Business

વર્તમાન મહિને રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટી પણ યુએઈ મારફત વધારો

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: યુદ્ધના કારણે રશિયાથી ભારતની ક્રૂડ તેલની દૈનિક આયાત ઓગસ્ટમાં ઘટીને 21 લાખ બેરલ થઈ છે, જે જુલાઈમાં 26 લાખ બેરલ હતી. આમ છતાં, રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર રહ્યું છે. યુએઈ અને વેનેઝુએલાથી આયાત વધી છે. રિફાઇનરી મેન્ટેનન્સ અને ચીનથી સ્પર્ધાને કારણે આ ઘટાડો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્તમાન મહિને રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટી પણ યુએઈ મારફત વધારો

યુદ્ધના પગલે અમેરિકા ખાતેથી એલપીજીની ખરીદી વધી
મુંબઈ : વર્તમાન ઓગસ્ટ મહિનામાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની દૈનિક સરેરાશ આયાત જુલાઈની સરખામણીએ ઘટી હોવાનું જોવા મળી રહ્યું છે આમ છતાં રશિયા હજુપણ ભારતનું ક્રુડ તેલનું મોટું પૂરવઠેદાર બની રહ્યું છે.
ઓગસ્ટમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની દૈનિક આયાત સરેરાશ ૨૧ લાખ બેરલ જોવાઈ રહી છે જે જુલાઈ તથા જૂનમાં ૨૬ લાખ બેરલ જોવા મળી હતી.
ઓગસ્ટમાં રશિયા ખાતેથી આયાતમાં ઘટાડો છતાં ભારતનું તે સૌથી મોટુ પૂરવઠેદાર જળવાઈ રહ્યું હોવાનું રિસર્ચ પેઢી કેપ્લરના ડેટા જણાવે છે.
રશિયા બાદ ૬.૧૧ લાખ બેરલ સાથે યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ) ભારતનું ક્રુડનું બીજુ મોટુ સપ્લાયર રહ્યું છે. સાઉદી અરેબિયા ખાતેથી ૩.૮૫ લાખ બેરલ જ્યારે વેનેઝુએલા ખાતેથી ૩.૮૩ લાખ બેરલ તેલની ભારતે આયાત કરી છે.રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડાનો અર્થ એ નથી કે રશિયાના ઓઈલ માટેની ભારતની માગ નબળી પડી છે, એમ કેપ્લરના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.
રિફાઈનરીઓમાં મેન્ટેનન્સ કામગીરી, રશિયા પાસે નિકાસ માટે નીચી ઉપલબ્ધતા તથા ચીન ખાતેથી વધી રહેલી સ્પર્ધા જેવા કારણોસર રશિયા ખાતેથી ભારતની ક્રુડની દૈનિક આયાતમાં વર્તમાન મહિને ઘટાડો જોવા મળી રહ્યો છે.જુલાઈમાં યુનાઈટેડ આરબ અમીરાતસ ખાતેથી ક્રુડની દૈનિક સરેરાશ આયાત ૪.૭૦ લાખ બેરલ રહી હતી જેની સરખામણીએ ઓગસ્ટનો આંક ઊંચો રહ્યો છે. આ ઉપરાંત વેનેઝુએલા ખાતેથી પણ આયાત ૨.૧૮ લાખ બેરલ પરથી વધી ૩.૮૩ લાખ બેરલ રહી હોવાનું ડેટા જણાવે છે.