Business

ડીઝલનો માર : જુલાઈમાં ઈ ટ્રકસના વેચાણમાં 12 ગણો વધારો નોંધાયો

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં જુલાઈમાં ઈ-ટ્રકનું વેચાણ 12 ગણું વધ્યું છે. પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ઈંધણના ભાવ વધતાં તેની માંગમાં ઉછાળો આવ્યો છે. ગયા મહિને કુલ 208 ઈ-ટ્રકનું રજિસ્ટ્રેશન થયું. કુલ વીજ વાહન વેચાણ 66% વધીને 3,27,901 થયું, જેમાં 2,04,362 ઈ-ટુ વ્હીલર્સનું વેચાણ સૌથી વધુ રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીઝલનો માર : જુલાઈમાં ઈ ટ્રકસના વેચાણમાં 12 ગણો વધારો નોંધાયો

ગત મહિને વીજ વાહનોમાં સૌથી વધુ વેચાણ ટુ વ્હીલર્સનું રહ્યું
મુંબઈ : ડીઝલથી ચાલતા ટ્રકસની સરખામણીએ લગભગ બમણી કિંમત ધરાવતા ઈ-ટ્રકસનું વેચાણ જુલાઈમાં ૧૨ ગણુ ઊંચુ રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ઈંધણના ભાવમાં આવેલા ઉછાળા બાદ ઈ-ટ્રકસની માગમાં વધારો જોવા મળ્યો છે એમ વાહનના ડેટા પરથી કહી શકાય એમ છે.
જુલાઈમાં ૨૦૮ ઈલેકટ્રીક ટ્રકનું રજિસ્ટ્રેશન થયું છે જે ગયા વર્ષના જુલાઈમાં થયેલા ૧૭ રજિસ્ટ્રેશનની સરખામણીએ ૧૨ ગણું છે.
વર્તમાન વર્ષના જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં કુલ ૮૨૧ ઈ-ટ્રકસનું રજિસ્ટ્રેશન થયું છે. ૨૦૨૫ના સમાન ગાળામાં ૧૫૬ ઈ- ટ્રકસ રજિસ્ટર્ડ થયા હતા.
ખર્ચાળ બેટરી પેકસ ઉપરાંત જાળવણી ખર્ચ પ્રમાણમાં નીચો રહેતો હોવાથી ઈ-ટ્રકસની કિંમત ઊંચી રહે છે.
ગત મહિને વીજ સંચાલિત વાહનોનું એકંદર વેચાણ વાર્ષિક ધોરણે ૬૬ ટકા વધી ૩,૨૭,૯૦૧ રહ્યું હતું. વીજ વાહનમાં ૨,૦૪,૩૬૨ સાથે સૌથી વધુ વેચાણ ઈ-ટુ વ્હીલર્સનું રહ્યું છે. ઈ- ટુ વ્હીલર્સના વેચાણમાં ૮૮.૩૦ ટકા વધારો થયાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના ડેટામાં જણાવાયું છે.