Business

બેંકિંગ, ઓટો, FMCG શેરોમાં ફંડો વેચવાલ : સેન્સેક્સ ૩૮૮ પોઈન્ટ ઘટીને ૭૮૧૫૪

By GS Team
12 Aug 20265 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં ઈરાન-અમેરિકા યુદ્ધ વકરવાના સંકેત અને ભારત પર 100% ટેરિફ લાદવાની અમેરિકાની તૈયારીના અહેવાલે સેન્સેક્સ 388 પોઈન્ટ અને નિફ્ટી 112 પોઈન્ટ ઘટ્યા હતા. જોકે, IT અને ફાર્મા શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી જોવા મળી હતી, જ્યારે બેન્કિંગ, ઓટો અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંકિંગ, ઓટો, FMCG શેરોમાં ફંડો વેચવાલ : સેન્સેક્સ ૩૮૮ પોઈન્ટ ઘટીને ૭૮૧૫૪

ભારત પર ૧૦૦ ટકા ટેરિફની તૈયારી : ઈરાન-અમેરિકા યુદ્વ વકરવાના સંકેત
નિફટી ૧૧૨ પોઈન્ટ ઘટીને ૨૪૪૭૨ : આઈટી, ફાર્મા શેરોમાં ફંડોની સિલેક્વિટ ખરીદી : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી
મુંબઈ : ઈરાન સાથે યુદ્વના બદલે હવે આર્થિક નાકાબંધી કરીને દબાણ લાવવાની અમેરિકી ટ્રમ્પ સરકારની રણનીતિના કારણે યુદ્વ વકરવાના એંધાણ અને બીજી તરફ ભારત પર અમેરિકા ૧૦૦ ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યાના સંકેતે ભારતીય શેર બજારોમાં આજે સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોને આકર્ષવા માટે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલા તાજેતરના નીતિ વિષયક પગલાં સાર્થક નીવડતા વિદેશી ફંડોની શેરોમાં ખરીદી થઈ રહ્યાના આંકડા સામે દેશમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણનો પ્રવાહ જુલાઈમાં મંદ પડયાના આંકડા અને લોકલ ફંડોની ખરીદી શેરોમાં ધીમી પડયાના આંકડાએ આજે શેરોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ હતી. ફંડોએ બેંકિંગ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, એફએમસીજી, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી કરી હતી. જો કે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ ખરીદી ચાલુ રાખી હતી. સેન્સેક્સ ૩૮૮.૧૯ પોઈન્ટ ઘટીને ૭૮૧૫૪.૨૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૧૨.૧૦ પોઈન્ટ ઘટીને ૨૪૪૭૧.૭૦ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ૨૫૭ પોઈન્ટ ઘટયો : બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ, ઈસાફ, ક્રિસિલ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. બેંક ઓફ બરોડા રૂ.૩.૮૫ ઘટીને રૂ.૨૪૬, એક્સિસ બેંક રૂ.૧૯ ઘટીને રૂ.૧૨૨૯, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૧૦૦૮.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨ ઘટીને રૂ.૩૫૫, એચડીએફસી બેંક રૂ.૩ ઘટીને રૂ.૭૨૯ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૫૬.૮૪ પોઈન્ટ ઘટીને ૬૫૦૫૦.૧૦ બંધ રહ્યો હતો. ફાઈનાન્સ શેરોમાં મોનાર્ક રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૩૭૬.૪૫, ઈસાફ સ્મોલ ફાઈનાન્સ રૂ.૧.૫૭ તૂટીને રૂ.૩૮.૩૨, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૩૯૮.૮૦, ક્રિસિલ રૂ.૧૫૦.૦૫ ઘટીને રૂ.૪૪૮૨.૯૦, ચોઈસ ફાઈનાન્સ રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૮૨૨.૫૫, પ્રાઈમસ સિક્યુરિટીઝ રૂ.૬.૬૫ ઘટીને રૂ.૨૯૪.૦૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : ભારત ફોર્જ રૂ.૫૭ તૂટયો : એમઆરએફ, ટીઆઈ ઈન્ડિયા, હ્યુન્ડાઈ ઘટયા
