EV વેચાણ વધવા છતાં માળખાકીય સુવિધાઓનો પડકાર વધુ ગંભીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના પબ્લિક ચાર્જિંગ નેટવર્કમાં દસ ગણાથી વધુનો વિસ્તાર
અમદાવાદ : ભારતના જાહેર ઇલેક્ટ્રિક વાહન (ઈવી) ચાર્જિંગ માટેના રૂ. ૨,૦૦૦ કરોડના પ્રોત્સાહનથી માત્ર ૧૮,૮૧૧ ચાર્જિંગ પોઈન્ટ્સને જ ટેકો મળી શકે તેમ છે, જે ૨૦૩૦ સુાૃધીમાં દેશના ૩૦% ઈવી અપનાવવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે જરૂરી ૧૩.૨ લાખ (૧.૩૨ મિલિયન) ચાર્જિંગ પોઈન્ટ્સના ૨% કરતાં પણ ઓછું છે. આ બાબત દર્શાવે છે કે ઈવી વેચાણ વાૃધવા છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધાઓ)નો પડકાર વધુ ગંભીર બની રહ્યો છે.
ઇન્સ્ટિટયૂટ ફોર એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્શિયલ એનાલિસિસ દ્વારા કરવામાં આવેલો આ અંદાજ અપસ્ટ્રીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચાર્જિંગ સાધનો બંને માટે ૧૦૦% સબસિડી વધારીને મૂકવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાના ખર્ચમાં માત્ર ગ્રીડ અપગ્રેડેશનનો હિસ્સો જ ૫૦% જેટલો હોઈ શકે છે, જે ઓછા વપરાશ સામે ઝઝૂમી રહેલા ઓપરેટરો પર વધારાનું આિર્થક ભારણ ઊભું કરે છે.
આ તારણો એવા સમયે આવ્યા છે જ્યારે ભારતના પબ્લિક ચાર્જિંગ નેટવર્કમાં દસ ગણાથી વધુનો વિસ્તાર થયો છે. ૨૦૨૨માં ૫,૧૫૧ સ્ટેશનોથી વધીને જુલાઈ ૨૦૨૬ સુધીમાં ૫૨,૭૧૮ સ્ટેશનો થયા છે. વાર્ષિક ઈવી વેચાણ ૨૦૧૬માં આશરે ૫૦,૦૦૦ થી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૨૫ લાખ (૨.૫ મિલિયન) પર પહોંચી ગયું છે, જ્યારે જુલાઈ ૨૦૨૬નું વેચાણ વાર્ષિક ધોરણે ૬૩.૨% વધીને ૩,૦૭,૭૫૨ યુનિટ થયું હતું.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલી બ્રીફિંગ નોટમાં ઇન્સ્ટિટયૂટ એ સરકારને રજૂઆત કરી છે કે સરકારી સહાયને માત્ર ચાર્જર લગાવવા પૂરતી સીમિત ન રાખતાં પ્રમાણિત કામગીરી (પર્ફોર્મન્સ), ઓછા કરવેરા અને ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાહત દરે િધરાણ સાથે જોડવામાં આવે.
અહેવાલ ભલામણ કરે છે કે ભવિષ્યની સબસિડી, જમીનની છૂટછાટો અને વાયેબિલિટી-ગેપ ફંડિંગને ચાર્જરના અપટાઇમ (ચાલુ રહેવાનો સમય), સફળ ચાર્જિંગ સત્રો અને ખામી નિવારણની મહત્તમ સમયમર્યાદા સાથે સાંકળવામાં આવે. ઈવી ચાર્જિંગના સારા અનુભવ માટે માત્ર ચાર્જરની સંખ્યા જ નહીં, પરંતુ ચાર્જરનો અપટાઇમ અને તેની વિશ્વસનીયતા અનિવાર્ય છે.
અહેવાલમાં પબ્લિક ચાર્જિંગ પરનો જીએસટી ૧૮% થી ઘટાડીને ૫% કરવાની પણ ભલામણ કરવામાં આવી છે, જેથી તે ઈવી ખરીદી પરના ટેક્સ દર જેટલો સમાન થઈ શકે.




