Get The App

વ્યાજ ખર્ચ ઘટતા કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં તેજી

- વિતેલા સપ્તાહમાં કોર્પોરેટસ બોન્ડસ મારફત રૂપિયા ૨૭૦૦૦ કરોડ ઊભા કરાયા

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
વ્યાજ ખર્ચ ઘટતા કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં તેજી 1 - image

મુંબઈ : બોન્ડ પર નીચી યીલ્ડને કારણે બોરોઈંગ ખર્ચ નીચો રહેતા વિતેલા સપ્તાહમાં કોર્પોરેટસ દ્વારા બોન્ડસ મારફત નોંધપાત્ર રકમ ઊભી કરાઈ હોવાનું જોવા મળ્યું છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે વિતેલા સપ્તાહમાં કંપનીઓએ બોન્ડસ જારી કરી રૂપિયા ૨૭૦૦૦ કરોડની રકમ ઊભી કરી છે.આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ  હુડકો, આરઈસી તથા સિડબી જેવા ઉપક્રમો  બોન્ડસ જારી કરી એકંદર રૂપિયા ૧૩૦૦૦ કરોડ ઊભા કરવા યોજના ધરાવે છે. 

એફસીએનઆર(બી), એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સ તથા અન્ય ચેનલો મારફત ઈન્ફલો વધારવા રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમાં કેટલાક પગલાં જાહેર કરાતા ઊંચા રેટિંગ સાથેના કોર્પોરેટ બોન્ડસ પરની યીલ્ડ ૭૦ બેઝિસ પોઈન્ટ જેટલી ઘટી ગઈ છે. 

નીતિવિષયક ટેકાને કારણે ફન્ડિંગની સ્થિતિ સ્થિર થશે તેવો બજારમાં વિશ્વાસ વધી રહ્યો છે. 

રિઝર્વ બેંક દ્વારા વિદેશી ચલણ બિન-નિવાસી બેંક થાપણો, બાહ્ય વાણિજ્યિક ઉધાર અને અન્ય માર્ગો દ્વારા મૂડી એકત્ર કરવા માટે તાજેતરના પગલાં અને નીતિગત સમર્થન મૂડી એકત્ર કરવાની સ્થિતિમાં સુધારો કરવામાં અને રૂપિયાને સ્થિર કરવામાં મદદ કરશે. સારા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડ્સ પરની ઉપજમાં આશરે ૫૦ થી ૭૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થયો છે. 

આ અઠવાડિયે, ૧૦-વર્ષના સરકારી બોન્ડ્સ પરની ઉપજમાં આશરે ૯ બેસિસ પોઇન્ટનો ઘટાડો થયો છે.

કોર્પોરેટ બોન્ડ ઇશ્યુઅર્સ અનુકૂળ સમયે તેમની મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બોન્ડ માર્કેટ તરફ વળ્યા છે. તાજેતરમાં ફ્લોટિંગ રેટ સ્ટ્રક્ચર્સની મજબૂત માંગ હતી, ત્યારે ઘણા બોન્ડ ઇશ્યુઅર્સ હવે બેન્ચમાર્ક દરોમાં ફેરફારનું જોખમ લેવાને બદલે વર્તમાન ઉપજ પર મૂડી એકત્ર કરવામાં આરામદાયક છે.

ઊંચા યીલ્ડને કારણે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં બોન્ડ બજાર સુસ્ત રહી હતી. ઊંચા વ્યાજ ખર્ચને ધ્યાનમાં રાખી કંપનીઓ બેન્ક લોન્સને પ્રાધાન્ય આપી રહી હતી. 

પ્રથમ બે મહિનામાં દેશની કંપનીઓ  દ્વારા બોન્ડ મારફત રૂપિયા ૧.૦૭ ટ્રિલિયમ ઊભા કરાયા હતા જે ગયા નાણાં વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૫૮ ટકા ઓછા હતા. 

પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે બોન્ડ યીલ્ડ ઊંચે જતા બોન્ડસના ભરણાં પર તેની અસર પડી હતી એમ બજારના સુત્રો જણાવી રહ્યા છે.