મોંઘા ક્રૂડતેલ અને અલ નીનોના બેવડા ફટકાથી ફુગાવો વધશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMFએ ૨૦૨૬-૨૭ માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ૧૦ બેસિસ પોઇન્ટ ઘટાડીને ૬.૪ ટકા કર્યો
અમદાવાદ : ભારતનો કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દર ૨૦૨૬-૨૭માં ઘટી શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અનુસાર, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોલિયમના ભાવમાં વાૃધારો અને અલ નીનોની અસરને કારણે નબળું ચોમાસું ભારતના વિકાસ માટે મુખ્ય પડકારો છે.
એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર ભારત, તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોનો લગભગ ૮૦ ટકા આયાત દ્વારા પૂર્ણ કરે છે. આનાથી તે પેટ્રોલિયમના ભાવમાં વાૃધઘટનો ભોગ બની શકે છે. આ ભારતના વિકાસ પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને ફુગાવો વાૃધારી શકે છે.
આ મહિને આઈએમએફ એ ૨૦૨૬-૨૭ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ૧૦ બેસિસ પોઇન્ટ ઘટાડીને ૬.૪ ટકા કર્યો છે, જ્યારે ૨૦૨૭-૨૮ માટેનો અંદાજ ૨૦ બેસિસ પોઇન્ટ વાૃધારીને ૬.૭ ટકા કર્યો છે.આમાં કદાચ બે જોખમો છે તેમ જણાવતા આઈએમએફ ના રિપ્રેઝન્ટેટિવ રાનિલ સાલ્ગાડોએ જણાવ્યું હતું કે એક તો એ છે કે યુદ્ધ ફરી શરૂ થઈ ગયું છે, અને તે તેલના ભાવને અસર કરે છે. ગયા અઠવાડિયે હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંાૃધીના ભયને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૯૦ ડોલરને વટાવી ગયા હતા. યુએસ-ઈરાન મધ્યસ્થીનાં સમાચારોને કારણે છેલ્લા બે દિવસમાં તેમાં થોડો ઘટાડો થયો હતો, જ્યારે નવા હુમલાઓ અને સાઉદી અરેબિયાના નાકાબંાૃધીની ાૃધમકીઓ ચાલુ રહી હતી.
તેમણે કહ્યું કે આ અલ નીનોનું વર્ષ છે અને તેના કારણે ખરાબ ચોમાસુ આવી શકે છે. આ મહિને આઈએમએફનું મૂલ્યાંકન નબળા ચોમાસાની અસરને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરતું નથી.









