આઈટી, બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ : સપ્તાહના અંતે સેન્સેક્સ 720 પોઈન્ટ ગબડીને 79223

ફોરેન ફંડોની ફરી શેરોમાં રૂ.૪૨૨૭ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી
મુંબઈ : સપ્તાહના અંતે શેરોમાં તોફાની તેજીને બ્રેક લાગી હતી. બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરો સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી ફોરેન ફંડોએ આજે ઓફલોડિંગ કરતાં આંચકા સાથે બજાર તૂટયું હતું. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડોએ આજે પસંદગીના શેરોમાં આક્રમક ખરીદી કર્યા સાથે ભાવોમાં ઉછાળા આવ્યા હતા. આઈટી શેરો વિપ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ સહિતમાં પ્રોફિટ બુકિંગ થતાં અને બેંકિંગ શેરો એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં મોટું ઓફલોડિંગ થતાં કડાકો બોલાયો હતો. સેન્સેક્સ ૭૨૦.૬૦ પોઈન્ટ ગબડીને ૭૯૨૨૩.૧૧ અને નિફટી ૫૦ સ્પોટ ૧૮૩.૯૦ પોઈન્ટ તૂટીને ૨૪૦૦૪.૭૫ બંધ રહ્યા હતા. ટાટા મોટર્સ, ટાઈટન, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારૂતીમાં આકર્ષણે ઈન્ડેક્સ બેઝડ ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં એચડીએફસી બેંક રૂ.૪૪ તૂટી રૂ.૧૭૪૯ : એન્જલ રૂ.૧૧૯, નુવામા રૂ.૨૨૦ તૂટયા
બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૨૮.૧૧ પોઈન્ટ તૂટીને ૫૭૯૨૭.૭૨ બંધ રહ્યો હતો. એચડીએફસી બેંક રૂ.૪૪.૦૫ તૂટીને રૂ.૧૭૪૯.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૫.૪૦ તૂટીને રૂ.૧૨૬૫.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૫૫ ઘટીને રૂ.૭૯૩.૫૦ રહ્યા હતા. કેતન પારેખ ફ્રન્ટ-રનિંગ કૌભાંડના સેબીના પર્દાફાશના પરિણામે અને ડેરિવેટીવ્ઝમાં ટ્રેડીંગ વોલ્યુમ સેબીના નવા કડક ધોરણોના કારણે ઘટતાં આજે ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં પણ ઓફલોડિંગ થતું જોવાયું હતું. એન્જલ વન રૂ.૧૧૮.૯૫ તૂટીને રૂ.૨૮૫૭.૧૦, આઈઆઈએફએલ કેપિટલ રૂ.૧૧.૪૦ તૂટીને રૂ.૩૩૩.૪૦, નુવામા રૂ.૨૧૯.૭૦ તૂટીને રૂ.૭૦૦૬.૯૫, એમસીએક્સ રૂ.૧૮૨.૭૫ તૂટીને રૂ.૬૧૫૫.૮૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં તેજીનો વેપાર હળવો થયો : તાન્લા, વિપ્રો, કેપીઆઈટી, ટેક મહિન્દ્રા, ટીસીએસ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૮૦.૩૧ પોઈન્ટ તૂટીને ૪૩૬૭૯.૨૬ બંધ રહ્યો હતો. તાન્લા પ્લેટફોર્મ રૂ.૩૩.૪૫ તૂટીને રૂ.૭૧૮.૯૫, વિપ્રો રૂ.૯.૨૦ તૂટીને રૂ.૨૯૪.૪૫, સાસ્કેન રૂ.૬૪.૬૦ તૂટીને રૂ.૨૧૩૯.૭૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૩૫.૬૦ ઘટીને રૂ.૧૪૪૯.૩૫, ટેક મહિન્દ્રા રૂ.૩૭.૭૫ ઘટીને રૂ.૧૬૮૯.૯૦, ટીસીએસ રૂ.૮૫ ઘટીને રૂ.૪૦૯૯.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૪.૧૫ ઘટીને રૂ.૧૯૪૭.૨૫, પર્સિસ્ટન્ટ રૂ.૭૬.૩૦ ઘટીને રૂ.૬૪૦૪.૧૫, ઝેગલ રૂ.૧૩૦.૧૫ ઘટીને રૂ.૧૨,૫૧૮.૮૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૯.૩૫ ઘટીને રૂ.૧૯૩૮.૩૦ રહ્યા હતા.
