ખાંડની MSP રૂ. ૩૧ થી વધારીને રૂ. ૫૦ કરવાની માંગણી તીવ્ર બની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખાંડનો લઘુત્તમ વેચાણ ભાવ સાત વર્ષથી પ્રતિ કિલો રૂ. ૩૧ પર અટકી ગયો છે, જ્યારે શેરડીનો FRP વધી રહ્યો છે
અમદાવાદ : મહારાષ્ટ્રમાં ખાંડ મિલના કામદારોએ ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં ૨૨ તારીખથી અનિશ્ચિત હડતાળની ધમકી આપી છે. ખેડૂતો અને કામદારો બંનેની પ્રાથમિક માંગ ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ (MSP)માં વધારો કરવાની છે. ખેડૂતો કહે છે કે ખાંડ મિલોની નબળી આર્થિક સ્થિતિને કારણે, તેઓ શેરડી માટે સમયસર ચુકવણી મેળવી શકતા નથી. તેઓ માને છે કે ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ રૂ. ૫૦ પ્રતિ કિલો વધારવાથી ખાંડ ઉદ્યોગ અને શેરડીના ખેડૂતોને રાહત મળશે. વધુમાં, તેની ગ્રાહકો પર ખાસ અસર થશે નહીં.
ખેડૂતો ખાંડના લઘુત્તમ વેચાણ ભાવને વર્તમાન રૂ. ૩૧ રૂપિયા પ્રતિ કિલોથી વધારીને રૂ. ૫૦ રૂપિયા પ્રતિ કિલો કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ ઇથેનોલના ખરીદ ભાવને રૂ. ૫૮ રૂપિયાથી વધારીને રૂ. ૭૦ રૂપિયા પ્રતિ લિટર કરવાની પણ માંગ કરી રહ્યા છે.
છેલ્લા સાત વર્ષમાં શેરડીના વાજબી અને લાભદાયી ભાવ (FRP)માં ૨૬ ટકાથી વધુનો વધારો થયો છે, પરંતુ ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં માત્ર એક જ વાર સુધારો કરવામાં આવ્યો છે. ફેબુ્રઆરી ૨૦૧૯ પછી ખાંડનો ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ વધ્યો નથી અને તે ૩૧ રૂપિયા પ્રતિ કિલો પર સ્થિર રહ્યો છે.
ખાંડ ઉદ્યોગનો સૌથી મોટો ખર્ચ શેરડીની ખરીદી પર થાય છે. ૨૦૨૦-૨૧માં શેરડીનો વાજબી અને લાભદાયી ભાવ ૨,૮૫૦ રૂપિયા પ્રતિ ટન હતો, જે ૨૦૨૬-૨૭ની પિલાણ સીઝન માટે વધારીને ૩,૬૫૦ રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. તેનાથી વિપરીત, ફેબુ્રઆરી ૨૦૧૯ થી ખાંડનો લઘુત્તમ વેચાણ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩,૧૦૦ પર સ્થિર રહ્યો છે.
ઉત્પાદન ખર્ચ અને અન્ય ખર્ચમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને, ખાંડ ઉદ્યોગ લાંબા સમયથી લઘુત્તમ વેચાણ ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યો છે.ખાંડ ઉદ્યોગના કામદારો ૨૨મી તારીખથી અનિશ્ચિત હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે
મહારાષ્ટ્રમાં ખાંડ ઉદ્યોગના કર્મચારીઓએ ૨૨મી તારીખથી અનિશ્ચિત હડતાળ પર જવાની ધમકી આપી છે, જેમાં ખાંડનો લઘુત્તમ વેચાણ ભાવ પ્રતિ કિલો રૂ. ૫૦ કરવાનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે લઘુત્તમ વેચાણ ભાવ વધારવાથી રાજ્યની ખાંડ મિલોની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે છેલ્લા સાત વર્ષથી ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં વધારો કર્યો નથી. પરિણામે, બેંકો ખાંડના સ્ટોક સામે જામીનગીરી તરીકે ખાંડ મિલોને લોન આપતી વખતે સાવચેતી રાખે છે.




