Business

વેપાર પ્રવૃત્તિમાં વિસ્તરણને પગલે રોજગાર વૃદ્ધિ ૧૫ મહિનાની ટોચે

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી મળતા અહેવાલ મુજબ, ઓગસ્ટમાં દેશના સેવા ક્ષેત્રનો HSBC ઇન્ડિયા PMI 53.30 થી વધી 54.10 થયો છે. વેપાર પ્રવૃત્તિ અને નવા ઓર્ડરમાં મજબૂતાઈને કારણે માંગને ટેકો મળ્યો છે. આ વિસ્તરણને લીધે રોજગાર વૃદ્ધિ 15 મહિનાની ટોચે પહોંચી છે. મજબૂત ગ્રાહક માંગ અને માર્કેટિંગ પહેલોથી નવા વેપારમાં ઝડપી વધારો જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેપાર પ્રવૃત્તિમાં વિસ્તરણને પગલે રોજગાર વૃદ્ધિ ૧૫ મહિનાની ટોચે

સેવા ક્ષેત્રનો પીએમઆઈ ઓગસ્ટમાં વધી ૫૪થી ઉપર રહ્યો
મુંબઈ : વેપાર પ્રવૃત્તિ તથા નવા ઓર્ડરમાં મજબૂતાઈથી માગને ટેકો મળતા ઓગસ્ટમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વિસ્તરણ જોવા મળ્યું છે જેને પગલે રોજગાર વૃદ્ધિ ૧૫ મહિનાની ટોચે રહેવા પામી છે. સેવા ક્ષેત્રનો એચએસબીસી ઈન્ડિયા પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેરકસ (પીએમઆઈ) જે જુલાઈમાં ૫૩.૩૦ રહ્યો હતો તે ઓગસ્ટમાં વધી ૫૪.૧૦ રહ્યો છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
ઓગસ્ટમાં સેવા ક્ષેત્રના પીએમઆઈનુસ્સ્તર ચાર વર્ષની નીચી સપાટીએ રહ્યું છે. સ્પર્ધા તથા ટ્રાન્સપોર્ટની કામગીરી નબળી રહેતા વૃદ્ધિનું સ્તર નીચુ રહ્યું હોવાનું પીએમઆઈના સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
મજબૂત ગ્રાહક માગ તથા માર્કેટિંગ પહેલોના ટેકા સાથે નવા વેપારમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. જો કે સેવા ક્ષેત્રની પેઢીઓ બજાર સ્થિતિ પડકારરૂપ હોવાનું તથા પસંદગીની સેવાઓમાં ગ્રાહકોનો રસ નબળો રહ્યો હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગને કારણે પણ નવા વેપારને ટેકો મળ્યો છે. નવા નિકાસ ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, યુએઈ, શ્રીલંકા, સિંગાપુર તથા મલેશિયા જેવા દેશો ખાતેથી ઊંચી માગ રહી હોવાનું કંપનીઓ દ્વારા જણાવાયું હતું.
ગયા મહિને સેવા ક્ષેત્રની કંપનીઓમાં કર્મચારીબળનો ઉમેરો ૧૫ મહિનાની ટોચે રહ્યો હતો. બાકી પડેલા ઓર્ડરમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો હતો.
બિઝનેસ કોન્ફીડેન્સ જુલાઈના સ્તરે જળવાઈ રહ્યો છે અને લાંબા ગાળાની સરેરાશ કરતા નીચો રહ્યો છે. ટેકનોલોજીના સ્વીકાર તથા નવી પૂછપરછને જોતા બજારની સ્થિતિ તથા માગમાં સુધારો થવાની કંપનીઓ અપેક્ષા રાખી રહી છે.
કામકાજ પાછળના ખર્ચમાં વધારો થતાં સેવા પેટેના ચાર્જિસમાં માર્ચ બાદ ઝડપી વધારો થયો છે. ખર્ચમાં થયેલા વધારા કંપનીઓ ગ્રાહકો પર પસાર કરી રહ્યા છે.
સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો મળીને એચએસબીસી સંયુકત પીએમઆઈ ઓગસ્ટમાં ૫૪.૩૦ જળવાઈ રહ્યો છે. સેવા ક્ષેત્રની સારી કામગીરીને કારણે ઉત્પાદન ક્ષેત્રની ધીમી ગતિ ભરપાઈ થઈ શકી છે.