ક્રૂડમાં આગેકૂચ: અમેરિકામાં સ્ટોક ઘટયો: ભાવ વધી ૧૧૦ ડોલર થશે: ગોલ્ડમેન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડો: જોકે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૩૦૦ વધી રૂ.૫૮૩૦૦ બોલાયા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર ભાવ દબાણ હેઠળ દર્શાવી રહ્યા હતા. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં વૃદ્ધી આગળ વધી હતી. દરમિયાન, અમદાવાદના ઝવેરી બજારો આજે બંધ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ઉંચામાં ૪૦૬૬ ડોલર થયા પછી નીચામાં ભાવ ૪૦૨૧ થઈ ૪૦૩૮થી ૪૦૩૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે ઘર્ષણ વધી રહ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૧૧૧૨ તથા ૯૯૯ના રૂ.૧૪૧૬૭૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૩૦૦ ઘટી રૂ.૨૧૭૪૩૪ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ઉંચામાં ૫૭.૯૨ ડોલર થયા પણ નીચામાં ભાવ ૫૬.૪૧ થઈ ૫૬.૭૪થી ૫૬.૭૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૮૫.૬૬ થઈ ૮૫.૦૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૦.૫૯ થઈ ૭૯.૭૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંસના ૧૬૨૨ વ ાલા ૧૬૮૪ થયા પછી ૧૬૫૩ થઈ ૧૬૫૯થી ૧૬૬૦ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૧૨૯૩ વાળા ૧૩૨૪ થઈ નીચામાં ભાવ ૧૨૮૨ થઈ ૧૨૮૪થી ૧૨૮૫ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આ જે ૦.૬૯ ટકા પ્લસમાં રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૧૭ લાખ બેરલ્સ ઘટયો હોવાના સમાચાર હતા. આ આંકડા યુએસ એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને બહાર પાડયા હતા. આ પૂર્વ ે અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ સ્ટોકમાં ૫ લાખ ૬૪ હજાર બેરલ્સ ઘટયો હતો. દરમિયાન, ઈરાન યુદ્ધના પગલે ઈરાકે તેના બધા ટર્મિનલ્સ પરથી ઓઈલની નિકાસ તથા રવાનગી બંધ કરી દીધાના સમાચાર હતા.
ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ ક્રૂડતેલના ભાવ આગળ ઉપર આ વ ર્ષ ના ચોથા ત્રિમાસિકમાં વધી બેરલના ૧૧૦ ડોલર થવાની શક્યતા જણાઈ રહી છે. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૨૫ લાખ બેરલ્સ ઘટશે એવી અપેક્ષા હતી પરંતુ તેના બદલે ત્યાં સ્ટોકમાં માત્ર ૧૭ લાખ બેરલ્સનો જ ઘટાડો થયો હોવાનુંબજારના જાણકારોએ જણાવ્યું હતું. ગલ્ફથી ઓઈલની નિકાસ જે તાજેતરમાં વધી હતકી તે હવે નવેસરથી હુમલાઓના પગલે ઘટયાના સમાચાર હતા.









