આક્રમક તેજીના પરિણામે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં તેજી કર્યા સામે બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી, અદાણી, રિલાયન્સ શેરોમાં વેચવાલીએ બજાર સેન્સેક્સ, નિફટી બેઝડ અંતે નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ ૭૭૨૦૧થી ૭૭૭૯૦ વચ્ચે અથડાઈ અંતે ૧૭૧.૭૨ પોઈન્ટ ઘટીને ૭૭૩૬૯.૧૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૪૩૧૩થી ૨૪૧૪૪ વચ્ચે અથડાઈ અંતે ૩૨.૯૫ પોઈન્ટ ઘટીને ૨૪૨૧૯.૦૫ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૨૨૮ પોઈન્ટ ઘટયો : બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, સ્ટેટ બેંક, બજાજ હોલ્ડિંગ, બજાજ ટ્વિન્સ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. બેંક ઓફ બરોડા રૂ.૪.૯૫ ઘટીને રૂ.૨૪૧.૨૫, કેનેરા બેંક રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૨૭.૧૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૮૫.૭૫, એક્સિસ બેંક રૂ.૧૦.૬૦ ઘટીને રૂ.૧૨૩૫.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૪૦ ઘટીને રૂ.૧૦૩૮, ફેડરલ બેંક રૂ.૨.૧૦ ઘટીને રૂ.૩૫૭.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫ ઘટીને રૂ.૧૪૧૪ રહ્યા હતા. ઈન્ડોથાઈ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૫૬.૭૦, બજાજ હોલ્ડિંગ રૂ.૩૭૭.૯૫ ઘટીને રૂ.૧૧,૦૮૨.૦૫, પૂનાવાલા ફિન રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૪૭૫, બજાજ ફિનસર્વ રૂ.૨૬.૮૦ ઘટીને રૂ.૨૦૦૧.૮૫, બજાજ ફાઈનાન્સ રૂ.૧૩.૮૦ ઘટીને રૂ.૧૦૭૯.૪૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૨૮.૧૯ પોઈન્ટ ઘટીને ૬૫૧૪૦.૬૧ બંધ રહ્યો હતો.
સોના-ચાંદીમાં તેજી પાછળ મેટલ ઈન્ડેક્સ ૫૭૭ પોઈન્ટ ઉછળ્યો : સેઈલ, જેએસડબલ્યુ, નાલ્કો વધ્યા
વિશ્વ બજારમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં ફરી આક્રમક તેજીના પરિણામે નોન-ફેરસ મેટલના ભાવોમાં પણ મજબૂતીને લઈ આજે ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં લેવાલી રહી હતી. સેઈલ રૂ.૫.૪૦ વધીને રૂ.૧૭૯.૩૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૧.૭૦ વધીને રૂ.૧૩૨૩.૫૦, ટાટા સ્ટીલ રૂ.૩.૪૦ વધીને રૂ.૧૮૬, હિન્દાલ્કો રૂ.૧૭.૯૫ વધીને રૂ.૧૦૫૫.૨૦, એનએમડીસી રૂ.૧.૪૪ વધીને રૂ.૮૫.૭૯, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦ વધીને રૂ.૧૧૪૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૭ વધીને રૂ.૧૧૪૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૭૭.૫૮ પોઈન્ટ વધીને ૪૨૩૭૩.૨૨ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલીનું દબાણ : ક્રોમ્પ્ટન, બર્જર પેઈન્ટ, ડિક્સન, બ્લુ સ્ટાર ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોનું આજે વેચવાલીનું દબાણ રહ્યું હતું. ક્રોમ્પ્ટન રૂ.૫.૮૫ ઘટીને રૂ.૨૪૫.૯૫, બર્જર પેઈન્ટ રૂ.૮.૫૫ ઘટીને રૂ.૫૧૫.૬૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૨૫.૭૦ ઘટીને રૂ.૧૪,૫૪૦.૦૫, બ્લુ સ્ટાર રૂ.૯.૭૫ ઘટીને રૂ.૧૫૦૧.૦૫, એશીયન પેઈન્ટ રૂ.૮.૭૦ ઘટીને રૂ.૨૬૩૧.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૬૫.૭૫ પોઈન્ટ ઘટીને ૬૫૦૧૦.૫૯ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં ઓઈલ-ગેસ શેરોમાં ઘટાડે કવરિંગ : અદાણી ટોટલ ગેસ, રિલાયન્સ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી આજે દોઢથી બે ટકા જેટલા ઘટી આવતાં ફંડોનું ઓઈલ-ગેસ શેરોમાં ઘટાડે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. એચપીસીએલ રૂ.૮.૫૫ વધીને રૂ.૩૭૧.૭૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૧૦ વધીને રૂ.૧૩૮.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૬૫ વધીને રૂ.૨૯૫ રહ્યા હતા. અદાણી ટોટલ ગેસ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૬૩૯.૮૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬.૫૦ ઘટીને રૂ.૧૩૦૭.૫૦ રહ્યા હતા. જ્યારે બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૮૮.૯૭ પોઈન્ટ વધીને ૨૬૧૭૯.૫૭ બંધ રહ્યો હતો.
