Business

ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો

By GS TEAM
3 Dec 20253 mins read
TukuTouch Logo
દુનિયાને ટેરિફની ધમકી આપીને ડરાવનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ક્રિપ્ટો પ્રેમી પણ માનવામાં આવે છે પરંતુ આ જ ક્રિપ્ટોકરન્સી છેલ્લા કેટલાક દિવસોથી તેને મોટું નુકસાન પણ કરાવી રહી છે. મંગળવારે ક્રિપ્ટો ખજાનામાં સુનામી જેવી પરિસ્થિતિ આવી અને મોટું નુકસાન થયું. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પ દ્વારા કો-ફાઉન્ડેડ અમેરિકન બિટકોઇન કોર્પના શેર (American Bitcoin Corp Share) માત્ર 30 મિનિટમાં જ ક્રેશ થઈ ગયા અને 50% થી વધુનો કડાકો બોલાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો

Trump Crypto Stock Crash: દુનિયાને ટેરિફની ધમકી આપીને ડરાવનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ક્રિપ્ટો પ્રેમી પણ માનવામાં આવે છે પરંતુ આ જ ક્રિપ્ટોકરન્સી છેલ્લા કેટલાક દિવસોથી તેને મોટું નુકસાન પણ કરાવી રહી છે. મંગળવારે ક્રિપ્ટો ખજાનામાં સુનામી જેવી પરિસ્થિતિ આવી અને મોટું નુકસાન થયું. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પ દ્વારા કો-ફાઉન્ડેડ અમેરિકન બિટકોઇન કોર્પના શેર (American Bitcoin Corp Share) માત્ર 30 મિનિટમાં જ ક્રેશ થઈ ગયા અને 50% થી વધુનો કડાકો બોલાયો.

ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધી કડાકો બોલાયો    

મંગળવારે અમેરિકન શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત થતાં જ ટ્રમ્પ પરિવાર દ્વારા સમર્થિત અમેરિકન બિટકોઇન કોર્પના શેર ચર્ચામાં આવી ગયા. વાસ્તવમાં ટ્રેડિંગ શરૂ થવાની માત્ર એક મિનિટમાં જ અમેરિકન બિટકોઇન કોર્પના શેરમાં 30 ટકાથી વધુનો કડાકો બોલાયો અને પછીના અડધા કલાકમાં સ્ટોકની વેલ્યૂ 50 ટકાથી વધુ ક્રેશ થઈ ગઈ. ટ્રેડિંગ દરમિયાન તે 1.74 ડોલરના લો લેવલ સુધી ક્રેશ થઈ ગઈ. જોકે, માર્કેટ ક્લોઝ થતાં થતાં તેમાં સામાન્ય સુધીરો આવ્યો તેમ છતાં ABC Share 38.83%ના મોટા કડાકા સાથે 2.19 ડોલર પર બંધ થયું.

અમેરિકન બિટકોઈન કોર્પના કો-ફાઉન્ડર પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પ છે. આ કંપની આ વર્ષના મે મહિનામાં શરૂ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બરમાં Nasdaq પર લિસ્ટેડ થઈ હતી. કંપનીએ ગ્રિફોન ડિજિટલ માઈનિંગ સાથે મર્જર કર્યું હતું. માત્ર એરિક જ નહીં પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ આ કંપનીમાં કો-ફાઉન્ડર છે. તેના શેરની વેલ્યૂ પોતાના હાઈથી લગભગ 80 ટકા આસપાસ ક્રેશ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: અમેરિકા-વેનેઝુએલા વચ્ચે મોટા યુદ્ધની તૈયારી, ટ્રમ્પે કહ્યું - મને ખબર છે કે ખરાબ લોકો ક્યાં રહે છે

અમેરિકન બિટકોઇન કોર્પનું સપ્ટેમ્બરના મધ્ય સુધી માર્કેટ કેપિટલ 7 અબજ ડોલરથી વધુ હતું, જ્યારે તેની બેલેન્સ શીટમાં 28.5 કરોડ ડોલરના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી હતી. અહેવાલ પ્રમાણે રેગ્યુલેટરી ડોક્યુમેન્ટ્સ પર નજર કરીએ તો સપ્ટેમ્બરના અંત સુધીમાં આ કંપની પાસે 3,418 બિટકોઇન રિઝર્વ હતા, જેની કિંમત હવે લગભગ 31 કરોડ ડોલર હશે. જોકે, તાજેતરના મોટા કડાકા બાદ અમેરિકન બિટકોઇન કોર્પનું માર્કેટ કેપ ઘટીને માત્ર 2 અબજ ડોલરથી થોડું વધારે રહી ગયું છે.

ક્રિપ્ટો માર્કેટમાં મચેલા હાહાકારની સીધી અસર ટ્રમ્પ પરિવારની નેટવર્થ પર પડી

છેલ્લા કેટલાક દિવસોથી ક્રિપ્ટો માર્કેટમાં મચેલા હાહાકારની સીધી અસર ટ્રમ્પ પરિવારની નેટવર્થ પર પડી છે. તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે, બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે માત્ર ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જ ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વેન્ચર્સનું 1 અબજ ડોલરથી વધુ નુકસાન થઈ ચૂક્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થમાં ઘટાડો

ફોર્બ્સના નવા અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પની કુલ સંપત્તિ (Donald Trump Networth Fall) 6.2 અબજ ડોલર નોંધાઈ હતી, જે આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં 7.3 અબજ ડોલર હતી. આનો અર્થ એ થયો કે તેમની નેટવર્થમાં સીધો 1.1 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડો તેમની કંપનીના શેર TMTGમાં તીવ્ર ઘટાડાને કારણે થયો હતો.