Business

ફંડ એકત્રીકરણ નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: જૂન માસમાં ડેટ ઇશ્યુઅન્સના સહારે કુલ ભંડોળ એકત્રીકરણ ₹3.15 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું. આ મે મહિનાની સરખામણીએ 122%નો ઉછાળો દર્શાવે છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ માસિક રેકોર્ડ છે. આ વૃદ્ધિ મુખ્યત્વે ડેટ ઇશ્યુઅન્સ દ્વારા થઈ, જે ₹2.59 લાખ કરોડ હતું. જૂનમાં 8 કંપનીઓએ IPO થકી ₹4,700 કરોડ એકત્ર કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ફંડ એકત્રીકરણ નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

એસએમઈ IPO થકી નોંધપાત્ર ભંડોળ ઉભું કરાયું
ડેટ ઈશ્યુઅન્સના સહારે કુલ એકત્રિત ભંડોળ મે મહિનાની સરખામણીએ ૧૨૨% ઉછાળીને રૂ. ૩.૧૫ લાખ કરોડ : જૂનમાં આઠ કંપનીઓએ IPO થકી રૂ. ૪,૭૦૦ કરોડ એકત્ર કર્યા
અમદાવાદ : ઈક્વિટી ઉપરાંત ઋણ સાધનો મારફત બજારમાંથી નાણાં ઊભા કરવાની માત્રા જૂનમાં નવી વિક્રમી સપાટીએ પહોંચી હતી. જૂન મહિનામાં પ્રારંભિક જાહેર ભરણાં (આઈપીઓ) માટેનું બજાર નરમ રહ્યું હોવા છતાં, ડેટ ઈશ્યુઅન્સના આધારે કુલ ફંડ એકત્રિકરણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું. ઇક્વિટી, ડેટ અને બિઝનેસ ટ્રસ્ટ્સ દ્વારા કુલ ભંડોળ એકત્રિકરણ વધીને રૂ. ૩.૧૫ લાખ કરોડ થયું હતું. જે માસિક ધોરણે ૧૨૨ ટકાનો ઉછાળો દર્શાવે છે.
એનએસઈ માર્કેટ પલ્સ રિપોર્ટ અનુસાર, આ અત્યાર સુાૃધીનો સૌથી વાૃધુ માસિક ફંડ એકત્રિકરણનો રેકોર્ડ છે. રિપોર્ટમાં નોંાૃધવામાં આવ્યું છે કે આ વાૃધારો મુખ્યત્વે ડેટ ઈશ્યુઅન્સ દ્વારા સંચાલિત હતો, જે માસિક ૧૪૨ ટકા વાૃધીને રૂ. ૨.૫૯ લાખ કરોડ થયું હતું. જેને કમર્શિયલ પેપર્સ અને પ્રાઈવેટલી-પ્લેસ્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) દ્વારા ઉચ્ચ ફંડ એકત્રીકરણનું સમર્થન મળ્યું હતું.
ડેટ સેગમેન્ટમાં, વૃદ્ધિ ખાસ કરીને કમર્શિયલ પેપર્સના ઈશ્યુઅન્સને કારણે હતી, જે મે મહિનામાં રૂ. ૮૦,૪૧૦ કરોડ હતા તે જૂનમાં બમણાથી વાૃધુ વાૃધીને રૂ. ૧.૯ લાખ કરોડ થઈ ગયા હતા. આ જ સમયગાળા દરમિયાન, પ્રાઈવેટ એનસીડી ઈશ્યુઅન્સ વાૃધીને રૂ. ૬૯,૭૦૦ કરોડ થયા હતા, જે કોર્પોરેટ્સ તરફથી મજબૂત ફંડિંગ માંગ દર્શાવે છે.
ઇક્વિટી સેગમેન્ટમાં કુલ ફંડ એકત્રીકરણ વાૃધીને રૂ. ૫૩,૦૦૦ કરોડ થયું હતું, જેનું મુખ્ય કારણ ઉચ્ચ પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ્સ અને ક્વોલિફાઈડ ઈન્સ્ટીટયુશનલ પ્લેસમેન્ટ્સ (કયુઆઈપી) હતા.
રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ દ્વારા ફંડ એકત્રીકરણ રૂ. ૨,૦૦૦ કરોડ રહ્યું હતું, જે મે મહિનામાં રૂ. ૫,૦૦૦ કરોડ હતું.
જૂનમાં મેઈનબોર્ડ અને એનએસઈ ના ઈનર્જ પ્લેટફોર્મ પર નાના અને મધ્યમ એન્ટરપ્રાઈઝિસ (એસએમઈ) માં રૂ. ૧,૯૦૦ કરોડના આઈપીઓ એકત્રીકરણ સાથે થોડો સુાૃધારો જોવા મળ્યો હતો.
ઇક્વિટી સેગમેન્ટમાં, પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ્સે ફંડ એકત્રિકરણમાં સૌથી વધુ યોગદાન આપ્યું હતું, જે વધીને રૂ. ૨૨,૫૦૦ કરોડ થયું હતું. સેકન્ડરી માર્કેટ ઓફર ફોર સેલના ઈશ્યુઅન્સ રૂ. ૨૧,૦૦૦ કરોડ રહ્યા હતા, જ્યારે કયુઆઈપી દ્વારા રૂ. ૭,૫૦૦ કરોડ એકત્ર કરાયા હતા.
FY27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1FY27) માં આઠ કંપનીઓ મેઈનબોર્ડ પર લિસ્ટ થઈ હતી અને રૂ. ૪,૭૦૦ કરોડ એકત્ર કર્યા હતા. બીએસઈ એસએમઈ ખાતે માટે, જૂનમાં આઈપીઓ દ્વારા ભંડોળ એકત્રિકરણ રૂ. ૯૪૦.૬ કરોડ રહ્યું હતું, જે મે મહિનામાં નોંધાયેલા રૂ. ૫૦.૫ કરોડથી વધુ છે.