આઈટી-ટેકનોલોજી ફ્રન્ટલાઈન શેરોમાં નરમાઈ : મિડ સાઈઝ શેરો વધ્યા : ઝેગલ, ટાટા ટેકનોલોજી ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. પરંતુ પસંદગીના મિડ સાઈઝ શેરોમાં ફંડોનું આકર્ષણ રહ્યું હતું. ઝેગલ રૂ.૮.૭૦ ઘટીને રૂ.૧૯૧૩૫, ટાટા ટેકનોલોજી રૂ.૨૩.૩૫ ઘટીને રૂ.૭૯૬.૮૦, નેટવેબ રૂ.૧૪૫.૫૫ ઘટીને રૂ.૫૪૫૭.૬૦, રેટગેઈન રૂ.૨૫.૭૫ ઘટીને રૂ.૯૬૨.૮૫, બ્લેકબોક્સ રૂ.૧૬.૦૫ ઘટીને રૂ.૭૫૯.૫૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૮૮૨.૦૫, મેપમાય ઈન્ડિયા રૂ.૨૦.૨૫ ઘટીને રૂ.૯૬૫ રહ્યા હતા. જ્યારે હેક્ઝાવેર રૂ.૩૦.૮૫ વધીને રૂ.૫૬૩.૯૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૨.૭૫ વધીને રૂ.૪૪૮.૬૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૭ વધીને રૂ.૧૩૨૧ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૭.૮૬ પોઈન્ટ વધીને ૨૯૪૦૧.૯૨ બંધ રહ્યો હતો.
રત્નમણી મેટલ, બાલુફોર્જ, કેઆરબીએલ, એલટી ફૂડ્સ, સેનકો ગોલ્ડ, એચસીસી, આઈડીબીઆઈ બેંક વધ્યા
એ ગ્રૂપપના આજે વધનાર પ્રમુખ શેરોમાં રત્નમણી રૂ.૩૪૪.૯૦ વધીને રૂ.૨૯૬૮.૪૦, બાલુફોર્જ રૂ.૭૪.૯૦ વધીને રૂ.૬૩૧.૯૦, વીએમએમ રૂ.૯.૬૫ વધીને રૂ.૧૧૩.૨૫, કેઆરબીએલ રૂ.૩૧.૯૦ વધીને રૂ.૪૩૮.૯૦, એલટી ફૂડ્સ રૂ.૩૧.૫૫ વધીને રૂ.૪૫૮.૮૦, સેનકો રૂ.૨૪.૫૦ વધીને રૂ.૩૬૯.૭૫, એચસીસી રૂ.૧.૪૭ વધીને રૂ.૨૨.૫૨, આઈડીબીઆઈ બેંક રૂ.૫.૬૭ વધીને રૂ.૮૭.૯૩, સિમેન્સ રૂ.૧૭૬.૫૦ વધીને રૂ.૪૧૦૦, વેલકોર્પ રૂ.૧૦૨.૬૦ વધીને રૂ.૨૪૦૯, પરાગ મિલ્ક રૂ.૧૪.૮૫ વધીને રૂ.૨૪૦.૮૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે ફંડોની વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૪૬૭ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઉછાળે ઘણા શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૯૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૭૩ અને ઘટનારની સંખ્યા ૨૪૬૭ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૧૮૨ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૪૯૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૧૮૧.૬૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૨,૩૩૨.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૧૫૦.૯૮ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૪૯૩.૪૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૩૩૭.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૪૩.૭૭ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨૧ હજાર કરોડ વધીને રૂ.૪૯૧.૯૬ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨૧ હજાર કરોડ વધીને રૂ.૪૯૧.૯૬ લાખ કરોડ પહોંચ્યું હતું.