Business

જન્માષ્ટમીએ ખાંડના એક્સ-મિલ ભાવ 20% તૂટ્યાં, હવે છુટકમાં ક્યારથી સસ્તી મળશે?

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
તહેવારો પહેલાં ગ્રાહકોને રાહત, ખાંડના ભાવ ઘટ્યા છે. 'ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન' મુજબ, મિલ સ્તરે 20% અને રિટેલ બજારમાં 5% ભાવ ઘટાડો નોંધાયો છે. દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા જેવા શહેરોમાં ₹61 પ્રતિ કિલો ભાવે ખાંડ વેચાઈ રહી છે. સરકારની કડક દેખરેખ અને સંગ્રહખોરી રોકવાના પગલાંને કારણે આગામી દિવસોમાં ભાવ વધુ ઘટી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જન્માષ્ટમીએ ખાંડના એક્સ-મિલ ભાવ 20% તૂટ્યાં, હવે છુટકમાં ક્યારથી સસ્તી મળશે?

Sugar Price Down : તહેવારોની સીઝન પહેલાં મોંઘવારીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા, દિવાળી અને છઠ પૂજા સુધી ખાંડના ભાવ વધુ ઘટે તેવી શક્યતા છે. 'ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન' દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મિલ સ્તરે ખાંડના ભાવમાં (Ex-mill prices) આશરે 20% નો મોટો ઘટાડો નોંધાયો છે, જેની અસરથી દેશના રિટેલ માર્કેટમાં પણ ખાંડના ભાવ 5% સુધી ઘટી ગયા છે.

દિલ્હી સહિતના શહેરોમાં ખાંડના તાજા ભાવ

મશીનરી અને મિલ ક્ષેત્રના તાજેતરના આંકડા મુજબ, દેશના અગ્રણી શહેરો જેવા કે દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને રાંચીમાં ખાંડનો છૂટક ભાવ ₹61 પ્રતિ કિલો સુધી આવી ગયો છે. જ્યારે ગુવાહાટી, કાનપુર અને રાયપુરમાં ₹62 પ્રતિ કિલો અને ચેન્નઈમાં ₹63 પ્રતિ કિલોના ભાવે ખાંડ વેચાઈ રહી છે.

રિટેલ માર્કેટમાં ટૂંક સમયમાં મળશે વધુ રાહત

સરકારના જણાવ્યા અનુસાર, એક્સ-મિલ કિંમતોમાં આવેલા ઘટાડાની સંપૂર્ણ અસર છૂટક (રિટેલ) બજાર સુધી પહોંચવામાં થોડો સમય લાગે છે. તેથી જો મિલ સ્તરે ભાવ આ જ રીતે નીચા રહેશે, તો જથ્થાબંધ બજાર બાદ આવનારા દિવસોમાં સામાન્ય ગ્રાહકો માટે છૂટક બજારમાં ખાંડ હજુ પણ વધુ સસ્તી થશે.

ઓગસ્ટની તેજી બાદ સરકારે સખત દેખરેખ વધારી

ઓગસ્ટ મહિનામાં ખાંડના ભાવમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જે બાદ સરકારે ખાંડના સ્ટોક, વેચાણ અને બજાર ભાવ પર સતત દેખરેખ રાખવાનું શરૂ કર્યું હતું. સટ્ટાખોરી અને સંગ્રહખોરી રોકવા માટે સરકારે કડક પગલાં લીધા છે, જેથી માર્કેટમાં પુરવઠો જળવાઈ રહે અને સામાન્ય ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળી રહે.