Business

ઈલોન મસ્કે પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવી દીધા, ક્રિપ્ટો જગતમાં મોટી હલચલ

By GS Team
1 Jan 20252 mins read
This article was originally published on 1 Jan 2025
TukuTouch Logo
વિશ્વભરના જાણિતા અને ચર્ચામાં રહેતા ઈલોન મસ્કો પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવ દીધા છે અને તેમણે કરેલી જાહેરાત બાદ ક્રિપ્ટો જગતમાં ઉથલપાથલ શરુ થઈ ગઈ છે. વાસ્તવમાં મસ્કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું નામ બદલીને ‘Kekius Maximus'’ રાખી દીધું, જેના કારણે તેમના કરોડો યુઝર્સો અસમંજસમાં મુકાઈ ગા છે. મસ્કના નિર્ણયની અસર માત્ર સોશિયલ મિીડિયામાં જ નહીં, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈલોન મસ્કે પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવી દીધા, ક્રિપ્ટો જગતમાં મોટી હલચલ

Elon Musk, Kekius Maximus : વિશ્વભરના જાણીતા અને ચર્ચામાં રહેતા ઈલોન મસ્કે પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવ દીધા છે અને તેમણે કરેલી જાહેરાત બાદ ક્રિપ્ટો જગતમાં ઉથલપાથલ શરુ થઈ ગઈ છે. વાસ્તવમાં મસ્કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું નામ બદલીને ‘Kekius Maximus'’ રાખી દીધું, જેના કારણે તેમના કરોડો યુઝર્સ અસમંજસમાં મુકાઈ ગયા છે. મસ્કના નિર્ણયની અસર માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ જોવા મળી રહી છે.

Kekius Maximus શું છે ?

વાસ્તવમાં Kekius Maximusનું નામ ઈન્ટરનેટ કલ્ચર અને મીમ્સ પ્રેરિત છે. આ નામ બે જુદા જુદા સંદર્ભને જોડે છે. પ્રથમ સંદર્ભ Pepe the Frog છે, જે એક લોકપ્રિય ઈન્ટરનેટ મીમ છે અને તે હાસ્ય અને વ્યંગનું પ્રતીક છે. જ્યારે બીજો સંદર્ભ Gladiator છે, જેનો ફિલ્મમાં મેક્સિમમ કેરેન્ટર તરીકે ઉપયોગ થાય છે, તે તાકાત અને પ્રભાવનું પણ પ્રતીક છે. આ ઉપરાંત ‘KEKIUS’ નામનું ક્રિપ્ટો ટોકન પણ છે, જે Ethereum અને Solana જેવા બ્લોકચેન પ્લેટફોર્મ પર ચાલે છે.


મસ્કના નામ બાદ KEKIUS ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં ઉછાળો

મસ્કે નામ બદલતાં જ KEKIUS ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં 500 ટકાનો જોરદાર ઉછાળો આવ્યો છે. રિપોર્ટ મુજબ મસ્ક નામ બદલ્યાના થોડાંક કલાકમાં KEKIUS ટોકનના કિંમત આસમાને પહોંચી ગઈ છે. CoinGeckoના રિપોર્ટ મુજબ KEKIUSનું વર્તમાન માર્કેટ કેપિટલાઈઝેશન 85 મિલિયન ડૉલરથીવધુ છે.  31 ડિસેમ્બર-2024ના રોજ ટોકનની કિંમત 0.09274 ડૉલર પર પહોંચી ગઈ હતી. મસ્કે Kekius Maximus નામને લગતા અનેક મીમ્સ અને પોસ્ટ શેર કરી છે.

ક્રિપ્ટો માર્કેટમાં મસ્કનો પ્રભાવ

ઈલોન મસ્ક અનેક વખત ક્રિપ્ટો માર્કેટમાં મોટા ફેરફારોને શ્રેય આપતા રહ્યા છે. તેમની ટ્વિસ્ટ અને સોશિયલ મીડિયા પરની ગતિવિધિઓના કારણે ડૉગકોઈન અને મીમ ક્રિપ્ટોકરન્સી ચર્ચામાં આવી છે. હવે તેમણે તાજેતરમાં જ KEKIUSનો ઉલ્લેખ કરીને વિશ્વભરમાં નવી ચર્ચાઓ શરૂ કરાવી દીધી છે, જેના કારણે રોકાણકારો પણ આકર્ષાયા છે. મસ્કના કારસ્તાનથી KEKIUS લોકપ્રિયતા વધી ગઈ છે. આ સાથે અન્ય મીમ-આધારીત ક્રિપ્ટોકરન્સીના કિંમતમાં પણ ઉછાળો થયો છે.

આ પણ વાંચો : નવા વર્ષના પ્રથમ દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો ક્યાં કેટલું સસ્તું