Business

ભારત કેન્દ્રીત ફંડોમાંથી વિદેશી રોકાણકારોની પીછેહઠ

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: વિદેશી રોકાણકારો ભારતીય ફંડોમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે. ઇલારા કેપિટલના રિપોર્ટ મુજબ, ચાલુ વર્ષે ભારત કેન્દ્રીત ફંડોમાંથી 9 અબજ ડોલરનો આઉટફ્લો થયો છે. આ રોકાણકારો અમેરિકા કેન્દ્રીત ફંડોમાં 27 અબજ ડોલરનું નવું રોકાણ કરી રહ્યા છે. AI ક્ષેત્રે બદલાતી પસંદગી વચ્ચે દક્ષિણ કોરિયા અને તાઈવાન તરફ પણ રોકાણ વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત કેન્દ્રીત ફંડોમાંથી વિદેશી રોકાણકારોની પીછેહઠ

૨૦૨૬માં ૯ અબજ ડોલરનો આઉટફલો જ્યારે અમેરિકા કેન્દ્રીત ફંડમાં ૨૭ અબજ ડોલરનું રોકાણ
વિદેશી રોકાણકારો દ. કોરિઆ તથા તાઈવાન કેન્દ્રીત ફંડ તરફ વળ્યા
મુંબઈ : ભારત કેન્દ્રીત ફન્ડોમાંથી વિદેશી રોકાણકારો પોતાના રોકાણ ઘટાડી રહ્યાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. ઈન્ડિયા ફોકસ્ડ ફન્ડસમાંથી નાણાં પાછા ખેંચી વિદેશી રોકાણકારો અમેરિકા કેન્દ્રીત ફન્ડસમાં રોકાણ તરફ વળ્યા હોવાનું પણ પ્રાપ્ત માહિતીમાં જણાવાયું છે.આર્ટિફિસિએલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રમાં બદલાઈ રહેલી પસંદગી વચ્ચે વૈશ્વિક રોકાણકારો પોતાના રોકાણ વ્યૂહમાં બદલાવ લાવી રહ્યાના પણ સંકેત મળી રહ્યા છે.
ઈલારા કેપિટલના એક રિપોર્ટ પ્રમાણે, વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારત કેન્દ્રીત ફન્ડોમાંથી રોકાણકારોએ નેટ ૯ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે. બીજી બાજુ ગયા સપ્તાહમાં અમેરિકા કેન્દ્રીત ફન્ડસમાં ૨૭ અબજ ડોલરની નવો મૂડી પ્રવાહ જોવા મળ્યો છે. આ અગાઉને બે સપ્તાહમાં રોકાણકારોએ ૨૫ અબજ ડોલર જેટલા પાછા ખેંચી લીધા હતા.
ભારત સહિતની ઊભરતી બજારોમાં સાવચેતી સાથે રોકાણકારો અમેરિકાની બજારને પ્રાથમિકતા આપી રહ્યા હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.
વર્તમાન વર્ષમાં ભારત કેન્દ્રીત ફન્ડસમાં લોન્ગ ફન્ડસમાંથી ૭ અબજ ડોલર અને એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસમાંથી બે અબજ ડોલર જેટલું ઈન્વેસ્ટમેન્ટસ રીડિમ કરાયાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
માર્ચ ૨૦૨૩થી ઓકટોબર, ૨૦૨૪ના ગાળામાં ભારત કેન્દ્રીત લોન્ગ ઓન્લી ફન્ડસમાં અંદાજે ૨૦ અબજ ડોલરનો પ્રવાહ જોવા મળ્યો હતો જેમાંથી વર્તમાન વર્ષના સાત અબજ ડોલર સહીત ૧૨ અબજ ડોલર પાછા ખેંચી લેવાયા છે.
ભારત કેન્દ્રીત ફન્ડસમાંથી થયેલા રિડમ્પશનમાં સૌથી વધુ રિડમ્પશન લક્ષમબર્ગ ખાતેથી જોવા મળ્યું છે. આ વિસ્તારમાંથી ૩.૫૦ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચાયું હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. ૨.૪૦ અબજ ડોલર સાથે અમેરિકા વિસ્તારનો બીજો ક્રમ જ્યારે ૨.૧૦ અબજ ડોલર સાથે રોકાણ પાછા ખેંચવામાં જાપાનનો ત્રીજો ક્રમ રહ્યો છે.
એઆઈ ક્ષેત્રના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહ ધીમો પડી રહ્યો હોવાનું પણ માનવામાં આવે છે. એપ્રિલ તથા મેમાં આવેલા કરેકશન બાદ વિદેશી રોકાણકારો દક્ષિણ કોરિઆ તથા તાઈવાન કેન્દ્રીત ફન્ડસ તરફ વળ્યા છે. જો કે એઆઈની રેલી વખતે જે નાણાં ઠલવાયા હતા તેની સરખામણીએ હાલની રોકાણ ગતિ ધીમી છે.
એઆઈ વેપાર હવે માત્ર પસંદગીના સીધા લાભકર્તા પૂરતી જ રહી છે જે અગાઉ સંપૂર્ણ ક્ષેત્રમાં જોવા મળતો હતો.કિંમતી ધાતુમાં રોકાણ કરતા ફન્ડોમાં પ્રવાહ સ્થિર થઈ રહ્યો હોવાનું પ્રારંભિક સંકેતો કહી રહ્યા છે. ગયા સપ્તાહમાં ગોલ્ડ ફન્ડસમાં ૩૧.૭૦ કરોડનો ઈન્ફલો રહ્યો છે.