રેલવેથી માંડી પેટ્રોલ પંપ સુધી... એ 5 UPI ની રોજિંદી લેવડ-દેવડ જ્યાં લાગશે રૂ.5 MDR
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flat Five Rupee UPI MDR: સરકારે નવા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફ્રેમવર્કની વિગતવાર જાહેરાત કરી દીધી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જારી કરાયેલા તાજા પરિપત્ર મુજબ, તમામ કેટેગરી પર એકસરખો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. નવા નિયમ હેઠળ ₹2,000થી ઓછા વ્યવહારો પર MDR શૂન્ય રાખવામાં આવ્યો છે, જ્યારે ₹2,000થી વધુ રકમના પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR લાગુ થશે. જોકે, સરકારે વેપારીઓ અને સર્વિસ પ્રોવાઇડર્સને મોટી રાહત આપતાં પાંચ મહત્ત્વપૂર્ણ સેક્ટર્સ માટે 'UPI MDR ફ્લેટ રેટ મોડેલ' દાખલ કર્યું છે, જ્યાં ટ્રાન્ઝેક્શનની રકમ ભલે ગમે તેટલી મોટી હોય, MDR માત્ર નિશ્ચિત ₹5 જ લેવાશે.
આવતા મહિનાની 15 તારીખથી નવો નિયમ: ₹10,000ના પેમેન્ટ પર પણ માત્ર ₹5 ચાર્જ
NPCIના પરિપત્ર અનુસાર, આ નવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્ક આવતા મહિનાની 15 તારીખથી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે:
- ₹5નો કન્સેશનલ દર: નિર્ધારિત પાંચ કેટેગરીમાં ₹2,001 કે તેથી વધુ ગમે તેટલું મોટું પેમેન્ટ કરવામાં આવે તો પણ MDR પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર ₹5 જ રહેશે.
- ઓછા માર્જિનવાળા સેક્ટર્સને રાહત: આ નિર્ણય ખાસ કરીને એવા ક્ષેત્રો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે જ્યાં વ્યવહારોનું મૂલ્ય ઘણું ઊંચું હોય છે પરંતુ નફાનું માર્જિન ઓછું હોય છે.
- ઉદાહરણ: સામાન્ય નિયમ મુજબ ₹10,000ના UPI પેમેન્ટ પર 0.4% લેખે વેપારીએ ₹40નો MDR ચૂકવવો પડે, પરંતુ ફ્લેટ-રેટ મોડેલમાં સામેલ સેક્ટર્સને ₹10,000ના પેમેન્ટ સામે માત્ર ₹5નો જ MDR ચૂકવવો પડશે.
ફ્લેટ ₹5 MDR મોડેલમાં સામેલ આ 5 મોટા વ્યવહારો:
1. પેટ્રોલ પંપ: પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુના UPI પેમેન્ટ માટે 0.4% ના બદલે ફ્લેટ ₹5 MDR લાગુ થશે. પેટ્રોલ-ડીઝલના વેચાણ પર માર્જિન મર્યાદિત હોવાથી રિટેલ વિક્રેતાઓ માટે ડિજિટલ પેમેન્ટને પરવડે તેવું રાખવા આ રાહત આપવામાં આવી છે.
2. રેલવે ટિકિટ બુકિંગ: ટ્રેન ટિકિટ ખરીદવા માટે કરવામાં આવતા ₹2,000થી વધુના વ્યવહારો પર પણ ફ્લેટ ₹5 MDR લેવાશે. આ ચાર્જ મુસાફરો પર લાગશે નહીં, એટલે કે સામાન્ય નાગરિકોએ ટિકિટ માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે, પરંતુ ટિકિટિંગ સેવા આપતી ઇન્ડિયન રેલવે આ ચાર્જ ચૂકવશે.
3. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ: UPI દ્વારા વીમા પ્રીમિયમ ભરવા પર પણ ફ્લેટ ₹5નો નિયમ લાગુ કરાયો છે. પ્રીમિયમની રકમ ભલે લાખો રૂપિયામાં હોય, વીમા કંપની પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર ₹5 MDR જ લેવામાં આવશે.
4. ટેલિકોમ સેવાઓ: ₹2,000થી વધુના ટેલિકોમ ટ્રાન્ઝેક્શન્સને પણ આ યાદીમાં સમાવાયા છે. મોંઘા મોબાઈલ રિચાર્જ, બ્રોડબેન્ડ કે કોર્પોરેટ કનેક્શનના બિલ પેમેન્ટ પર ટેલિકોમ કંપનીઓએ પ્રતિ ટ્રાન્ઝેક્શન ફિક્સ્ડ ₹5નો જ દર આપવો પડશે.
5. વીજળી, પાણી અને PNG બિલ: સામાન્ય જનજીવન સાથે જોડાયેલી ઉપયોગિતા સેવાઓ જેવી કે વીજળી બિલ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી બિલ અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) બિલ પેમેન્ટ ₹2,000થી વધુ હોય તો પણ કલેક્શન એજન્સી કે કંપની પર માત્ર ફ્લેટ ₹5 MDR જ લાગશે.




