Business

બજેટમાં ડિજિટલ પેમેન્ટ ઇન્સેન્ટિવમાં 78 ટકાનો સૂચક ઘટાડો

By GS Team
4 Feb 20252 mins read
This article was originally published on 4 Feb 2025
બજેટમાં ડિજિટલ પેમેન્ટ ઇન્સેન્ટિવમાં 78 ટકાનો સૂચક ઘટાડો

નવી દિલ્હી : બજેટ ૨૦૨૫-૨૬માં, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) અને રૂપે ડેબિટ કાર્ડ દ્વારા નાની રકમના વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટેના સરકારી નાણાકીય પ્રોત્સાહનોમાં ૭૮ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં આવા વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં રૂ. ૪૩૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે એક વર્ષ અગાઉ રૂ. ૨,૦૦૦ કરોડ હતી.

પરંતુ અંતિમ ફાળવણી આ પીઅર-ટુ-મર્ચન્ટ (P2M) યુપીઆઈ વ્યવહારો અને રૂપે ડેબિટ કાર્ડ ચુકવણીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રારંભિક ખર્ચ કરતાં વધારે છે. સરકારે અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૫માં પ્રોત્સાહન તરીકે રૂ. ૧,૪૪૧ કરોડની ફાળવણી કરી હતી, જે પાછળથી વધારીને રૂ. ૨,૦૦૦ કરોડ કરવામાં આવી હતી. 

સતત બીજું વર્ષ છે જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩માં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવતા પ્રોત્સાહનોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે એપ્રિલ ૨૦૨૨માં શરૂઆતમાં રૂ. ૨,૬૦૦ કરોડ આપીને પ્રોત્સાહનની શરૂઆત કરી હતી.

આ જોગવાઈ અંતિમ ખર્ચમાં થોડો વધારો કરી શકે છે, પરંતુ પેટીએમ ટ્રાન્ઝેક્શનના ખર્ચને આવરી લેવા માટે હજુ પણ તે પૂરતું નથી. એવું અનુમાન છે કે આ ખર્ચને આવરી લેવા માટે ઉદ્યોગને ઓછામાં ઓછા રૂ. ૪ થી ૫ હજાર કરોડની સબસિડીની જરૂર પડશે. 

ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે પેમેન્ટ પ્રોસેસિંગ કંપનીઓ અથવા બેંકો દ્વારા વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીને એણડીઆર કહેવામાં આવે છે. બેંકો અને ડિજિટલ પેમેન્ટ પ્રોસેસિંગ કંપનીઓ ભારતની ફિઝિકલ પેમેન્ટ સિસ્ટમ પર પ્રોસેસિંગ ટ્રાન્ઝેક્શનનો ખર્ચ ઉઠાવે છે.

પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, અમે ગયા વર્ષના એપ્રિલથી પ્રોત્સાહનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શૂન્ય મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટની ગેરહાજરીમાં, વાતાવરણમાં ખેલાડીઓ અને બેંકો આ નાણાકીય વર્ષ માટે બાકી ચૂકવણીની રાહ જોઈ રહ્યા છે.