Business

દિગ્ગજ કંપની વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, 26 લક્ઝરી કારો, 73 બેંક એકાઉન્ટની રકમ કરી જપ્ત

By GS Team
7 Feb 20252 mins read
This article was originally published on 7 Feb 2025
TukuTouch Logo
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડ્રિંગ મામલે દિગ્ગજ કંપની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ વ્યુનો માર્કેટિંગ સર્વિસિસ લિમિટેડ (Vuenow Marketing Services Ltd) અને કંપની સાથે સંકળાયેલા લોકો પર ગઈકાલે (6 ફેબ્રુઆરી)એ સકંજો કસ્યો છે અને 26 લક્ઝરી કારો અને 73 બેંક એકાઉન્ટમાં જમા રકમ ટાંચમાં લીધી છે. EDએ કુલ 178.12 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે એટેચ કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિગ્ગજ કંપની વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, 26 લક્ઝરી કારો, 73 બેંક એકાઉન્ટની રકમ કરી જપ્ત

ED Attached Property : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડ્રિંગ મામલે દિગ્ગજ કંપની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ વ્યુનો માર્કેટિંગ સર્વિસિસ લિમિટેડ (Vuenow Marketing Services Ltd) અને કંપની સાથે સંકળાયેલા લોકો પર ગઈકાલે (6 ફેબ્રુઆરી)એ સકંજો કસ્યો છે અને 26 લક્ઝરી કારો અને 73 બેંક એકાઉન્ટમાં જમા રકમ ટાંચમાં લીધી છે. EDએ કુલ 178.12 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે એટેચ કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે.

અન્ય લોકોના નામે સંપત્તિ, બેંક બેલેન્સ

EDએ કાર્યવાહી કરી 6 અચલ સંપત્તિઓ, 73 બેંક ખાતાઓની જમા રાશી અને 26 લક્ઝરી કારો જપ્ત કરી છે. આ સંપત્તિઓ અને બેંક બેલેન્સ કંપની અને કંપની સાથે સંકળાયેલા અન્ય લોકોના નામે હતા. વાસ્તવમાં કંપની વિરુદ્ધ નાણાંકીય અનિયમિતતાઓ અને મની લોન્ડ્રિંગનો આરોપ લાગ્યો છે. કંપનીએ ગેરકાયદે રીતે ધન એકત્ર કર્યું હોવાનો તેમજ અનેક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાની આશંકા છે.

આ પણ વાંચો : સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે! વિવિધ માંગો મુદ્દે યુનિયનોની બે દિવસની હડતાળની જાહેરાત

ઈડીએ અગાઉ પણ આવી કાર્યવાહી કરી હતી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અગાઉ પણ મની લોન્ડ્રિંગ સંબંધીત કાર્યવાહી કરી ચુકી છે, જેમાં અનેક હાઈ-પ્રોફાઈલ કંપનીઓ અને વ્યક્તિઓ વિરુદ્ધ સંપત્તિઓ ટાંચમાં લઈ ચુકી છે. ગત વર્ષે અનેક વ્યવસાય જૂથો અને રાજકીય હસ્તિઓની હજારો કરોડ સંપત્તિઓ જપ્ત કરી હતી.

ટાંચમાં લીધેલ એકાઉન્ટોની તપાસ

ઈડીએ આ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં અન્ય સંપત્તિઓ અને સંબંધીત વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જે ખાતાઓ ટાંચમાં લેવાયા છે, તેમાંથી થયેલી લેવડ-દેવડની ઊંડાણ પૂર્વ તપાસ કરવામાં આવી રહી છે. સરકાર અને ઈડી દ્વારા કાળું નાણું અને મની લોન્ડ્રિંગ વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : કેજરીવાલના ઘર બહાર દોઢ કલાક ઊભી રહી ACBની ટીમ, એન્ટ્રી ન મળતાં નોટિસ ફટકારી પૂછ્યા 5 સવાલ