Business

EVની માંગ ઉત્પાદન કરતાં વધુ, સપ્લાય ચેઇન પર જોવાતું દબાણ

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) નો વ્યાપ ૧૦.૭% પર પહોંચ્યો છે, જેમાં થ્રી-વ્હીલરનો હિસ્સો ૬૪.૯% છે. વધતી માંગને કારણે ટાટા મોટર્સ અને ટુ-વ્હીલર ઉત્પાદકો પર ઉત્પાદન વધારવાનું દબાણ છે. જોકે, ક્ષમતા મર્યાદાઓ, સપ્લાય-ચેઇનના અવરોધો અને ચીનના પ્રતિબંધોને કારણે પુરવઠાની અછત વર્તાઈ રહી છે, જેનાથી તહેવારોમાં મુશ્કેલી પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

EVની માંગ ઉત્પાદન કરતાં વધુ, સપ્લાય ચેઇન પર જોવાતું દબાણ

વાહનોની વિવિધ કેટેગરીમાં ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ હાલમાં ૧૦.૭ ટકા પર પહોંચી ગયો
અમદાવાદ : ઇલેક્ટ્રિક વાહનો (EV) ના વાૃધતા વ્યાપને કારણે ઉત્પાદકો પર ઉત્પાદન વધારવાનું દબાણ આવી રહ્યું છે. ક્ષમતાની મર્યાદાઓ (કેપેસિટી કન્સ્ટ્રેઇન્ટ્સ), મર્યાદિત ઇન્વેન્ટરી અને સપ્લાય-ચેઇનમાં અવરોધોને લીધે માંગ પૂરી કરવાની તેમની ક્ષમતા પર અસર પડી રહી છે.
વિવિાૃધ વાહન શ્રેણીઓમાં ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા વધવા સાથે વાહન ઉત્પાદકો મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારી રહ્યા છે, પરંતુ ખાસ કરીને આગામી તહેવારોની સિઝન દરમિયાન સપ્લાયની અછત રોકવા માટે આ વધારાની ગતિ પૂરતી ન પણ હોય.
ડેટા અનુસાર, વાહનોની વિવિધ કેટેગરીમાં ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ હાલમાં ૧૦.૭% પર પહોંચ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં પેસેન્જર વાહનોના રજિસ્ટ્રેશનમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો ૮.૫% રહ્યો હતો, જ્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો હિસ્સો ૧૧.૬% હતો. ાૃથ્રી-વ્હીલર સેગમેન્ટમાં આ પ્રમાણ નોંધપાત્ર રીતે વાૃધારે, એટલે કે ૬૪.૯% હતો. આ વધતા વપરાશને કારણે ઉત્પાદકો પર ઉત્પાદન વાૃધારવા અને તેમના સપ્લાય નેટવર્કને મજબૂત કરવાનું દબાણ વાૃધી રહ્યું છે.
ઇલેક્ટ્રિક પેસેન્જર વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સમાં બુકિંગ ફેબુ્રઆરી ૨૦૨૬ પહેલાના સ્તર કરતા લગભગ ૨.૫ ગણું વાૃધી ગયું છે, જેમાં પંચ.ઇવી અને નેક્સન.ઇવી મોખરે છે. કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ બીજા ત્રિમાસિક ગાળામાં ઇલેક્ટ્રિક વાહનોમા ઉત્પાદનમાં લગભગ ૪૦% નો વાૃધારો કર્યો હતો, જેનાથી ત્રિમાસિક હોલસેલ વેચાણ ૪૭,૦૦૦ યુનિટ્સથી વાૃધુના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, જે એક વર્ષ અગાઉના સ્તર કરતાં લગભગ બમણું છે. તેમ છતાં, માંગ હજુ પણ પુરવઠા (સપ્લાય) કરતાં વાૃધુ રહેલી છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ક્ષેત્રે પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. એથર એનજીર્મ ઉત્પાદન ક્ષમતા વાૃધારવાનું આયોજન કરી રહી છે. તેમ છતાં, કેટલાક રાજ્યોમાં વેઇટિંગ પિરિયડ લંબાઈને બે મહિના કે તેથી વાૃધુ થઈ ગયો છે, જ્યારે ડીલર ઇન્વેન્ટરી અગાઉના લગભગ ૧૫ દિવસથી ઘટીને એક અઠવાડિયાથી પણ ઓછી થઈ ગઈ છે. હીરો મોટોકોર્પ પણ પોતાની માસિક ક્ષમતા વાૃધારી રહી છે. બજાજ ઓટો ઉત્પાદકતામાં સુધારો કરીને અને વેન્ડર્સ પાસેથી વાૃધુ ઉત્પાદન મેળવીને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ક્ષમતા દર મહિને ૬૦,૦૦૦ યુનિટ્સ કરવાની યોજના બનાવી રહી છે.
આ મુશ્કેલીઓ માત્ર મેન્યુફેક્ચરિંગ સુવિાધાઓ પૂરતી મર્યાદિત નથી. ઓટોમેકર્સે મોટર્સમાં વપરાતી રેર-આૃર્થ સામગ્રી સહિતના મહત્વપૂર્ણ કમ્પોનન્ટ્સ પર ચીનના પ્રતિબંધો, તેમજ પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વધતા ખર્ચ અને વિલંબ તરફ ધ્યાન દોર્યું છે.