ફ્લેક્સી કેપ ફંડ્સ: તમારા રોકાણમાં ફ્લેક્સિબિલિટી અને સંતુલન રાખવાનો સૌથી ઉત્તમ વિકલ્પ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flexi Cap Funds: Smart Allocation, Maximum Growth: ઈક્વિટીમાં રોકાણ કરતી વખતે અવારનવાર એક સવાલ થાય છે કે, લાર્જ, મિડ કે સ્મોલ કેપમાંથી કયો વિકલ્પ પસંદ કરવો? દરેક ક્ષેત્ર અલગ-અલગ તકો પૂરી પાડે છે અને બજારના ઉતાર-ચઢાવ સાથે તેનો જવાબ બદલાઈ શકે છે. ફ્લેક્સી કેપ ફંડ્સ આ ત્રણેય ક્ષેત્રોમાં રોકાણ કરીને આ સમસ્યાનો ઉકેલ આપે છે. તે પ્રોફેશનલ ફંડ મેનેજરને બજારની સ્થિતિ અને તકોના આધારે યોગ્ય ફાળવણી નક્કી કરવાની ફ્લેક્સિબિલિટી (લવચીકતા) આપે છે.
જે રોકાણકારો જાતે ફાળવણીના નિર્ણયો લીધા વિના લાંબા ગાળાનું ઈક્વિટી એક્સપોઝર મેળવવા માગે છે, તેમના માટે આ અભિગમ સમજી લેવો યોગ્ય છે. આ વાત એક ઉદાહરણથી સમજીએ. એક ફૂટબોલ ટીમ વિશે વિચારો. તમારે એવા ખેલાડીઓની જરૂર છે, જે મેદાનમાં તેમની જગ્યા પર મજબૂત રહી શકે, રમતની ગતિ જાળવી શકે અને તક મળતાં જ ઝડપથી આગળ વધી શકે. પરંતુ રમત જેમ જેમ આગળ વધે તેમ વ્યૂહરચના બદલવાની સ્વતંત્રતા ટીમ મેનેજર પાસે હોવી જરૂરી છે. વિવિધ કંપનીઓમાં રોકાણને પણ આ જ વાત લાગુ પડે છે.
ફ્લેક્સી કેપ ફંડ શું છે?
ફ્લેક્સી કેપ ફંડ એ એવું ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે જે લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓમાં રોકાણ કરી શકે છે. સેબી (SEBI)ના નિયમો અનુસાર, તેની કુલ સંપત્તિના ઓછામાં ઓછા 65% નાણાં ઈક્વિટી અને ઈક્વિટી-સંબંધિત સાધનોમાં રોકાયેલા હોવા જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો, ફંડના દર ₹100માંથી ઓછામાં ઓછા ₹65 કંપનીના શેર અથવા તેને લગતા સાધનોમાં રોકવામાં આવે છે.
દરેક ખેલાડીનું શું યોગદાન છે?
- લાર્જ કેપ્સ: માર્કેટ કેપિટલાઇઝેશન મુજબ ટોચની 100 કંપનીઓ લાર્જ કેપ્સમાં આવે, જે સામાન્ય રીતે સુસ્થાપિત વ્યવસાયો છે અને સાપેક્ષ સ્થિરતા લાવી શકે છે.
- મિડ કેપ્સ: 101થી 250 ક્રમ ધરાવતી કંપનીઓ, જે વિકાસની તકો દ્વારા ગતિ પૂરી પાડી શકે છે.
- સ્મોલ કેપ્સ: 251મા ક્રમ પછીની કંપનીઓ, જે મોટી કંપનીઓ કરતાં વધુ ચપળ હોવાની સાથે નવી તકો સર્જી શકે છે, પરંતુ તેમાં જોખમ પણ વધુ હોઈ શકે છે.
ફ્લેક્સિબિલિટી ક્યાં કામ આવે છે?
શું કોઈ ફૂટબોલ મેનેજર રમત ગમે તે દિશામાં જાય તો પણ એક જ પ્રકારની વ્યૂહરચના રાખે? ના, તો એવી જ રીતે ફ્લેક્સી કેપ ફંડ મેનેજરે પણ આ ત્રણેય ક્ષેત્રોમાં નક્કી કરેલું રોકાણ જાળવી રાખવું જરૂરી નથી. બજારની સ્થિતિ, વેલ્યુએશન અને ઉપલબ્ધ તકોના આધારે મેનેજર ક્યાં અને કેટલું રોકાણ કરવું તે નક્કી કરી શકે છે.

રોકાણકારો માટે તેનો અર્થ એ છે કે, એક જ ફંડ દ્વારા વિવિધ કદની કંપનીઓમાં રોકાણ મળે છે, જ્યારે ફાળવણીના નિર્ણયો એક પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા લેવામાં આવે છે.
તમે કેવી રીતે રોકાણ કરી શકો?
તમે ફ્લેક્સી કેપ ફંડમાં લમ્પ સમ (એકસાથે રકમનું રોકાણ) દ્વારા અથવા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણ કરી શકો છો, જેમાં નિયમિતપણે ચોક્કસ રકમનું રોકાણ થાય છે. શું તમે વિચારો છો કે તમારી SIP ભવિષ્યમાં કેટલી વધી શકે છે? તમારી રોકાણની રકમ અને સમયગાળાના આધારે અંદાજ લગાવવા માટે SIP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.
ટીમને એકસાથે લાવવી પણ જરૂરી
દુનિયામાં કોઈ પણ બજાર સતત બદલાતું રહે છે. તેમાં પણ દરેક ક્ષેત્ર હંમેશા એક સમાન તકો આપતું નથી. જેમ ફૂટબોલ મેનેજર રમત બદલાતાં ફોર્મેશનમાં ફેરફાર કરે છે, તેમ ફ્લેક્સી કેપ ફંડ પાસે પણ નવી તકો મુજબ પોતાના માર્કેટ-કેપ મિશ્રણમાં ફેરફાર કરવાની ફ્લેક્સિબિલિટી હોય છે.
ફ્લેક્સી કેપ ફંડ્સ ઈક્વિટી-માર્કેટના જોખમોને આધીન રહે છે. રોકાણ કરતા પહેલાં તમારું લક્ષ્ય, રોકાણનો સમયગાળો અને જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં લો.




