Business

ક્રૂડમાં ઉંચા ભાવથી ઘટાડો: સોના-ચાંદીમાં પીછેહટ સામે પ્લેટીનમના ભાવ ઉંચકાયા

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે પ્લેટીનમના ભાવ ઉંચકાયા હતા. ડોલર સામે રૂપિયો મજબૂત થતા ઇમ્પોર્ટ કોસ્ટ ઘટી છે. અમદાવાદમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. 500 ઘટી રૂ. 149000 થયો. મુંબઈમાં જીએસટી વગર સોનાના ભાવ રૂ. 700 અને ચાંદીના રૂ. 1000 ઘટ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડમાં ઉંચા ભાવથી ઘટાડો: સોના-ચાંદીમાં પીછેહટ સામે પ્લેટીનમના ભાવ ઉંચકાયા

ડોલર તૂટતાં ઝવેરી બજારમાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જો કે પ્લેટીનમના ભાવ ઉંચકાયા હતાં. ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ તૂટતાં તેની અસર ઝવેરી બજાર પર દેખાઈ હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૧૨૨થી ૪૧૨૭ વાળા નીચામાં ભાવ ૪૧૦૬ તથા ઉંચામાં ભાવ ૪૧૪૦ થઈ ૪૧૩૯ ડોલર રહ્યા હતા.
ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૯૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૧૧૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૫૭.૧૭થી થી ૫૭.૧૮ વાળા નીચામાં ભાવ ૫૭.૧૧ તથા ઉંચામાં ભાવ ૫૮.૦૮ થઈ ૫૭.૭૦થી ૫૭.૭૧ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ૪૭ પૈસા ઘટી ૯૪.૪૬ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૭૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૩૫૨૮ તથા ૯૯૯ના રૂ.૧૪૪૧૦૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૦૦ ઘટી રૂ.૨૦૬૭૮૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૦૦ વધી રૂ.૫૮૧૪૩ રહ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટના ભાવ બેરલના જે ઉંચામાં ૧૧૨ ડોલર નજીક પહોંચ્યા હતા તે આજે ભાવ નીચામાં ૧૦૯.૨૬ થઈ ૧૦૯.૪૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૭.૯૧ થઈ ૯૮.૬૩ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચેના યુદ્ધમાં સમાધાન ગોતી કાઢવા પાકિસ્તાન તથા કતાર દ્વારા ફરી પ્રયત્નો શરૂ કરાયાના સમાચાર હતા. સાઉદી અરેબિયામાં ક્રૂડનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં વધ્યાના વાવડ હતા ત્યાં ઓગસ્ટમાં ઉત્પાદન ઘટી ૩૬ વર્ષના તળિયે ઉતર્યા પછી સપ્ટેમ્બરમાં ઉત્પાદનમાં વૃદ્ધીના વાવડ મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૦.૭૩ ટકા માઈનસમાં રહ્યા હતા.