Get The App

મેમાં ખાદ્ય તેલની આયાત 6 ટકાથી વધુ વધી 13.39 લાખ ટન રહી

-ક્રુડ સોયાબીન ઓઈલની ઊંચી આયાતને પરિણામે એકંદર આયાતમાં વધારો

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
મેમાં ખાદ્ય તેલની આયાત 6 ટકાથી વધુ વધી 13.39 લાખ ટન રહી 1 - image

મુંબઈ : ક્રુડ સોયાબીન ઓઈલની ઊંચી આયાતને પરિણામે મેમાં દેશની ખાદ્ય તેલની આયાત ૬.૭૦ ટકા વધી ૧૩.૩૯ લાખ ટન રહી હતી. સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી) દ્વારા જાહેર કરાયેલા મેના ડેટા પ્રમાણે, મેમાં ખાદ્ય તેલની આયાત વધી ૧૩,૩૮,૯૩૬ ટન રહી હતી જે ગયા વર્ષના મેમાં ૧૨,૫૪,૮૮૩ ટન રહેવા પામી હતી.

ક્રુડ સોયાબીન ઓઈલની આયાતમાં ધરખમ વધારો થતાં ખાદ્ય તેલની એકંદર આયાતમાં વધારો થયો છે. 

ક્રુડ સોયાબીન ઓઈલની આયાત જે ગયા વર્ષના મેમાં ૩,૯૮,૫૮૫ ટન રહી હતી તે વર્તમાન વર્ષના મેમાં વધી ૪,૯૩,૮૫૪ ટન રહી છે. બિન-ખાદ્ય તેલની આયાત પણ ૧૨૦૪૦ ટન પરથી બમણાથી વધુ વધી ૨૬૨૦૨ ટન રહી હોવાનું સીના ેડટા જણાવે છે. 

ભારતની વનસ્પતિ તેલની એકંદર આયાત ગત મહિને વાર્ષિક ધોરણે ૮ ટકા વધી ૧૩.૬૫ લાખ ટન રહી હતી. જે ગયા વર્ષના મેમાં ૧૨.૬૭ લાખ ટન જોવા મળી હતી. 

૨૦૨૫-૨૬ના વર્તમાન ઓઈલ યરના પ્રથમ સાત મહિનામાં ખાદ્ય તેલની આયાત   ૧૩ ટકા વધી ૯૨.૧૭ લાખ ટન રહી છે. પામ ઓઈલ તથા ક્રુડ સોયાબીન ઓઈલના ભાવ વચ્ચેનો તફાવત ઘટી જતા તેલ મિલો દ્વારા ક્રુડ સોયાબીન તેલની આયાત વધુ કરાઈ હતી એમ સીના સુત્રોએ જણાવ્યું હતું.