Business

ક્રૂડતેલ ફરી ઉછળી ૧૦૬ ડોલર પાર : સોના-ચાંદી વિશ્વ બજાર પાછળ તૂટયા

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં ડોલર ઇન્ડેક્સ ઊંચો જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલિંગ વધ્યું છે. આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. અમદાવાદમાં સોનાના ભાવ 1000 રૂપિયા ઘટી 995ના ભાવ રૂ.155200 થયા, જ્યારે ચાંદી 2000 રૂપિયા ઘટી રૂ.230000 પર પહોંચી. મુંબઈમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડતેલ ફરી ઉછળી ૧૦૬ ડોલર પાર : સોના-ચાંદી  વિશ્વ બજાર પાછળ તૂટયા

ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં પીછેહટ બતાવતા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ આજે ઉછળતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના નિદેશો મળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૩૦૭થી ૪૩૦૮ વાળા નીચામાં ભાવ ૪૨૪૪ થઈ ૪૨૬૮થી ૪૨૬૯ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમ દાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવન ઔંસના ૬૫.૦૬ વાળા નીચામાં ભાવ ૬૬.૩૧ થઈ ૬૩.૬૧થી ૬૩.૬૨ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આ જે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨૩૦૦૦૦ રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૩૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૦૧૮૧ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૭૮૫ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૪૫૦૦ ઘટી રૂ.૨૨૮૨૪૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૦.૩૩ વાળા ઉંચામાં ભાવ ૧૦૬.૫૦ થઈ ૧૦૫.૨૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૪.૬૯ થઈ ૯૩.૮૬ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે મડાગાંઠ વધુ રહેતાં ક્રૂડના ભાવ ફરી ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસદીઠ ૧૭૫૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૭૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૬ ટકા પ્લસમાં રહ્યા હતા.