ક્રૂડતેલ ચાર ટકા ઉછળી ૯૧ ડોલર પાર: સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોનામાં ઓગસ્ટમાં વૈશ્વિક ભાવમાં મંથલી વૃદ્ધિએ સાત મહિનોનો રેકોર્ડ તોડયો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. જોકે શનિવારના ભાવની સરખામણીએ આજે ભાવ એકંદરે નીચા બંધ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારના સમાચાર પણ કિંમતી ધાતુઓના ભાવમાં બેતરફી ઉછળકુદ બતાવી રહ્યા હતા.
ક્રૂડતેલના ભાવ જો કે ઝડપી ૪ ટકા ઉછળ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધ વિષયક ઘર્ષણ ફરી વધતાં તથા અરસ પરસ હુમલાઓ ફરી શરૂ થઈ જતાં ક્રૂડતેલ બજારમાં તેજીની અસર જોવા મળી હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે બેરલના વધી ઉંચામાં ૯૧ ડોલર પાર કરી ૯૧.૫૨ થઈ ૯૧.૧૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૬.૭૯ થઈ ૮૬.૪૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સની વધઘટ વચ્ચે વૈશ્વિક સોનાના ભાવમાં પણ આજે બેતરફી ઉછળકુદ દેખાઈ હતી.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૪૫૫ વાળા નીચામાં ભાવ ૪૩૯૬ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૪૪૭૨ થઈ ૪૪૫૭થી ૪૪૫૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૬૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૫૨૧૧ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૫૮૩૫ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૩૭૫૦૦ વાળા આજે નીચામાં ભાવ રૂ.૨૩૫૪૫૫ થઈ રૂ.૨૩૭૧૯૯ બંધ રહ્યા હતા.
મુંબઈ સોનાના ભાવ ૯૯૫ના આજે નીચામાં રૂ.૧૫૪૫૦૪ તથા ૯૯૯ના ભાવ નીચામાં રૂ.૧૫૫૧૨૫ થયા પછી બપોર પછી ભાવ ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૬૬.૩૮ ડોલર વાળા નીચામાં ભાવ ૬૫.૫૮ તથા ઉંચામાં ભાવ ૬૭.૪૫ થઈ ૬૭.૨૬થી ૬૭.૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ આજે ઔંસના ૧૮૨૩ વાળા નીચામાં ભાવ ૧૭૯૯ તથા ઉંચામાં ભાવ ૧૮૩૮ થઈ ૧૮૧૩થી ૧૮૧૪ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ ઘટી રૂ.૬૨૦૬૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીંમાં જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૬૦૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૪૪૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ૧૪૨૫ વાળા નીચામાં ભાવ ૧૩૮૮ તથા ઉંંચામાં ભાવ ૧૪૪૦ થઈ ૧૪૧૨થી ૧૪૧૩ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઓગસ્ટ મહિનામાં ૧૦ ટકા વધતાં મંથલી ભાવ ઉછાળામાં ૭ મહિનાનો રેકોર્ડ તૂટયો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.




