Elon Musk's X down: ઇલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર), ChatGPT, Gemini, Perplexity અને ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ક્લાઉડફ્લેર વિશ્વભરમાં આઉટેજની જાણ કરી રહી છે. સાંજે 5 વાગ્યાની આસપાસ ડાઉન થયું. હજારો યુઝર્સે ડિજિટલ પ્લેટફોર્મ પર નજર રાખતી વેબસાઇટ Down detector પર ડાઉનટાઇમની જાણ કરી. X વેબસાઇટ અને ઍપ્લિકેશન ખોલવાથી પેજ રિફ્રેશ કરવા કહેવામાં આવી રહ્યું હતું. ક્લાઉડફ્લેર પણ ડાઉન છે, જેના કારણે ઘણા વપરાશકર્તાઓ સમસ્યાઓની જાણ કરવા માટે Downdetectorનો સંપર્ક કરી રહ્યા છે. દુનિયાભરના યુઝર્સ X, Gemini, Perplexity અને અન્ય ઘણા પ્લેટફોર્મ પર લોગિન કરી શકતા નથી અથવા સામગ્રી લોડ કરી શકતા નથી.
ભારતમાં ChatGPT પણ ડાઉન થયું
સોશિયલ મીડિયા એપ X ડાઉન થયાના થોડા સમય પછી, OpenAIનું ચેટબોટ ChatGPT પણ થોડા સમય માટે ડાઉન થયું. યુઝર્સે ફરિયાદ કરી કે, ChatGPT વેબસાઇટ અને ઍપ્લિકેશન સાંજે 5:30 વાગ્યાની આસપાસ કામ કરી રહી ન હતી. યુઝર્સને ChatGPT વેબસાઇટ ખોલવાનો પ્રયાસ કરતી વખતે એરર નોટિફિકેશન દેખાઈ રહી હતી. જો કે, થોડા સમય પછી વેબસાઇટ અને ઍપ્લિકેશન સામાન્ય રીતે કાર્ય કરવાનું શરુ કરી દીધું.


