Business

જૂનની સરખામણીએ જુલાઈમાં ખાદ્યતેલની આયાતમાં ૩૫ ટકા વધારો

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
તહેવારોની માંગને પહોંચી વળવા જુલાઈમાં ખાદ્ય તેલની આયાત 35% વધી 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. રિફાઈનરોએ પામ અને સોયા ઓઈલની ખરીદી વધારી, જેથી પામ ઓઈલની આયાત 7.33 લાખ ટન અને સોયા ઓઈલની આયાત 5 લાખ ટન થઈ. મુંબઈના બજાર સૂત્રો મુજબ, કુલ આયાત 14.90 લાખ ટન રહી.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનની સરખામણીએ જુલાઈમાં ખાદ્યતેલની આયાતમાં ૩૫ ટકા વધારો

તહેવારોની માંગને પહોંચી વળવા રિફાઈનરો દ્વારા ખરીદી વધારાઈ હોવાનો કરવામાં આવેલો દાવો
મુંબઈ : તહેવારોની મોસમ પહેલા સ્ટોક ઊભો કરવા ખાદ્ય તેલના આયાતકારો દ્વારા આયાતમાં વધારો કરાતા જુલાઈમાં ખાદ્ય તેલની આયાત ૩૫ ટકા વધી ૧૦ મહિનાની ઊંચી સપાટીએ રહી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
તેલ રિફાઈનરીઓએ ગત મહિને પામ તથા સોયા ઓઈલની ખરીદી વધારી દીધી હતી. હાલમાં ઘરઆંગણે પૂરવઠા ખેંચ જોવા મળી રહી છે. જૂનની સરખામણીએ જુલાઈમાં પામ ઓઈલની આયાત પચાસ ટકા વધુ રહી હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. પામ ઓઈલની આયાત ૭.૩૩ લાખ ટન રહી હોવાની ધારણાં છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.
પામ ઓઈલની આયાત પાંચ મહિનાના ટોચે રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સોયા ઓઈલની આયાત પણ ૩૦ ટકા જેટલી ઊંચી રહી પાંચ લાખ ટન રહ્યાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
જુલાઈમાં ખાદ્ય તેલની એકંદર આયાત જૂનની સરખામણીએ ૩૫ ટકા વધી ૧૪.૯૦ લાખ ટન સાથે દસ મહિનાની ઊંચી સપાટીએ રહી હોવાનું પ્રાથમિક ડેટા પરથી બજારે ધારણાં મૂકી છે.
વર્તમાન મહિનાથી શરૂ થનારા તહેવારોને ધ્યાનમાં રાખી ટ્રેડરો ખાદ્ય તેલનો સ્ટોક કરવાનો વ્યૂહ ધરાવે છે.