Get The App

ખાદ્યતેલોમાં મંદી : વાયદા તૂટતાં મંદીની સર્કીટો અમલી

- અમેરિકાના કૃષિ બજારો ઝડપથી ગબડયા: ચીનની માગ રૂધાઈ

- એરંડા વાયદો પણ તૂટયો: સૌરાષ્ટ્ર કોટન વોશ્ડમાં કડાકો

Updated: Jan 27th, 2020

GS TEAM

Google News
Google News
ખાદ્યતેલોમાં મંદી : વાયદા તૂટતાં મંદીની સર્કીટો અમલી 1 - image

મુંબઈ, તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર

મુંબઈ તેલિ-બિયાં બજારમા વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વબજારના સમાચાર ઝડપી નરમાઈ બતાવતા હતા. ચીનના કાતિલ વાયરસનો ઉપદ્રવ અન્ય વિવિધ દેશોમાં ફેલાઈ રહ્યાના સમાચાર વચ્ચે વિશ્વબજારમાં અજંપો વધ્યો છે. અમેરિકાના કૃષી બજારોમાં ચીનની માગ રુંધાતાં અમેરિકાના બજારો આજે વધુ ગબડયાના સમાચાર હતા. અમેરિકા- શિકાગો બજારમાં આજે સાંજે સોયાતેલ વાયદાના ભાવ પ્રોજેક્શનમાં ૧૧૦થી ૧૧૫ પોઈન્ટ માઈન્સમાં રહ્યા હતા. 

ઘરઆંગણે વાયદા બજારમાં ભાવ ગબડતાં આજે ક્રુડ પામ ઓઈલ સીપીઓ વાયદામાં તથા સોયાતેલ વાયદામાં મંદીની સર્કીટ લાગ્યાના સમાચાર હતા. સોયાતેલ વાયદાના ભાવ આજે ઉંચામાં રૂ.૮૬૩ રહ્યા પછી ભાવ ગબડી નીચામાં ૮૩૭.૬૦ થઈ સાંજે ભાવ રૂ.૮૪૫ બોલાઈ રહ્યા હતા જ્યારે ક્રુડ પામ ઓઈલ સીપીઓ વાયદાના ભાવ આજે ઉંચામાં રૂ.૭૬૪.૫૦ રહ્યા પછી નીચામાં ભાવ  રૂ.૭૩૮ થઈ સાંજે ભાવ રૂ.૭૪૫.૫૦ બોલાઈ રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૮૫૨ વાળા ગબડી રૂ.૮૪૦ બોલાયા હતા. જ્યારે જેએનપીટીના ભાવ રૂ.૮૪૫ વાળા રૂ.૮૩૦ રહ્યા હતા. રૂ.૮૩૫માં આજે આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા.

દરમિયાન, ક્રુડ પામ ઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૮૮ વાળા રૂ.૭૭૩ બોલાયા હતા. સોયાતેલ હાજરમાં આજે ભાવ ડિગમના રૂ.૮૫૦ વાળા રૂ.૮૪૦ જ્યારે રિફાઈન્ડના રૂ.૮૮૫ વાળા રૂ.૮૭૫ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૮૬૦ તથા રિફાઈન્ડના રૂ.૮૯૫ વાળા રૂ.૮૮૦ રહ્યા હતા જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૯૧૦ વાળા રૂ.૯૦૦ તથા કોપરેલના રૂ.૧૩૮૦ રહ્યા હતા. લ્યુનાર ન્યુ યરના પગલે મલેશિયાના બજારો આજે બંધ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૪૦ રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૭૫થી ૧૧૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૭૫૦ થી ૧૭૬૦ રહ્યા હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ રૂ.૮૧૨થી ૮૧૫ વાળા ગબડી રૂ.૮૦૦ની અંદર ઉતરી રૂ.૭૮૫થી ૭૯૦ બોલાયા હતા તથા તેના પગલે મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ ૧૦ કિલોના રૂ.૮૬૫થી ૮૭૦ વાળા તૂટી રૂ.૮૫૦ બોલાતા થયા હતા.

મુંબઈ દિવેલના ભાવ આજે ૧૦ કિલોદીઠ રૂ.પાંચ માઈનસમાં રહ્યા હતા. જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૧૫૫ વાળા રૂ.૪૧૩૦ રહ્યા હતા. દેશમાં પામતેલની આયાત ઘટાડવા સરકાર પ્રોસેસીંગ ઉદ્યોગને હળવી શરતોએ ધિરાણ ઉપલબ્ધ બનાવશે એવા સમાચાર મળી રહ્યા હતા.

એરંડા વાયદા બજાર ગબડતાં આજે સાંજે ફેબુ્રઆરી વાયદાના ભાવ રૂ.૯૦ માઈનસમાં રહ્યા હતા. ચીનમાં વાયરસના પગલે ત્યાં લ્યુનાર નવા વર્ષની રજાઓ લંબાવાયાની ચર્ચા હતી. ભારતમાં મલેશિયાથી પામતેલની આયાત ઘટાડાઈ છે ત્યારે યુરોપના દેશોમાં પણ આવા પામતેલની આયાત ઘટાડવા નિર્ણય કરાયાના સમાચાર હતા.

Tags :