Business

ક્રૂડતેલ ઉછળી 78 ડોલર નજીક પહોંચ્યું : રૂપિયો તૂટતાં સોના-ચાંદીમાં પણ આગેકૂચ

By GS Team
9 Jan 20252 mins read
This article was originally published on 9 Jan 2025
ક્રૂડતેલ ઉછળી 78 ડોલર નજીક પહોંચ્યું : રૂપિયો તૂટતાં સોના-ચાંદીમાં પણ આગેકૂચ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ધીમી ગતિએ આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર જો કે કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળે ફંડોની વેચવાલી બતાવતા હતા.  વિશ્વ બજારમાં  ડોલરનો ઈન્ડેક્સ ઉંચકાતાંસ વૈશ્વિક સોનામાં ઉછાળે વેચવાલી વધ્યાની ચર્ચા હતા. દરમિયાન, ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં તેની અસર ઝવેરી બજાર પર પોઝીટીવ પડી હતી. ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૮૫.૮૬  સુધી પહોંચ્યા હતા.

 અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૯૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૯૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૦૫૦૦ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૫૧થી ૨૬૫૨ વાળા ઉંચામાં ૨૬૫૫ તથા નીચામાં ૨૬૪૫ થઈ ૨૬૪૯થી ૨૬૫૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૨૭થી ૩૦.૨૮ વાળા નીચામાં ૨૯.૯૯ થઈ ૩૦.૦૭થી ૩૦.૦૮ ડોલર રહ્યા હતા.

અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૪૦થી ૪૧ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. વિશ્વ બજારમાં  ભાવ ઉંચકાયા હતા. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૬.૯૨  વાળા ઉંચામાં ૭૭.૮૯ થઈ ૭૭.૨૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૪.૦૭ વાળા ઉંચામાં ૭૫.૨૯થઈ ૭૪.૬૪ ડોલર રહ્યા હતા. વૈસ્વિક કોપરના ભાવ આજે ૦.૪૩ ટકા ઘટયા હતા. 

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૫૫થી ૯૫૬ ડોલર તથા વૈશ્વિક પેલેડીયમના ભાવ ૯૨૯થી ૯૩૦ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઉંચા તથા પેલેડીયમના ભાવ નીચા જેવી વિચિ૬ સ્થિતી વિશ્વ બજારમાં તાજેતરમાં ઘણા સમયથી ચાલી રહી છે. એ વિશે ખેલાડીઓમાં આશ્ચર્ય બતાવાઈ રહ્યું હતું. 

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ  જીએસટી વગર ૯૯.૯૦ના રૂ.૭૬૮૧૭ વાળા રૂ.૭૭૧૦૦ થઈ રૂ.૭૭૦૫૪  રહ્યા હતા.  જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૭૧૨૬ વાળા રૂ.૭૭૪૧૦ થઈ રૂ.૭૭૩૬૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર  રૂ.૮૯૪૭૪ વાળા રૂ.૮૮૪૬૮ થઈ રૂ.૮૯૫૦૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.