જુલાઈમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં કન્ઝયૂમર કોન્ફીડન્સ નબળો પડયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હાલની આર્થિક સ્થિતિ, રોજગાર ભાવિ તથા ફુગાવા બાબતે ચિંતા
મુંબઈ : જુલાઈમાં દેશના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં કન્ઝયૂમર કોન્ફીડેન્સ નબળો પડયો છે. હાલની આર્થિક સ્થિતિ, રોજગાર ભાવિ તથા ફુગાવા બાબતે ઉપભોગતા ચિંતીત બન્યા છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના છેલ્લામાં છેલ્લા કન્ઝયૂમર કોન્ફીડેન્સ સર્વેમાં જણાવાયું છે.
જુલાઈ માટેના કન્ઝયૂમર કોન્ફીડેન્સ સર્વેમાં ૧૯ મોટા શહેરોમાં ૫૯૮૭ ઉપભોગતાઓએ ભાગ લીધો હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સર્વેમાં ૮૫૮૧ વપરાશકારોએ ભાગ લીધો હતો.
૧૧થી ૨૦ જુલાઈ દરમિયાન હાથ ધરાયેલા આ સર્વેમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના પરિવારોમાં માનસ નબળુ પડયાનું જણાયું હતું.
શહેરી વિસ્તારોમાં કરન્ટ સિચ્યુએશન ઈન્ડેકસ જે મેમાં ૯૦.૭૦ હતો તે જુલાઈમાં ઘટી ૮૮.૩૦ રહ્યો હતો. ફ્યુચર એકસપેકટેશન ઈન્ડેકસ પણ ૧૧૮.૭૦ પરથી ઘટી ૧૧૫.૩૦ રહ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારો માટેનો કરન્ટ સિચ્યુએશન ઈન્ડેકસ જે મેમાં ૯૫.૨૦ હતો તે જુલાઈમાં ઘટી ૯૧.૭૦ રહ્યો હતો. ફ્યુચર એકસપેકટેશન ઈન્ડેકસ પણ ૧૧૯.૩૦ પરથી ઘટી ૧૧૩.૬૦ રહ્યો હતો.
અર્થતંત્ર તથા લેબર માર્કેટ અંગે ઉપભોગતાઓએ નબળી આકારણી મૂકી હતી એમ રિઝર્વ બેન્કના સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.









