દિવાળીની પૂર્વ સંધ્યાની ભેટ: ૬,૫૦૦ મેટ્રીક ટન ચાંદીની આયાતને મંજૂરીના કારણે ચાંદીના ભાવ તૂટશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક તરફ ચાંદીના ભાવ તૂટી રહ્યા છે તો બીજી તરફ આયાત માટેના દ્વાર ખુલ્લા
સરકારે મે મહિનાના મધ્યમાં તાત્કાલિક અસરથી લગભગ તમામ સ્વરૂપોમાં ચાંદીની આયાત પર પ્રતિબંધો મૂક્યા હતા. જૂન મહિનામાં, આ પ્રતિબંધિત કેટેગરીનો વિસ્તાર કર્યો હતો
અમદાવાદ : એક તરફ ચાંદીના ભાવ તૂટી રહ્યા છે તો બીજી તરફ આગામી છ માસમાં ૬,૫૦૦ મેટ્રિક ટન ચાંદીની આયાત કરવાનો નિર્ણય લેવાતા ચાંદીનો ભાવોમાં હજુ ઘટાડો થવાની સંભાવના છે. તહેવારોની મોસમમાં વાૃધતી માંગને પહોંચી વળવા માટે ભારતે આગામી છ મહિના માટે આશરે ૬,૫૦૦ મેટ્રિક ટન ચાંદીની આયાતને મંજૂરી આપી છે, તેમ ન્યૂઝ એજન્સી દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે.
પરમિટ મેળવનારા ચાર બુલિયન ડીલરોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ મંજૂરીઓને કારણે વિશ્વનો સૌથી મોટો ચાંદીનો વપરાશકાર દેશ તહેવારોની વેચાણ મોસમ દરમિયાન રહેનારી માંગને સરળતાથી પૂરી કરી શકશે.
અહીં એ નોંાૃધવું જરૂરી છે કે ભારત તેની ચાંદીની જરૂરિયાતના ૮૦% થી વાૃધુ પુરવઠા માટે વિદેશી આયાત પર નિર્ભર છે, જેના કારણે આયાતનો પ્રવાહ સ્થાનિક બજાર અને વૈશ્વિક કિંમતો માટે એક મહત્વપૂર્ણ પરિબળ બની રહે છે.
આ વાૃધારાની મંજૂરી વૈશ્વિક સ્તરે ચાંદીના ભાવને ટેકો આપી શકે છે, જ્યારે ભારતમાં ઊંચા પ્રીમિયમને નીચે લાવી શકે છે, જ્યાં તંગ પુરવઠાને કારણે સ્થાનિક ભાવ અિાૃધકૃત બેંચમાર્ક કરતાં વાૃધી ગયા હતા.
સરકારે મે મહિનાના મધ્યમાં તાત્કાલિક અસરથી લગભગ તમામ સ્વરૂપોમાં ચાંદીની આયાત પર પ્રતિબંાૃધો મૂક્યા હતા. જૂન મહિનામાં, આ પ્રતિબંિાૃધત કેટેગરીનો વિસ્તાર કરીને તેમાં 'સિલ્વર ગ્રેન' (ચાંદીના દાણા) અને પાવડરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી આ ઉત્પાદનો માટે પણ પૂર્વ આયાત મંજૂરી ફરજિયાત બની ગઈ હતી.
ચાંદીના આયાતકારોએ જણાવ્યું હતું કે મંજૂર કરાયેલું આ પ્રમાણ આગામી છ મહિનાની ભારતની સંભવિત જરૂરિયાતો કરતાં ઘણું વાૃધારે જણાય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વાૃધારાનો પુરવઠો સ્થાનિક ભાવો ઘટાડવામાં મદદ કરશે.
આ આયાત મંજૂરીઓ એવા સમયે આવી છે જ્યારે ભારત પોતાના વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટાડવા અને રૂપિયાને મજબૂત કરવા માટે કિંમતી ાૃધાતુઓની ખરીદી પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાત ૬% થી વાૃધારીને ૧૫% કરી દીાૃધી હતી.છેલ્લા આયાત હિસ્સાના આટલા મોટા પ્રમાણે બજારના ખેલાડીઓને આશ્ચર્યમાં મૂકી દીાૃધા છે, કારણ કે ઘટતા ભાવો વચ્ચે ચાંદીના દાગીના અને રોકાણ માટેની માંગ નબળી રહી છે.
બુલિયન આયાત કરતી બેંકના મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે તહેવારોની મોસમની માંગે હજુ વેગ પકડયો નથી. તાજેતરમાં થયેલા ભાવઘટાડાને કારણે ઘણા રોકાણકારોને નુકસાન સહન કરવું પડયું છે અને તેઓ બજારમાં પાછા ફરતા અચકાઈ રહ્યા છે.




