ઈન્શ્યોરન્સ ક્લેમમાં વિલંબ હવે કંપનીઓને મોંઘો પડશે, વધારાનું વ્યાજ ચૂકવવા આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મનસ્વી વીમા અસ્વીકારને રોકવા માટે, વીમા દાવાને નકારી કાઢતા પહેલા સંબંધિત સમિતિની મંજૂરી મેળવવી હવે ફરજિયાત રહેશે
અમદાવાદ : કેન્દ્ર સરકારે ઈન્શ્યોરન્સ ક્લેમના સમાધાનમાં વિલંબ અંગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે વીમાના દાવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, જવાબદાર અનેગ્ર્રાહક-મૈત્રીપૂર્ણ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. નવી જોગવાઈઓ હેઠળ, જો કોઈ વીમા કંપની નિર્ધારિત સમયમર્યાદામાં ક્લેમ ચૂકવવામાં નિષ્ફળ જાય છે તો તેણે બેંક દર કરતાં બે ટકા વધુ વ્યાજ સાથે રકમ ચૂકવવાની રહેશે.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે સરકાર, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (આરડીએઆઈ) સાથે મળીને ઈન્શ્યોરન્સ ક્લેમના સમાધાન પર સતત દેખરેખ રાખી રહી છે. આ માટે, ગ્રાહકોની ફરિયાદો અને દાવા સંબંિધત બાબતોનું નિરીક્ષણ વિવિધ ચેનલો દ્વારા કરવામાં આવે છે, જેમાં વીમા ભરોસા પોર્ટલનો પણ સમાવેશ થાય છે.
સરકારે દાવા અસ્વીકાર પ્રક્રિયાને પણ વાૃધુ પારદર્શક બનાવી છે. મનસ્વી અસ્વીકારને રોકવા માટે, વીમા દાવાને નકારી કાઢતા પહેલા સંબંધત સમિતિની મંજૂરી મેળવવી હવે ફરજિયાત રહેશે.
વીમા કંપનીઓએ તેમની પોલિસીમાં સમગ્ર ઈન્શ્યોરન્સ ક્લેમ પ્રોસેસ અને જરૂરી દસ્તાવેજોની યાદી સ્પષ્ટ રીતે જણાવવાની રહેશે. ગ્રાહકો ઓનલાઈન પોર્ટેલ, કોલ સેન્ટર અથવા અન્ય અિધકૃત ચેનલો દ્વારા સરળતાથી ક્લેમ કરી શકશે. વીમા કંપનીઓએ આ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપવાનો રહેશે.
આ સિવાય સૌથી મહત્વનું જો ચૂકવણી નિર્ધારિત સમયમર્યાદામાં કરવામાં નહીં આવે તો કંપનીઓએ બેંક દર કરતાં બે ટકા વાૃધુ વ્યાજ સાથે ક્લેમની રકમ ચૂકવવાની રહેશે. વીમા કંપનીઓએ દાવાઓનું ઝડપી અને વાજબી સમાધાન સુનિશ્ચિત કરવાની જરૂર પડશે. કંપનીના ટોચના અિધકારીઓએ જવાબદારી સુનિશ્ચિત કરવા માટે નિયમિત દેખરેખ જરૂરી છે.
સરકારના મતે આ ફેરફારો પોલિસીધારકોના અિધકારોને મજબૂત બનાવશે, ઈન્શ્યોરન્સ ક્લેમ પ્રોસેસમાં પારદર્શિતા વધારશે અને ગ્રાહકોને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરશે.









