Business

ક્રૂડતેલ ઉછળી ૯૯ ડોલર નજીક પહોંચ્યું સોના- ચાંદીમાં પણ ફરી તેજીનો ચમકારો

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરીબજારમાં સોના-ચાંદીના ભાવ ફરી ઉછળ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 4400 ડોલર પાર થયું છે, જ્યારે રૂપિયા સામે ડોલર મજબૂત થતાં આયાતી સોના-ચાંદી મોંઘા બન્યા છે. ક્રૂડતેલના ભાવ પણ 100 ડોલર નજીક પહોંચતા સોના પર અસર જોવા મળી. મુંબઈમાં સોનું 999ના ભાવે 153077 રૂપિયા અને ચાંદી 233826 રૂપિયા પ્રતિ કિલો થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડતેલ ઉછળી ૯૯ ડોલર નજીક પહોંચ્યું સોના- ચાંદીમાં પણ ફરી તેજીનો ચમકારો

વૈશ્વિક સોનું ઉંચકાઈ ૪૪૦૦ ડોલર પાર : રૂપિયો તૂટતાં સોનું ઉંચકાયું
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વબજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃધ્ધિ થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ૧૦૦ ડોલર નજીક પહોંચી જતા તેની ઈમ્પેક્ટ પણ સોનાના ભાવ પર દેખાઈ હતી.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૪૩૮૯થી ૪૩૯૦ ડોલરવાળા ઉંચામાં ભાવ ૪૪૪૨ થઈ ૪૪૦૪થી ૪૪૦૫ ડોલર રહ્યા હતા.સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૬૫.૫૨થી વધી ઉંચામાં ભાવ ૬૭.૧૮ થઈ ૬૬.૨૦થી ૬૬.૨૧ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વબજાર પાછળ ઘરઆંંગણે મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૪૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૨૪૬૪ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૩૦૭૭ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૨૦૦ વધી રૂ.૨૩૩૮૨૬ રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૭૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૭૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૩૩૦૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં ભાવ ૯૯.૪૬ થઈ ૯૮.૬૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ઉંચામાં ભાવ ૯૪.૭૩ થઈ ૯૩.૭૩ ડોલર રહ્યા હતા.
ઈરાન યુધ્ધ વકરતાં ક્રૂડના ભાવ ઉંચામાં ૧૨૦ ડોલર સુધી જવાની શક્યતા વિશ્વબજારના જાણકારો દર્શાવી રહ્યા હતા. દરમિયાન, ચીનની સરકારે ઓગસ્ટમાં વિશ્વબજારમાંથી આશરે ૨૦ ટન સોનાના ખરીદી કર્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૮૧૩થી વધી ઉંચામાં ભાવ ૧૮૫૦ થઈ ૧૮૩૭થી ૧૮૩૮ ડોલર રહ્યા હતા. જોકે પેલેડીયમના ભાવ ૧૩૮૬થી ૧૩૮૭ વાળા ઘટી નીચામાં ભાવ ૧૩૬૯ થઈ ૧૩૭૪થી ૧૩૭૫ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે વધુ ૨.૧૮ ટકા વધતાં ભાવ વધી નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા. ઈરાન યુધ્ધમાં ઘર્ષણ વધતાં હોર્મુઝ રુટ પર જહાજોની અવરજવર પર ફરી અસર પડવાની ભીતી વિશ્વબજારના જાણકારો દર્શાવી રહ્યા હતા. આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૫ની નજીક પહોંચતા તેની અસર પણ દેખાઈ હતી.