Business

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવાથી બોજો પડશે નહીં

By GS Team
8 Jun 20243 mins read
This article was originally published on 8 Jun 2024
TukuTouch Logo
જ્યારે પણ તમે નવું કાર્ડ મેળવો છો, ત્યારે તમને કાર્ડ સક્રિય કરવા માટે 30-દિવસની વિન્ડો આપવામાં આવે છે, ત્યારબાદ 7-દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, જ્યાં સુધી યુઝર તેને એક્ટિવ ન કરે ત્યાં સુધી બેન્કો નવું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બનાવી શકતી નથી. આથી, તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ચાલુ રાખવા અને લાભ મેળવવા માટે આ સમયમર્યાદામાં તેને એક્ટિવ કરવું મહત્વપૂર્ણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવાથી બોજો પડશે નહીં

Credit Card Tips: ક્રેડિટ કાર્ડ એ એવી વસ્તુ છે, કે જો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ખૂબ ઉપયોગી ફાઈનાન્સિયલ ટુલ સાબિત થઈ શકે છે. ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ ભવિષ્યમાં ક્રેડિટ લિમિટ વધારી શકે છે, અને જો તમે કાર્ડનો યોગ્ય ઉપયોગ ન કર્યો તો ભારે દેવાના સંકજામાં ફસાઈ શકો છો.

નવા કાર્ડધારકોએ ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવુ જરૂરી

જ્યારે પણ તમે નવું કાર્ડ મેળવો છો, ત્યારે તમને કાર્ડ સક્રિય કરવા માટે 30-દિવસની વિન્ડો આપવામાં આવે છે, ત્યારબાદ 7-દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, જ્યાં સુધી યુઝર તેને એક્ટિવ ન કરે ત્યાં સુધી બેન્કો નવું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બનાવી શકતી નથી. આથી, તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ચાલુ રાખવા અને લાભ મેળવવા માટે આ સમયમર્યાદામાં તેને એક્ટિવ કરવું મહત્વપૂર્ણ છે.

ક્રેડિટ કાર્ડ લીધા બાદ આ બાબતોને ધ્યાનમાં રાખો

રિવોર્ડ રિડિમ કરવા ખર્ચ કરશો નહીં

મોટાભાગના ક્રેડિટ કાર્ડ્સ બોનસ રિવોર્ડ પોઈન્ટ્સ, વેલકમ બેનિફિટ્સ, ડિસ્કાઉન્ટ અથવા પસંદગીની બ્રાન્ડ્સ સાથે કેશબેક, ફ્રી ફ્લાઈટ ટિકિટ વગેરેના સ્વરૂપમાં વેલકમ બેનિફિટ્સ ઓફર કરે છે. જો કે, તે કેટલાક નિયમો અને શરતો સાથે આવે છે. જેનો લાભ પ્રથમ 30 દિવસમાં અથવા પ્રથમ 3 માસમાં કરવો, અમુક ચોક્કસ રકમ ખર્ચ કરવી વગેરે...

જેથી આ  પ્રકારના લાભોથી ભરમાવવાની જરૂર નથી, તે સમયે તમારી જરૂરિયાત અનુસાર કાર્ડનો ઉપયોગ કરવો હિતાવહ છે. ફક્ત રિવોર્ડ રિડિમ કરવા ખર્ચ કરવો નહીં. જે તમારા ખિસ્સા પર બોજો વધારી શકે છે.

ખરીદી દરમિયાન ક્રેડિટ કાર્ડ ઓફર્સ ચેક કરો

ક્રેડિટ કાર્ડ કંપનીઓ વારંવાર અનેક ઓફર્સ રજૂ કરતી હોય છે. જેથી જ્યારે તમે ખરીદી કરી રહ્યા હોવ ત્યારે તમારા ક્રેડિટ કાર્ડની ઓફર ચેક કરો. જેમાં કેશબેક, ડિસ્કાઉન્ટ, રિવોર્ડ સહિત અનેક બેનિફિટ્સ મળતા હોય છે. જેનો લાભ લઈ શકો છો. પરંતુ સામે તમારે કેટલુ વ્યાજ ચૂકવવુ પડશે, તેનુ આંકલન કરવાનું પણ ભૂલશો નહીં. બંનેની સરખામણી કરી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો.

સમયસર ચૂકવણી કરો

મોટાભાગના નવા ક્રેડિટકાર્ડ ધારકો મિનિમમ પ્રાઈસ ચૂકવતા હોય છે, અને બાકીની સંપૂર્ણ રકમ ચૂકવતા નથી. જો કે, બાકી પર ચાર્જ લાગુ થવાના શરૂ થઈ જાય છે, નવા ટ્રાનજેક્શન પર વ્યાજમુક્ત સમયગાળા માટે અયોગ્ય બને છે. ફાઈનાન્સ ચાર્જ ઉંચા હોવાથી મિનિમમ બેલેન્સ પણ ઝડપથી મોટા દેવાંનું સ્વરૂપ લે છે.

લઘુત્તમ બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ થાઓ, તો ફાઇનાન્સ ચાર્જિસ ઉપરાંત પેન્ડિંગ પેનલ્ટી પણ લાગુ થશે. આની સીધી અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડશે. વધુ પડતો ખર્ચ કરવો અને બેલેન્સને આગામી ચક્રમાં ફેરવવાથી તમે વારંવાર તમારી ક્રેડિટ મર્યાદાનો ભંગ કરી શકો છો, તમને ક્રેડિટ-હંગ્રી લેનારા તરીકે દર્શાવી શકો છો અને તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચાડી શકો છો.

રોકડ ઉપાડવાનું ટાળો

રોકડ ઉપાડ મોટા ભાગના ક્રેડિટ કાર્ડ્સ પર વ્યાજમુક્ત સમયગાળા માટે લાયક નથી. આનો અર્થ એ છે કે જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ATMમાંથી રોકડ ઉપાડો છો, તો પ્રથમ દિવસથી ફાઇનાન્સ ચાર્જ લાગુ થશે. દર વખતે જ્યારે તમે રોકડ ઉપાડો છો, ત્યારે એક વખતની રોકડ ઉપાડ ફી પણ લાગુ થશે, જે ઉપાડેલી રકમના 2 ટકા અને 5 ટકાની વચ્ચે હોઈ શકે છે. તદુપરાંત, જ્યારે તમે આ સુવિધાનો ઉપયોગ કરો છો, ત્યારે નવા વ્યવહારો વ્યાજમુક્ત સમયગાળા માટે અયોગ્ય બની જશે, જેનાથી ફરીથી દેવું વધી જશે.