ક્રૂડ ઉછળી ૯૨ ડોલર નજીક:સોના-ચાંદી તથા પ્લેટીનમ ઉંચા મથાળેથી ઘટયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોપરના ભાવ છ મહિનાની ટોચ પરથી નીચા ઉતર્યા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉંચા મથાળેથી પીછેહટ દેખાઈ હતી. પ્લેટીનમના ભાવ પણ ઘટયા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોનું સેલીંગ દર્શાવતા હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. દરમિયાન,ક્રૂડના ભાવ વધુ ઉછળી બેરલના ઉંચામાં ૯૧ ડોલર પાર કરી ૯૨ ડોલર નજીક પહોંચી ગયા હતા. ઈરાન તતા અમેરિકા વચ્ચે ઘર્ષણ ચાતુ રહેતાં ક્રૂડના ભાવ પર તેજીની ઈમ્પેક્ટ દેખાઈ હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ઘટી નીચામાં ૪૩૮૬ થઈ ૪૩૯૩થી ૪૩૯૪ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ઘટી નીચામાં ૬૪.૭૬ થઈ ૬૫.૦૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૩૦૦૦ તૂટી રૂ.૨૩૫૦૦૦ બોલાયા હતા.અમદાવાદ સોનાનાભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૯૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૯૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૩૪૬૩ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૪૦૮૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ રૂ.૨૫૦૦ ઘટી રૂ.૨૩૩૧૬૪ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૭૪૧ થઈ ૧૭૪૯થી ૧૭૫૦ ડોલર રહ્યા હતા. પેલેડીયનના ભાવ નીચામાં ૧૩૧૪ થઈ ૧૩૨૬થી ૧૩૨૭ ડોલર રહ્યા હહતા. કોપરના વૈશ્વિક ભાવ ઉંચામાં છ મહિનાની ટોચે પહોંચ્યા પછી ૦.૯૬ ટકા નરમ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલ દીઠ ઉંચામાં ૯૧.૮૫ ડોલર થઈ ૯૦.૯૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૫.૬૮થઈ ૮૫.૦૦ ડોલર રહ્યા હતા. ભારતમાં હીરા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ નેચરલ ડાયમંડ તથા લેબેગ્રોન ડાયમંડના ભાવ વચ્ચેનો તફાવત વધતાં મોટા શહેરો પછી હવે નાના નગરોમાં પણ લ ેબગ્રોન હીરાના વેપાર વધી રહ્યાના વાવડ મળ્યા હતા.અમેરિકામાં ડિઝલના ભાવ ઉછળી ૧૦૦ ડોલર પાર કરી ૧૦૨.૨૦ ડોલર સુધી રેકોર્ડ નવા ઉંચા ભાવ દેખાયા હતા. ઈરાન યુદ્ધ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધની અસર પણ ભાવ પર દેખાઈ હતી. અમેરિકામાં કૃષી ક્ષેત્રે ડિઝલનો વપરાશ વધ્યાના વાવડ હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૬૨૬૮૮ રહ્યા હતા.