ચોમાસાની સારી પ્રગતિ અને તહેવારોની સીઝન શરૂ થઈ રહી હોઈ વાહનોની ખરીદી વધવાની અપેક્ષા છતાં ફંડોની આજે ઓટોમોબાઈલ શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. ભારત ફોર્જ રૂ.૫૬.૯૦ તૂટીને રૂ.૨૦૫૨, એમઆરએફ રૂ.૨૭૪૧.૬૦ તૂટીને રૂ.૧,૩૧,૧૮૯, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૧.૭૫ ઘટીને રૂ.૨૭૭૩.૨૫, સોના બીએલડબલ્યુ પ્રીસિઝન રૂ.૯.૫૫ ઘટીને રૂ.૮૨૦.૫૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૧ ઘટીને રૂ.૨૨૦૦, ઉનો મિન્ડા રૂ.૧૧.૮૦ ઘટીને રૂ.૧૨૭૩.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૨ ઘટીને રૂ.૩૪૭૭, ટીવીએસ મોટર રૂ.૩૪.૧૦ ઘટીને રૂ.૪૪૨૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૮૦ ઘટીને રૂ.૨૪૯૮, મારૂતી સુઝુકી રૂ.૮૭ ઘટીને રૂ.૧૪,૦૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૯.૭૦ પોઈન્ટ ઘટીને ૬૪૮૪૫.૩૬ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૭૦ ઘટયો : પાવર ઈન્ડિયા રૂ.૧૦૫૦ તૂટયો : પીટીસીઆઈએલ, ટીમકેન ગબડયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. પાવર ઈન્ડિયા રૂ.૧૦૫૦ તૂટીને રૂ.૩૫,૦૦૦, પીટીસીઆઈએલ રૂ.૪૪૦.૫૫ તૂટીને રૂ.૧૮,૯૧૫, ટીમકેન રૂ.૭૩.૮૫ ઘટીને રૂ.૩૨૧૨.૬૫, પોલીકેબ રૂ.૨૦૭ ઘટીને રૂ.૯૦૭૮, કમિન્સ ઈન્ડિયા રૂ.૯૪.૧૦ ઘટીને રૂ.૫૩૭૫.૯૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૩૦ ઘટીને રૂ.૭૫૭૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૦ ઘટીને રૂ.૫૭૩.૧૦, ભેલ રૂ.૫.૧૫ ઘટીને રૂ.૪૦૪.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૭૦.૫૬ પોઈન્ટ ઘટીને ૭૯૨૮૧.૯૭ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડો વેચવાલ : અવન્તી ફીડ રૂ.૪૩ તૂટયો : બલરામપુર ચીની, ગોડફ્રે ફિલિપ ઘટયા
એફએમસીજી શેરોમાં પણ ફંડોની નફારૂપી વેચવાલી થઈ હતી. ચોમાસાની સારી પ્રગતિ છતાં દેશમાં અન્ન મોંઘવારી વધી રહી હોઈ ખરીદી ઘટવાના અંદાજોએ ફંડોની એફએમસીજી શેરોમાં વેચવાલી રહી હતી. અવન્તી ફીડ રૂ.૪૨.૭૦ તૂટીને રૂ.૮૬૦.૯૫, બલરામપુર ચીની રૂ.૨૪.૧૦ ઘટીને રૂ.૬૩૦.૨૫, ઉગાર સુગર રૂ.૧.૨૨ ઘટીને રૂ.૪૫.૩૪, ઉત્તમ સુગર રૂ.૬.૪૦ ઘટીને રૂ.૨૫૨.૨૦, ગ્લોબસ સ્પિરીટ રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૮૭૦.૨૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૩૪ ઘટીને રૂ.૧૪૯૦, ટેસ્ટી બાઈટ રૂ.૨૦૮.૮૫ ઘટીને રૂ.૯૩૩૪.૭૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૬૦.૩૦ પોઈન્ટ ઘટીને ૧૮૩૨૩.૫૬ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૨૨૨ પોઈન્ટ ઘટયો : લોઈડ્સ મેટલ રૂ.૬૫ તૂટયો : જિન્દાલ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. લોઈડ્સ મેટલ રૂ.