Business

વાયદા બજારમાં ભૂકંપ, બે દિવસમાં સોનું 2300 તો ચાંદી 7500 રુપિયાથી વધુ સસ્તી થઇ

By GS Team
30 Oct 20261 min read
TukuTouch Logo
તહેવારો ટાણે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને મોંઘવારીના કારણે વાયદા બજારમાં ભાવ ગગડ્યા છે. છેલ્લા બે દિવસમાં સોનું 2300 રૂપિયા અને ચાંદી 7500 રૂપિયાથી વધુ સસ્તી થઈ છે. આજે સોનું 141772 અને ચાંદી 186000 આસપાસ ટ્રેડ થઈ રહી છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાયદા બજારમાં ભૂકંપ, બે દિવસમાં સોનું 2300 તો ચાંદી 7500 રુપિયાથી વધુ સસ્તી થઇ

Gold and MCX Price : તહેવારોની સિઝનમાં જ્યારે સોના-ચાંદીની ખરીદી વધી જાય છે ત્યારે વાયદા બજારમાં સોના-ચાંદીની કિંમતો સતત ઘટતી જઇ રહી છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને મોંઘવારીને કારણે વાયદા બજારમાં પણ ભયનો માહોલ યથાવત્ છે. સોનું બે દિવસમાં 2300 તો ચાંદી 7500 રૂપિયાથી વધુ સસ્તી થઇ ચૂકી છે.

સોનાની કિંમતોમાં કડાકો

સોનાની વાત કરીએ તો ગઇકાલે સોનું એક સમયે 143920 ની ટોચે પહોંચી ગયું હતું. જોકે પછીથી તેમાં કડાકો યથાવત્ રહેતા 142596 ની સપાટીએ બંધ થયું હતું. આજે સોનું 142225 ના લેવલે ખુલ્યું હતું જે કડાકા સાથે જ શરૂઆત દર્શાવે છે. ત્યારબાદ સોનું ઘટીને 141772 ની નીચલી સપાટીએ સ્પર્શી ગયું હતું. એટલે કે સોનામાં ગઈકાલે 1500 તો 800 થી વધુ સસ્તુ થયું હતું અને તેમાં પછી નજીવી રિકવરી આવી હતી.

ચાંદી વધારે પડતી સસ્તી થઇ!

ચાંદીમાં તો જૂના રોકાણકારોની હાલત ખરાબ થઇ ચૂકી છે. એક સમયે જે ચાંદી 420000 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ લેવલે હતી એ ચાંદી આજે 186000 ની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે. આજની વાત કરીએ તો ચાંદીમાં અત્યાર સુધીમાં 3200 થી વધુનો કડાકો બોલાઈ ચૂક્યો છે. જ્યારે ચાંદીમાં ગઇકાલે પણ મોટો કડાકો નોંધાયો હતો. ગઈકાલે ચાંદી 4400થી વધુ તૂટી હતી. એટલે કે આ રીતે ચાંદીમાં ફક્ત બે દિવસમાં 7500 થી વધુનો કડાકો આવી ચૂક્યો છે.