Business

ક્રુડ આયાત બિલ એપ્રિલ-જુલાઈ ગાળામાં ધરખમ વધી ૬૩ અબજ ડોલરથી પણ વધુ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે એપ્રિલથી જુલાઈ દરમિયાન ભારતનું આયાત બિલ 56.50% વધી 63.40 અબજ ડોલર થયું છે. પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલના ડેટા મુજબ, વોલ્યુમની દ્રષ્ટિએ આયાત લગભગ સમાન રહી છે. પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર પહોંચ્યા. ભારતે 8.19 કરોડ ટન ક્રુડ તેલ આયાત કર્યું, જે ગયા વર્ષના 8.15 કરોડ ટનથી નજીવું વધારે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રુડ  આયાત બિલ એપ્રિલ-જુલાઈ ગાળામાં ધરખમ વધી ૬૩ અબજ ડોલરથી પણ વધુ

વોલ્યુમની દ્રષ્ટિએ આયાત માત્રા વાર્ષિક ધોરણે લગભગ સમાન
મુંબઈ : ઊંચા ભાવને પરિણામે દેશનું એપ્રિલથી જુલાઈનું ક્રુડ તેલનું આયાત બિલ વાર્ષિક ધોરણે ૫૬.૫૦ ટકા વધી ૬૩.૪૦ અબજ ડોલર રહ્યું છે. જો કે વોલ્યુમ્સની દ્રષ્ટિએ આયાત મોટેભાગે સમાન રહી હતી એમ પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલના ડેટા જણાવે છે.
પશ્ચિમ એશિયા યુદ્ધ તથા હોર્મુઝ ખાડીમાં બ્લોકેડને કારણે ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાઈ જતા એપ્રિલથી જુલાઈના ગાળામાં ભાવ વોલેટાઈલ રહ્યા હતા અને પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની ઉપર પણ જોવા મળ્યા હતા.
એપ્રિલથી જુલાઈના ગાળામાં ભારતે ૮.૧૯ કરોડ ટન ક્રુડ તેલ આયાત કર્યું છે જે ગયા વર્ષના સમાન ગાળામાં ૮.૧૫ કરોડ ટન રહ્યું હતું. જુલાઈમાં આયાત બિલ ૪૦ ટકા વધી ૧૩.૭૦ અબજ ડોલર રહ્યું હતું. વોલ્યુમની દ્રષ્ટિએ આયાત ૧૩.૨૦ ટકા વધી ૨.૧૪ કરોડ ટન રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.
અમેરિકા તથા ઈરાન વચ્ચે નવેસરની તાણને કારણે ક્રુડ તેલના ભાવ ફરી પાછા ઊંચે ગયા છે. એપ્રિલ ૨૦૨૫માં ભારતને ક્રુડ તેલની બાસ્કેટનો સરેરાશ ભાવ જે પ્રતિ બેરલ ૬૭.૭૦ ડોલર પડયો હતો તે વર્તમાન વર્ષના એપ્રિલમાં વધી પ્રતિ બેરલ ૧૧૪.૪૮ બેરલ પડયો હતો.
ગયા વર્ષના જુલાઈમાં ઈમ્પોર્ટ ભાવ જે પ્રતિ બેરલ ૭૦.૯૦ ડોલર પડયો હતો તે વર્તમાન વર્ષના સમાન મહિનામાં ૮૨.૦૪ ડોલર પડયો હતો.
વિશ્વમાં ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર દેશ છે. પશ્ચિમ એશિયા કટોકટી લાંબી ચાલશે તો વર્તમાન નાણાં વર્ષમાં ભારતની ક્રુડ બાસ્કેટની કિંમત પ્રતિ બેરલ સરેરાશ ૯૦ ડોલર સુધી જઈ શકે છે, એમ એક તેલ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.