બાલક્રિષ્ન રૂ.૭૯ તૂટીને રૂ.૨૮૧૪ : એમઆરએફ, અપોલો ટાયર, ભારત ફોર્જ ઘટયા : ટાટા મોટર્સ વધ્યો
ઓટોમોબાઈલ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૯.૦૫ તૂટીને રૂ.૨૮૧૪.૯૦, અપોલો ટાયર રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૫૧૧.૯૦, એમઆરએફ રૂ.૨૭૮૧.૨૦ તૂટીને રૂ.૧,૨૬,૪૨૦.૫૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૩.૪૦ ઘટીને રૂ.૩૬૧૦.૦૫, ભારત ફોર્જ રૂ.૨૧.૯૫ ઘટીને રૂ.૧૨૯૬.૫૫, બજાજ ઓટો રૂ.૧૦૬.૬૦ ઘટીને રૂ.૮૯૬૫.૯૦, હીરો મોટોકોર્પ રૂ.૬૭.૬૦ ઘટીને રૂ.૪૨૪૨.૯૫ રહ્યા હતા. જ્યારે ટાટા મોટર્સ રૂ.૨૫.૪૫ વધીને રૂ.૭૯૦.૪૦, ઉનો મિન્ડા રૂ.૧૪.૦૫ વધીને રૂ.૧૦૬૭.૮૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૯.૮૫ વધીને રૂ.૧૦૭૨.૫૦, મારૂતી સુઝુકી રૂ.૧૦૫.૯૦ વધીને રૂ.૧૧,૯૪૩.૪૫ રહ્યા હતા.
બ્લુ સ્ટાર રૂ.૪૩ વધીને રૂ.૨૩૩૬ : ટાઈટન રૂ.૫૮ વધીને રૂ.૩૪૪૯ : વ્હર્લપુલ, ડિક્સનમાં આકર્ષણ
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. બ્લુ સ્ટાર રૂ.૪૩.૪૫ વધીને રૂ.૨૩૩૬.૫૫, ટાઈટન રૂ.૫૭.૮૦ વધીને રૂ.૩૪૪૯.૨૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૮.૪૫ વધીને રૂ.૧૮૭૨.૯૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૬૬.૦૫ વધીને રૂ.૧૮,૩૯૯.૦૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૯૬.૦૯ પોઈન્ટ વધીને ૨૬,૮૧૮.૪૦ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ : ન્યુલેન્ડ લેબ રૂ.૫૦૪ તૂટી રૂ.૧૩,૭૮૮ : અજન્તા ફાર્મા, આરતી ફાર્મા ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. ન્યુલેન્ડ લેબ રૂ.૫૦૩.૮૦ તૂટીને રૂ.૧૩,૭૮૮.૯૫, અજન્તા ફાર્મા રૂ.૧૦૧.૭૫ તૂટીને રૂ.૨૮૭૧.૩૦, આરતી ફાર્મા રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૬૭૧.૦૫, મેટ્રોપોલિસ રૂ.૫૭.૩૫ તૂટીને રૂ.૧૯૯૨.૮૦, વિમતા લેબ રૂ.૨૪.૨૦ ઘટીને રૂ.૯૪૫.૯૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૨૯.૩૦ ઘટીને રૂ.૧૩૧૯.૩૫ રહ્યા હતા.
ક્રુડ ઓઈલના ભાવ વધતાં અટક્યા : ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, રિલાયન્સ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવ્યા બાદ આજે વધતાં અટકીને સાધારણ ઘટાડા તરફી રહ્યા હતા. બ્રેન્ટ ક્રુડ ૭૫.૬૯ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૭૨.૯૩ ડોલર નજીક રહ્યા હતા. ઓએનજીસી રૂ.૧૨.૭૫ વધીને રૂ.૨૫૮.૭૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૭.૪૫ વધીને રૂ.૪૮૧, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૭૦ વધીને રૂ.૧૨૫૧.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૯૩.૨૮ પોઈન્ટ વધીને ૨૬,૮૧૮.૪૦ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ, નિફટીના કડાકા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ : ૨૦૩૨ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ સપ્તાહના અંતે ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પસંદગીની ખરીદી જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૩૨ અને ઘટનારની સંખ્યા ૧૯૬૫ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬૯ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૯.૭૮ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણના પરિણામે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬૯ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૯.૭૮ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૪૨૨૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૮૨૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી શેરોમાં વેચવાલ બની આજે શુક્રવારે કેશમાં રૂ.૪૨૨૭.૨૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૮૧૨.૭૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૦૪૦.૦૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૨૦.૬૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૩૩૨.૬૯કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૫૧૨.૦૯ કરોડની વેચવાલી થઈ હતી.




