Business

ક્રૂડમાં થાક ખાતી તેજી : અમદાવાદ સોનામાં રૂ. ૧૫૦૦નો ઉછાળો નોંધાયો

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં 1500 રૂપિયાનો સુધારો જોવા મળ્યો, જ્યારે ચાંદી સ્થિર રહી. વૈશ્વિક બજારની નિરસતા અને ડોલર સામે રૂપિયામાં સુધારાની અસર બજાર પર જોવા મળી. બ્રેન્ટ ક્રૂડ 104.92 ડોલર અને યુએસ ક્રૂડ 92.42 ડોલર રહ્યું, પરંતુ મોડી સાંજે ભાવ ફરી ઉંચકાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડમાં થાક ખાતી તેજી : અમદાવાદ સોનામાં રૂ. ૧૫૦૦નો ઉછાળો નોંધાયો

બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૧૦૪.૯૨ ડોલર, યુએસ ક્રૂડ ૯૨.૪૨ ડોલર :મોડી સાંજે ફરી એકવાર ક્રૂડના ભાવ ઊંચકાયા
અમદાવાદ : વૈશ્વિક બજારની નિરસતા પાછળ અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં સુધારા તરફી વલણ રહ્યું હતું. જયારે ચાંદીમાં ટકેલ ટોન રહ્યો હતો. આજે ડોલર સામે રૂપિયામાં સુધારાની પણ બજાર પર અસર જોવાઈ હતી.
વૈશ્વિક બજારમાં શુક્રવારે સોનાના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો હતો પરંતુ સાપ્તાહિક ધોરણે તેમાં ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગેની બદલાતી અપેક્ષાઓ વચ્ચે સ્પોટ ચાંદીના ભાવ ૧.૬% વધીને ૬૪.૯૦ ડોલર પ્રતિ ઔંસ થયા હતા.
ગોલ્ડ સ્પોટ શુક્રવારે ૦.૬% વધીને ૪,૩૦૪.૭૧ ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. જયારે ગોલ્ડ ફ્યુચર્સ ૧% વધીને ૪,૩૪૦ ડોલર રહ્યો હતો. સિલ્વર સ્પોટ:૧.૬% વધીને ૬૪.૯૦ ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. સાપ્તાહિક વલણ પર નજર કરીએ તો સમગ્ર સપ્તાહ દરમિયાન બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને વ્યાજ દરોમાં વધારાની અપેક્ષાઓએ બજારની ગતિ પર દબાણ ઊભું કર્યું હતું.
ઉપરોક્ત અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું ૯૯.૯ રૂ. ૧૫૦૦ વધીને રૂ. ૧૫૭૦૦૦ તથા સોનું ૯૯.૫ રૂ. ૧૫૦૦ વધીને રૂ. ૧૫૬૭૦૦ની સપાટીએ મજબૂત રહ્યુ હતું. જ્યારે ચાંદ રૂ,૨,૩૦,૦૦૦ ની સપાટીએ ટકેલ રહી હતી. જ્યારે મુંબઈ સોના-ચાંદી બજારમાં ચાંદી વધીને રૂ.૨,૩૨,૩૫૦ની સપાટીએ મજબૂત રહી હતી. જ્યારે સોનું ૯૯.૯ વધીને રૂ. ૧,૫૨,૧૧૩ તથા સોનું ૯૯.૫ વધીને રૂ. ૧,૫૧,૫૦૪ની સપાટીએ મજબૂત રહ્યુ હતું.
આજે ક્રૂડના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. આજે બ્રેન્ટ ક્ડ ઘટીને ૧૦૪.૯૨ ડોલર રહ્યું હતું. જ્યારે યુએસ ક્ડ ૯૨.૪૨ ડોલરની સપાટીએ નરમ રહ્યું હતું. આજે વૈશ્વિક બજારમાં પ્લેટનીયમ ૧૭૮૧ ડોલર, પ્લેટનીયમ ૧૨૬૭ ડોલર રહ્યું હતું.
દરમિયાન મોડી સાંજે બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને ૧૦૬.૧૪ ડોલર અને યુએસ ક્રૂડના ૯૪ ડોલર રહ્યા હતા.