Business

શેરબજારમાં F&O ટર્નઓવર ૧૪ મહિનાના તળિયે

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં ઓગસ્ટમાં ઈક્વિટી ડેરિવેટિવ્સનું દૈનિક ટર્નઓવર ઘટીને ₹346.90 લાખ કરોડ થયું છે, જે 14 મહિનાની નીચી સપાટી છે. જુલાઈની સરખામણીમાં 22% ઘટાડો નોંધાયો છે. નિયમનકારી ફેરબદલો અને રોકાણકારોના નબળા સેન્ટિમેન્ટને કારણે બજારના કામકાજ પર અસર પડી છે. જોકે, કેશ સેગમેન્ટમાં ટર્નઓવર લગભગ સ્થિર રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં F&O ટર્નઓવર ૧૪ મહિનાના તળિયે

નિયમનકારી ફેરબદલો તથા સેન્ટિમેન્ટ નબળું પડતા બજારના કામકાજ પર અસર
ઓગસ્ટમાં ડેરિવેટિવ્સમાં દૈનિક ટર્નઓવર ઘટીને રૂ. ૩૪૬.૯૦ લાખ કરોડ : કેશમાં સ્થિરતા
મુંબઈ : સમાપ્ત થયેલા ઓગસ્ટમાં ભારતીય શેરબજારોમાં ઈક્વિટી ડેરિવેટિવ્સમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ઘટી રૂપિયા ૩૪૬.૯૦ લાખ કરોડ સાથે ૧૪ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યુ છે. જુલાઈની સરખામણીએ ટર્નઓવરમાં ૨૨ ટકા ઘટાડો નોંધાયો છે. આની સામે કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર જુલાઈની સરખામણીએ લગભગ સ્થિર રહ્યું છે.
નિયમનકારી ફેરબદલો તથા રોકાણકારોના સેન્ટિમેન્ટ નબળા પડતા બજારના કામકાજ પર અસર પડી હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે.
ઓગસ્ટમાં ડેરિવેટિવ્સ ટર્નઓવરમાં ઘટાડો ડિસેમ્બર, ૨૦૨૪ બાદ સૌથી વધુ રહ્યો છે. તાજેતરના સમયમાં સત્તાવાળા દ્વારા લેવાઈ રહેલા વિવિધ પગલાંને કારણે શેરબજારમાં ઈક્વિટી વેપાર પર અસર પડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
હાલમાં લાગુ કરાયેલા કલોઝિંગ ઓકશન સેસનને કારણે પણ વેપાર પર અસર પડી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ અગાઉ પ્રોપ્રાઈટરી ટ્રેડિંગ ફર્મ્સ તથા કેપિટલ માર્કેટ ઈન્ટરમીડિઅરિસને ધિરાણ માટે સખત ધોરણો જે ૧લી જુલાઈથી અમલી બન્યા છે તેને કારણે વેપાર પર અસર પડી રહી છે.
બેન્ક ગેરન્ટીના નિયમોમાં ફેરબદલને કારણે ટ્રેડિંગ પોઝિશન જાળવી રાખવાનું ખર્ચાળ બન્યું છે. નવા નિયમ પ્રમાણે, બ્રોકરોને બેન્કો દ્વારા અપાતી ગેરન્ટી ૧૦૦ ટકા કોલેટરલ સામે જ આપવાની રહે છે જે પચાસ ટકા સામે હતી.
ખર્ચમાં વધારો થતાં ડેરિવેટિવ્સ તથા કેશ સેગમેન્ટમાં વેપાર કરવાનો ખર્ચ વધી ગયો હોવાનો બજારના વર્તુળો દાવો કરી રહ્યા છે.૧લી એપ્રિલથી ફ્યુચર્સના વેપાર પર એસટીટી ૦.૦૨ ટકા પરથી વધારી ૦.૦૫ ટકા કરાયો છે. જ્યારે ઓપ્શનમાં આ આંક ૦.૧૦ ટકાથી પરથી વધારી ૦.૧૫ ટકા કરાયો છે.
ઓગસ્ટમાં એનએસઈ પર એફએન્ડઓનું ટર્નઓવર ઘટી રૂપિયા ૧૯૩.૩૦ ટ્રિલિયન રહ્યું છે જે જુલાઈમાં રૂપિયા ૨૧૪.૩૦ ટ્રિલિયન જોવા મળ્યું હતું. બીએસઈ પર આ આંક રૂપિયા ૨૩૨.૨૦ ટ્રિલિયન પરથી ઘટી રૂપિયા ૧૫૩.૬૦ ટ્રિલિયન રહ્યો હતો
દરમિયાન કેશમાં એનએસઈ પર સરેરાશ દૈનિક ટર્નઓવર ઓગસ્ટમાં રૂપિયા ૧.૧૯ ટ્રિલિયન રહ્યું હતું જે જુલાઈમાં રૂપિયા ૧.૨૦ ટ્રિલિયન જોવા મળ્યું હતું. બીએસઈ પર આ આંક રૂપિયા ૯૮૭૦ કરોડ પરથી વધી રૂપિયા ૧૦૫૯૧ કરોડ રહ્યું હોવાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. .