માર્કેટ મજામાં, એકઝાટકે રૂ. 20 લાખ કરોડની કમાણી! સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market News: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) ખુલતા જ સેન્સેક્સ 2,546 પોઈન્ટથી વધુ વધ્યો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પણ 724 પોઈન્ટ ઉછળ્યો.
BSEનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયા વધી ગયું
ટ્રેડ ડીલ પછી શેરબજારમાં આવેલી તેજી વચ્ચે શેરબજારમાં રોકાણકારોનો પણ સારો સમય રહ્યો. સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના કારણે, BSEનું માર્કેટ કેપ એક જ ઝટકામાં 20 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે. સોમવારે ટ્રેડિંગ બંધ થતાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 455 લાખ કરોડ રૂપિયા હતું, જે મંગળવારે શરૂઆતની તેજી સાથે 474 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત, ભારતના સામાન પર હવે 18 ટકા ટેરિફ
મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. ગઇકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી. જે બાદ બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર ટ્રેડ ડીલ અંગે જાહેરાત કરી. અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારત હવે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે. જેથી યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ મળશે.
બીજી તરફ તેમણે બીજો એક દાવો એવો પણ કર્યો કે ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાશે. એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકાની 500 અબજ ડોલરની વસ્તુઓ ભારતમાં વેચાશે. ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પની સાથે વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જોકે તેમણે તેમના નિવેદનમાં ક્યાંય ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે તેવી કોઈ પુષ્ટિ કરી નથી. કૃષિ પ્રોડક્ટ્સને લઈને પણ તેમણે કોઈ પુષ્ટિ નથી કરી.