૬૫.૩૦ ઘટીને રૂ.૧૯૮૮.૨૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૧૧૦૧, હિન્દુસ્તાન ઝિંક રૂ.૮.૯૦ ઘટીને રૂ.૫૮૬, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૮.૯૦ ઘટીને રૂ.૭૨૪.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૪ ઘટીને રૂ.૧૨૮૨ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૨૨.૪૪ પોઈન્ટ ઘટીને ૪૧૯૭૩.૮૧ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી : યુનિકેમ લેબ રૂ.૬૬, વિન્ડલાસ રૂ.૯૯, ગ્લેન્ડ રૂ.૨૬૦ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની આજે સતત પસંદગીની ખરીદી રહી હતી. યુનિકેમ લેબ રૂ.૬૬.૩૫ વધીને રૂ.૫૭૪.૩૦, વિન્ડલાસ રૂ.૯૯.૩૫ વધીને રૂ.૯૪૩.૩૫, ગ્લેન્ડ ફાર્મા રૂ.૨૬૦.૭૫ વધીને રૂ.૨૯૨૪.૨૫, આરતી ફાર્મા રૂ.૬૦.૧૫ વધીને રૂ.૮૮૧.૬૦, ક્વોલિટી ફાર્મા રૂ.૧૭૭.૫૫ વધીને રૂ.૩૩૦૮.૪૦, પોલીમેડ રૂ.૯૩.૭૦ વધીને રૂ.૧૮૬૬.૫૫, થાયરોકેર રૂ.૨૬.૯૦ વધીને રૂ.૬૪૮.૫૦, આરતી ડ્રગ્ઝ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૪૩૯.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૭૪.૭૩ પોઈન્ટ વધીને ૫૧૩૬૩.૭૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોનું આકર્ષણ : એફલે રૂ.૮૫ ઉછળ્યો : સોનાટા સોફ્ટવેર, સાસ્કેન, મેપ માય ઈન્ડિયા વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. એફલે રૂ.૮૫.૪૫ વધીને રૂ.૧૬૭૮.૭૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૩.૯૫ વધીને રૂ.૩૩૩.૬૦, સાસ્કેન રૂ.૮૨.૨૫ વધીને રૂ.૧૯૮૫.૭૦, મેપ માય ઈન્ડિયા રૂ.૩૨.૭૦ વધીને રૂ.૧૦૧૩.૪૫, પર્સિસ્ટન્ટ રૂ.૯૬.૯૦ વધીને રૂ.૫૫૩.૧૯૦, મોસચીપ સેમીકન્ડકટર્સ રૂ.૩.૩૦ વધીને રૂ.૨૦૭.૮૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૧૨.૨૮ પોઈન્ટ વધીને ૩૦૪૮૨.૩૩ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૩૦૬ નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વ્યાપક નફારૂપી વેચવાલી થવા સાથે ઘણા એ ગુ્રપના શેરોમાં પણ વેચવાલીએ માર્કેટ્બ્રેડથ વધુ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૨૧ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૧૪૮થી ઘટીને ૧૯૧૯ અને ઘટનારની સંખ્યા ૨૩૦૪થી વધીને ૨૩૯૬ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૨૫૮ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૫૮.૫૫કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૪,૬૨૮.૪૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૩૬૯.૯૨ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૪.૭૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૦૦૬.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૯૮૧.૯૫ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૯૨.૭૨ લાખ કરોડ
ફંડોની આજે શેરોમાં વ્યાપક નફારૂપી વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૪૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૯૨.૭૨ લાખ રહ્યું હતું.