Business

બજારમાં અસ્થિરતા છતાં મ્યુ. ફંડ્સની AUMમાં ૫%નો વધારો

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં મ્યુચ્યુઅલ ફંડ્સનું AUM FY27ના Q2માં ૫% વધીને 87.2 લાખ કરોડ થયું છે. ઇક્વિટી બજારની અસ્થિરતા છતાં, AMFIના આંકડા મુજબ આ વૃદ્ધિ છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ છે. જુલાઈ-ઓગસ્ટમાં એક્ટિવ ઇક્વિટી સ્કીમ્સમાં 54,000 કરોડ અને કુલ 2.8 લાખ કરોડનો ચોખ્ખો પ્રવાહ આવ્યો હતો. SIP અને ડેટ ફંડ્સમાં રોકાણ વૃદ્ધિનું મુખ્ય કારણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બજારમાં અસ્થિરતા છતાં મ્યુ. ફંડ્સની AUMમાં ૫%નો વધારો

FY27ના Q2માં AUM રૂ. ૮૭.૨ લાખ કરોડ રહી હતી, જે પ્રથમ ત્રિમાસિકમાં રૂ. ૮૩.૧ લાખ કરોડ હતી
અમદાવાદ : ઇક્વિટી માર્કેટની અસ્થિરતા હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ્સએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ત્રિમાસિક ગાળામાં સરેરાશ ત્રિમાસિક એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં લગભગ ૫ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ફંડ ગૃહો પાસે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ત્રિમાસિક ગાળામાં એયુએમ રૂ. ૮૭.૨ લાખ કરોડ રહી હતી, જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. ૮૩.૧ લાખ કરોડ હતી.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે આ વૃદ્ધિ છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ રહી છે. આ ત્રિમાસિક ગાળામાં બજારના કરેક્શનને કારણે, ખાસ કરીને લાર્જકેપ સેગમેન્ટમાં ઇક્વિટી સ્કીમ્સમાં માર્ક-ટુ-માર્કેટ નુકસાન થયું હોવા છતાં, વિવિધ કેટેગરીઓમાં આવેલા મજબૂત ઇનફ્લોને (રોકાણને) કારણે આ વૃદ્ધિને ટેકો મળ્યો હતો. કેટલીક ડેટ સ્કીમ્સમાં પણ કરેક્શન જોવા મળ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ત્રિમાસિક ગાળાના પ્રથમ બે મહિનામાં (જુલાઈ અને ઓગસ્ટ), રોકાણકારોએ એક્ટિવ ઇક્વિટી સ્કીમ્સમાં ચોખ્ખા રૂ. ૫૪,૦૦૦ કરોડ ઠાલવ્યા હતા. એકંદરે, આ બે મહિનાના ગાળા દરમિયાન તમામ કેટેગરીઓમાં નેટ ઇનફ્લો રૂ. ૨.૮ લાખ કરોડ રહ્યો હતો. આમાં સૌથી વધુ ઇનફ્લો ડેટ ફંડ્સમાં જોવા મળ્યો હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડેટ ફંડ્સમાં ઇનફ્લો ટૂંકા ગાળાના સંસ્થાકીય રોકાણોને કારણે વધ્યો હતો, જ્યારે એક્ટિવ ઇક્વિટી ફંડ્સમાં ઇનફ્લો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ)ના પ્રવાહને આભારી હતો.
ઇક્વિટી ઇનફ્લોના મોટા હિસ્સા માટે માત્ર સિપ જ જવાબદાર રહી છે. સમગ્ર મહિના દરમિયાન સતત સિપ કલેક્શન થતું હોવાથી, બજારની અસ્થિરતા વચ્ચે પણ તે સરેરાશ એયુએમ વધારવામાં વધુ મદદરૂપ બને છે.