Get The App

મોંઘવારી ઘટી ! શાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
મોંઘવારી ઘટી ! શાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો 1 - image


India Retail Inflation Data : દેશમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ અને શાકભાજી તેમજ ફળોની કિંમતોમાં ઘટાડો થવાના કારણે ઑક્ટોબર-2025માં મોંઘવારી દર ઘટ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. સરકારી આંકડા મુજબ, વસ્તુઓ અને સેવાઓની સરેરાશ કિંમતમાં થયેલા ફેરફારો દર્શાવતા ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI- કન્ઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સ) આધારિત છૂટક ફુગાવો 5.02 ટકા નોંધાયો છે, જ્યારે આ આંકડો ઑક્ટોબર 2024માં 6.21 ટકા હતો.

સપ્ટેમ્બરમાં 1.54 CPIની સામે ઑક્ટોબરમાં 1.19 ટકા નોંધાયો

આંકડા મુજબ છૂટક ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં 1.44 ટકા નોંધાયો હતો, જ્યારે આ દર ઑક્ટોબર-2024માં 6.21 ટકા હતો. એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષના ઑક્ટોબરમાં છૂટક ફુગાવામાં 1.19 ટકાનો ઘટાડો થયો છે, જે સામાન્ય પ્રજા માટે મોટી રાહતની વાત છે.

આ કારણે ઘટી મોંઘવારી

છૂટક ફુગાવાના આંકડા જાહેર કરનારી કેન્દ્રીય નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે(NSO) કહ્યું કે, 2025 દરમિયાન GSTમાં કપાત, તેલ, શાકભાજી, ફળો, ફૂટવેર, અનાજ, પરિવહન અને ઈંડાના ભાવમાં ઘટાડો થવાના કારણે કુલ ફુગાવો અને ખાદ્ય ફુગાવોમાં ઘટાડો થયો હોવાના મુખ્ય કારણ છે.

આ પણ વાંચો : 200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી

શાકભાજી, મસાલા અને ખાદ્ય તેલના આંકડા

ઑક્ટોબરમાં શાકભાજીની છૂટક કિંમત વાર્ષિક આધારે 27.57 ટકા, દાળ અને દાળ સંબંધિત ઉત્પાદનોના ભાવ 16.15 ટકા, મસાલાના ભાવ સરેરાશ 3.29 ટકા ઘટ્યો હતો, જ્યારે ખાદ્ય તેલોમાં વાર્ષિક આધારે છૂટક કિંમત 11.17 ટકા, ફળોની કિંમતમાં 6.69 ટકા વધી હતી. 

આ પણ વાંચો : અમેરિકા તથા ચીન બાદ ભારત 2026 સુધીમાં વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશેે

Tags :