Business

ક્રૂડના ભાવ વધ્યા મથાળેથી ઘટયાઃ સોના-ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી 4300 ડોલર પાર પહોંચ્યા છે. વૈશ્વિક ગોલ્ડ ETFમાં સતત બે મહિનાથી ઇન્ફ્લો વધતા, ઘરેલું બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. જોકે, ક્રૂડનો સ્ટોક 71 લાખ બેરલ્સ વધતા ક્રૂડતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વ્યાજ દર પર સૌની નજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડના ભાવ વધ્યા મથાળેથી ઘટયાઃ સોના-ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા

અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૭૧ લાખ બેરલ્સ વધ્યાના નિર્દેશો
વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ૪૩૦૦ ડોલર પારઃ વૈશ્વિક ગોલ્ડ ઈટીએફમાં સતત બે મહિનાથી ઈન્ફલો વધી રહ્યાના સંકેત
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. જો કે પ્લેટીનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. અમરિકામાં ક્રૂડનો સ્ટોક ૭૧ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટના સૂત્રોએ જણાવ્યું હતું. સાઉદી અરેબિયાએ ઓમાન માર્ગે ક્રૂડની નિકાસ વધારી હોવાના સમાચાર પણ મળ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ બજાર ફરી ઉંચકાઈ હતી. સોનાના વૈશ્વિક ભાવ ઔંસના ૪૨૭૭ થી ૪૨૭૮ વાળા વધી ૪૩૫૩ થઈ ૪૩૪૬થી ૪૩૪૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૦૮.૫૯ થયા પછી ૧૦૭.૨૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૫.૬૩ થઈ ૧૦૩.૩૯ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૦૦ વધી રૂ.૧૫૧૭૫૨ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૦ વધી રૂ.૧૫૨૩૬૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૬૦૦ વધી રૂ.૨૩૧૩૩૭ રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના આજે વધુ રૂ.૨૦૦ ઘટી રૂ.૬૧૦૪૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૯૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૯૪ વાળા વધી ૧૩૨૪ થઈ ૧૩૧૬થી ૧૩૧૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૧.૧૧ ટકા પ્લસમાં રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૬૨૦ ૦ તથા ૯૯૯ના રૂ.૧૫૬૫૦૦ રહ્યા હતા અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારના ખેલાડીઓની નજર અમેરિકા, બ્રિટન તથા જાપાનમાં નક્કી થનારા વ્યાજ દર પર રહી હતી. સુદાન ખાતે એક ગોલ્ડ માઈન ધસી પડતાં આશ રે ૬૦ કામદારો મરણ પામ્યાના સમાચાર મળ્યા હતા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફમા) ઈન્ફલો છેલ્લા સ્તરે બે મહિનાથી વધી રહ્યો છે. વિતેલા સપ્તાહમાં આવો ઈન્ફલો ૧.૫૫ અબજ ડોલર વધ્યો હતો. તથા એ અગાઉના સપ્તાહમાં આ આંકડો ૪.૦૨ અબજ ડોલર તથા એ પૂર્વે ૩. ૯૯ અબજ ડોલર નોંધાયો હતો.