Business

ઇલેક્ટ્રિક વ્હીકલ રજીસ્ટ્રેશનમાં ૮૪% નો નોંધાયેલો ઉછાળો

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવામાં રાજ્યોની ભૂમિકા વધી રહી છે. સપ્ટેમ્બરમાં કુલ EV રજીસ્ટ્રેશનમાં ટોચના 10 રાજ્યોનો હિસ્સો લગભગ 73% રહ્યો. ઉત્તર પ્રદેશ 44,253 યુનિટ સાથે મોખરે રહ્યું, ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક રહ્યા. દક્ષિણ ભારતમાં ટુ-વ્હીલર્સ, જ્યારે ઉત્તર ભારતમાં થ્રી-વ્હીલર્સનો દબદબો જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇલેક્ટ્રિક વ્હીકલ રજીસ્ટ્રેશનમાં ૮૪% નો નોંધાયેલો ઉછાળો

રજીસ્ટ્રેશન થયેલા કુલ ઇલેક્ટ્રિક વ્હીકલમાં ટોચના ૧૦ રાજ્યોનો હિસ્સો લગભગ ૭૩% : ઉત્તર પ્રદેશ મોખરે
અમદાવાદ : ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અપનાવવાની ગતિ અને માળખું ઘડવામાં રાજ્યો હવે વાૃધુ પ્રભાવશાળી ભૂમિકા ભજવી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા કુલ ઇલેક્ટ્રિક વ્હીકલ રજીસ્ટ્રેશનમાં ટોચના ૧૦ રાજ્યોનો હિસ્સો લગભગ ૭૩% રહ્યો છે. જોકે, દરેક પ્રદેશમાં માંગનું વલણ નોંાૃધપાત્ર રીતે અલગ જોવા મળે છે.
દક્ષિણ ભારતના રાજ્યો કુલ ઇલેક્ટ્રિક વ્હીકલ નોંાૃધણીમાં ૨૯% હિસ્સો ાૃધરાવે છે, જ્યારે ઉત્તર ભારતના રાજ્યોનો હિસ્સો ૨૩% રહ્યો છે. વાહન ડેશબોર્ડ પર આાૃધારિત ડેટા અનુસાર, બંને પ્રદેશોમાં માંગ વાૃધવા પાછળના મુખ્ય કારણો તદ્દન અલગ છે.'
દક્ષિણ ભારતમાં લોકો દ્વારા અંગત માલિકી માટે વાહનો ખરીદવાનું ચલણ વાૃધુ છે, જ્યાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સૌથી આગળ છે. તેનાથી વિપરીત, ઉત્તર ભારતમાં ઇલેક્ટ્રિક ાૃથ્રી-વ્હીલર્સનો દબદબો વાૃધારે છે, જેનો વ્યાપક ઉપયોગ કોમર્શિયલ અને લાસ્ટ-માઈલ મોબિલિટી સેવાઓ માટે થાય છે.
રાજ્યવાર નોંાૃધણીમાં ઉત્તર પ્રદેશ ૪૪,૨૫૩ એકમો સાથે મોખરે રહ્યું હતું, ત્યારબાદ મહારાષ્ટ્ર ૩૯,૧૦૮ અને કર્ણાટક ૨૮,૬૦૬ એકમો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા. તમિલનાડુ ૨૭,૧૯૨ એકમો સાથે ચોથા સ્થાને રહ્યું ેનયટ. જ્યારે મધ્યપ્રદેશમાં ૧૯,૨૭૯, બિહારમાં ૧૮,૯૫૧ અને રાજસ્થાનમાં ૧૭,૭૮૩ ઇલેક્ટ્રિક વ્હીકલ નોંાૃધાયા હતા. કેરળ, ઓડિશા અને દિલ્હીમાં અનુક્રમે ૧૬,૧૫૯, ૧૬,૦૯૦ અને ૧૪,૯૮૨ ઇલેક્ટ્રિક વ્હીકલ નોંાૃધાયા હતા.
રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૬ માં દેશભરમાં થયેલી કુલ નોંાૃધણીમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો ૧૩.૨૬%, મહારાષ્ટ્રનો ૧૧.૭૨%, કર્ણાટકનો ૮.૫૭% અને તમિલનાડુનો ૮.૧૫% રહ્યો હતો. કર્ણાટક દક્ષિણ ભારતમાં પ્રથમ અને સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યું હતું.