ઓટો, ફાર્મા, આઈટી શેરોમાં ફંડો વેચવાલ : બેંકિંગ શેરોમાં મજબૂતી : સેન્સેક્સ વોલેટીલિટીના અંતે સ્થિર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં ટેન્શન યથાવત રહેતાં ક્રુડ ઓઈલના ભાવમાં સતત મજબૂતી
નિફટી સ્પોટ ૨૦ પોઈન્ટ વધીને ૨૪૨૫૨ : કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં ધીમો સુધારો : સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ તેજી : FPIs/FIIની કેશમાં રૂ.૫૪૩ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : મિડલ ઈસ્ટમાં સતત અનિશ્ચિતતા અને અમેરિકા-ઈરાન વચ્ચે ઘર્ષણ વધવાના સંકેતે ક્રુડ ઓઈલના ભાવ સતત ઊંચા મથાળે મજબૂત રહ્યા છતાં વૈશ્વિક બજારોમાં જાપાનના ટોક્યો શેર બજાર સિવાય એકંદર તેજી સામે સપ્તાહના અંતે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ શેરોમાં સાંકડી વધઘટના અંતે સ્થિરતા જોવાઈ હતી. ફંડોની સેક્ટરલ ઉદ્યોગ પ્રમાણે શેરોમાં પોર્ટફોલિયો ફેરબદલની કવાયત થતી જોવાઈ હતી. ફંડો ઓટોમોબાઈલ શેરોમાં તેજીનો વેપાર ખંખેરતા જોવાયા સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, એફએમસીજી, હેલ્થકેર શેરોમાં વેચવાલ રહ્યા હતા. જ્યારે બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં સિલેક્ટિવ લેવાલ રહ્યા હતા. સેન્સેક્સ આગલા બંધ ૭૭૫૩૭.૭૨ સામે આજે ૭૭૭૨૬થી ૭૭૪૪૫ વચ્ચે અથડાઈ અંતે ૩.૧૧ પોઈન્ટ વધીને ૭૭૫૩૭.૭૨ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૨૮૫થી ૨૪૨૦૬ વચ્ચે અથડાઈ અંતે ૨૦.૧૫ પોઈન્ટ વધીને ૨૪૨૫૨ બંધ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે સાંજે બ્રેન્ટ ક્રુડના ૯૪ ડોલરની સપાટી કુદાવીને ૯૪.૧૧ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૮૭.૧૧ ડોલર નજીક રહ્યા હતા.
વાહનોના ભાવ વધારાએ ઓટો શેરોમાં વેચવાલી : ઓટો ઈન્ડેક્સ ૪૪૧ ગબડયો : મારૂતી રૂ.૨૦૯ તૂટયો
ઓટોમોબાઈલ કંપનીઓ ખાસ પેસેન્જર વાહન ઉત્પાદકો દ્વારા કારના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો હોઈ ફંડોની આજે ઓટો શેરોમાં વેચવાલી રહી હતી. હ્યુન્ડાઈ મોટર અને ટાટા મોટર્સ દ્વારા ભાવ વધારો જાહેર કરાયો હોઈ અને બીજી તરફ દેશમાં ઘણા વિસ્તારોમાં પૂરતા વરસાદના અભાવે નબળા પાકની ધારણાએ પણ વાહનોનું વેચાણ ઘટવાના અંદાજોએ આજે ફંડોની વેચવાલી રહી હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૭.૧૫ તૂટીને રૂ.૨૮૬૦.૩૫, મારૂતી સુઝુકી રૂ.૨૦૮.૬૦ તૂટીને રૂ.૧૩,૫૮૦, સોના કોમ રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૮૧૩, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭.૭૦ ઘટીને રૂ.૨૩૪૯.૦૫, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૪૭૨.૩૫, એમઆરએફ રૂ.૧૩૪૪.૩૦ ઘટીને રૂ.૧,૩૨,૬૨૧, બોશ રૂ.૪૦૩.૨૫ ઘટીને રૂ.૪૮,૧૭૬.૭૫, શેફલર રૂ.૩૦.૬૫ ઘટીને રૂ.૪૦૧૭.૪૦, આઈશર મોટર્સ રૂ.૫૬.૦૫ ઘટીને રૂ.૮૦૦૧.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૩.૬૫ ઘટીને રૂ.૩૪૧૭, હીરો મોટોકોર્પ રૂ.૨૧.૯૦ ઘટીને રૂ.૫૭૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૪૦.૯૧ પોઈન્ટ ઘટીને ૬૪૨૬૦.૭૧ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૧૬૮ પોઈન્ટ ઘટયો : ક્વોલિટી ફાર્મા રૂ.૨૭૦, નોવાર્ટિસ રૂ.૫૯, ગ્લેક્સો રૂ.૧૦૦ તૂટયા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડો આજે નફારૂપી હળવા થયા હતા. ક્વોલિટી ફાર્મા રૂ.૨૭૦.૧૫ તૂટીને રૂ.૩૩૫૭.૧૦, નોવાર્ટિસ રૂ.૫૯.૦૫ ઘટીને રૂ.૧૪૨૩.૪૦, સોલારા રૂ.૨૨.૫૦ ઘટીને રૂ.૬૧૫.૬૦, ગ્લેક્સો રૂ.૧૦૦.૩૫ ઘટીને રૂ.૨૮૯૯.૬૦, પોલીમેડ રૂ.૪૮.૬૫ ઘટીને રૂ.૧૭૧૭.૭૫, કોહાન્સ રૂ.૧૨.૯૫ ઘટીને રૂ.૪૬૨.૬૦, ટોરન્સ ફાર્મા રૂ.૧૧૪.૪૦ ઘટીને રૂ.૪૮૮૦.૫૦, રૂબિકોન રૂ.૩૬.૯૫ ઘટીને રૂ.૧૭૨૫.૨૫, રેઈનબો રૂ.૨૯.૧૦ ઘટીને રૂ.૧૪૩૦.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૬૮.૨૫ પોઈન્ટ ઘટીને ૫૦૫૪૫.૨૧ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં નાસ્દાક પાછળ ફંડો વેચવાલ : ઓનવર્ડ ટેકનો, સિલ્વર ટચ ટેકનોલોજી, મેપમાય ઈન્ડિયા ઘટયા
અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ગઈકાલે ૨૬૪ પોઈન્ટ ઘટી આવતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. સિલ્વર ટચ ટેકનોલોજીસ રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૧૮૫.૯૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૮.૯૫ ઘટીને રૂ.૨૮૬.૫૦, મેપમાય ઈન્ડિયા રૂ.૨૧.૧૫ ઘટીને રૂ.૯૮૫.૨૫, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૫૩૩.૧૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૭૯.૭૫, રામકો સિસ્ટમ રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૫૪૨.૭૫, ઈમુદ્રા રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૫૪૦.૮૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૧૩૦૪, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૭૨.૦૫ ઘટીને રૂ.૧૧,૬૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૨૩.૧૭ પોઈન્ટ ઘટીને ૨૯૩૩૪.૦૬ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડો હળવા થયા : જગતજીત ઈન્ડસ્ટ્રીઝ, બલરામપુર ચીની, રેણુકા સુગર ઘટયા
સુગર-એફએમસીજી શેરોમાં ફંડો હળવા થયા હતા. કેન્દ્ર સરકારે તહેવારો ટાંકણે ખાંડના ભાવમાં તીવ્ર વધારાને લઈ ભાવ અંકુશના પગલાં સાથે ૧૦ લાખ ટન કાચી ખાંડની આયાતની મંજૂરી આપતાં ખાંડના ભાવ ઘટાડાની ધારણાએ સુગર શેરોમાં તેજીના વળતા પાણી થતા જોવાયા હતા. બલરામપુર ચીની રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૭૨૯.૭૫, રેણુકા સુગર રૂ.૧.૦૩ ઘટીને રૂ.૨૫.૧૩, ઉત્તમ સુગર રૂ.૧૧.૮૫ ઘટીને રૂ.૩૨૨.૮૫, દ્વારકેશ સુગર રૂ.૧.૭૯ ઘટીને રૂ.૫૩.૬૦, મગધ સુગર રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૬૦૨.૨૫ રહ્યા હતા. બ્રિટાનીયા રૂ.૧૮૪.૯૫ ઘટીને રૂ.૫૩૬૪.૦૫, જગતજીત ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૯૦ ઘટીને રૂ.૧૫૦.૩૫, ગુજરાત અંબુજા એક્ષપોર્ટ રૂ.૬.૧૦ ઘટીને રૂ.૧૭૭.૩૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૨૨.૩૭ પોઈન્ટ ઘટીને ૧૭૯૮૦.૪૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફંડોની સિલેક્ટિવ તેજી : એયુ બેંક, ફેડરલ બેંક, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૨૦.૩૦ વધીને રૂ.૧૧૦૫.૧૫, ફેડરલ બેંક રૂ.૪.૨૫ વધીને રૂ.૩૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૩૦ વધીને રૂ.૪૦૨.૮૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૧૫ વધીને રૂ.૨૪૬.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૭.૫૦ વધીને રૂ.૧૪૧૯ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૫૮.૨૦ પોઈન્ટ વધીને ૬૫૩૬૮.૮૦ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની મજબૂતી : હિન્દુસ્તાન ઝિંક, નાલ્કો, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની પસંદગીન ખરીદી રહી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૧.૮૦ વધીને રૂ.૫૯૪.૮૦, નાલ્કો રૂ.૯.૬૦ વધીને રૂ.૩૯૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૧૧૨૮, હિન્દાલ્કો રૂ.૯.૧૦ વધીને રૂ.૧૦૩૭.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૭.૫૫ પોઈન્ટ વધીને ૪૧૭૯૫.૬૪ બંધ રહ્યો હતો. હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાતા માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ : ૨૧૭૭ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સિલેક્ટિવ શેરોમાં આકર્ષણ જળવાતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૮૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૭૭ અને ઘટનારની સંખ્યા ૨૧૫૨ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૫૪૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૧૨૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૪૨.૭૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૫૬૦.૯૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૦૩.૬૨ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૧૨૪.૧૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૨૫૮.૭૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૩૪.૫૭ કરોડની વેચવાલી કરી હતી.









