FTA અને નિકાસને વેગ એ નવી સરકારનો મહત્વપૂર્ણ એજન્ડા

નવી દિલ્હી : વડા પ્રધાન નરન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર હેઠળના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો સૌથી મોટો પડકાર મર્ચેેન્ડાઇઝ નિકાસની વૃદ્ધિને પુન:સ્થાપિત કરવાનો રહેશે, જે ભૌગોલિક રાજકીય જોખમો અને ઉચ્ચ ફુગાવો જેવા બાહ્ય પરિબળોનો સામનો કરી રહી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં એક ટ્રિલિયન ડાલરની મર્ચેન્ડાઇઝ નિકાસના લક્ષ્યાં ક અનુસાર આ માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર થવાની અપેક્ષા છે.
એવી શક્યતા છે કે નવી સરકાર અધૂરા એજન્ડાને, ખાસ કરીને ઓમાન સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર કરવા સંબંધિત કાર્ય પૂર્ણ કરશે ભારત અને ઓમાન વચ્ચેની વાટાઘાટો આ વર્ષની શરૂઆતમાં પૂર્ણ થઈ હતી અને નવી સરકારની રચના પછી કેબિનેટની મંજૂરી મળતાની સાથે જ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
જો કે અગાઉ નવી સરકારના ૧૦૦ દિવસના એક્શન પ્લાન હેઠળ જુલાઈમાં ભારત અને બ્રિટન સાથે મંત્રણા પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ મંત્રણા ફરી શરૂ કરવામાં વધુ સમય લાગી શકે છે, કારણ કે જુલાઈમાં બ્રિટનમાં પણ ચૂંટણી યોજાવાની છે.
જ્યારે પેરુ યુરોપિયન યુનિયન (ઈયુ) સાથે એફટીએ વાટાઘાટો ચાલુ રાખે તેવી શક્યતા છે, ત્યારે આગામી થોડા મહિનામાં દક્ષિણ આફ્રિકન કસ્ટમ્સ યુનિયન, ચિલી અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ સાથે એફટીએ વાટાઘાટો શરૂ કરવા માટે ચર્ચા ચાલી રહી છે.
પ્રથમ ૧૦૦ દિવસમાં બીજી પ્રાથમિકતા ઈ-પ્લેટફોર્મ-ટ્રેડ કનેક્ટની શરૂઆત પણ હોઈ શકે છે. તે નિકાસકારોને આંતરરાષ્ટ્રીય વેપાર હિતધારકો સાથે જોડવામાં મદદ કરશે.
નવી સરકાર વૈશ્વિક સ્તરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઈન્ડસ્ટ્રીયલ પાર્કના નિર્માણને ટેકો આપવા અને મેન્યુફેક્ચરિંગમાં રોકાણને આકર્ષિત કરવા માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) કાયદામાં પેન્ડિંગ સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જો કે, તેનો ચોક્કસ સમય નવી સરકારની પ્રાથમિકતાઓ પર આધાર રાખે છે.




